Bhaskar News, Amreli | Feb 18, 2013, 02:00AM IST
- જંગલમાં પાકતાં મીઠાં ટીમરુ અમરેલી અને ધારીની બજારમાંગીર જંગલમાં ટીમરૂના ઝાડની ભરમાર છે. ઉનાળાના આરંભે પાણી વગર જ આ ઝાડ પર લુમેઝુમે ટીમરૂના ફળ પાકે છે. હાલમાં ટીમરૂના ફળ પાકવાની શરૂઆત થઇ ગઇ હોય અમરેલી તથા ધારીની બજારમાં ટીમરૂ વેચાણ માટે આવી ગયા છે. મજુર વર્ગના લોકો ટીમરૂ તોડી લાવી છુટક વેચાણ કરે છે.
ગીર પંથકમાં પાકતા ટીમરૂ અમરેલીની બજારમાં વેચાણ માટે આવ્યા છે. ગીર જંગલ તથા આસપાસના વિસ્તારમાં ટીમરૂના પુષ્કળ ઝાડ છે. આ જંગલી ઝાડ પર પાકતા ફળો સ્વાદમાં તુરા અને મીઠા હોય છે. ગીરના લોકો આ ફળથી સારી રીતે પરિચિત છે. અને અહીના લોકો કાયમ આ ફળ ખાય છે. પરંતુ ગીરથી દુરના પ્રદેશોમાં રહેતા લોકો ટીમરૂથી ભાગ્યે જ પરિચિત હોય છે. અને તેમના સુધી ભાગ્યે જ આ ફળ પહોંચે છે. ટીમરૂનુ ઝાડ એ જંગલી ઝાડ છે.
ચોમાસા સીવાય તેને પાણી મળતુ નથી. આમછતા ઉનાળાના આરંભે વગર પાણીએ જ આ ઝાડ પર ફળ આવે છે. ધુળેટી તથા આસપાસના દિવસોમાં આ ફળો સૌથી વધારે પાકે છે. ટીમરૂના ફળો મોટેરાઓ તો ખાય જ છે. પરંતુ બાળકોને તે પ્રિય છે. તુરા અને મીઠા સ્વાદના ટીમરૂ શરીર માટે ભારે ગુણકારી પણ છે.
- મજૂરવર્ગ માટે રોજીરોટીનું સાધન
ટીમરૂની કોઇ પધ્ધતિસર ખેતી કરતુ નથી. જંગલી ઝાડ પર થતા આ ફળો મજુરવર્ગના લોકો જઇને તોડી લાવે છે. અને બાદમાં બજારમાં તેનુ છુટક વેચાણ કરી થોડીઘણી રકમ મેળવી પોતાનો ગુજારો ચલાવે છે. ટીમરૂની આ સિઝન થોડા સમય માટે હોય છે.
No comments:
Post a Comment