Bhaskar News, Khambha | Mar 30, 2013, 02:25AM IST
- જંગલી મધમાખીઓના હુમલાની વધતી જતી ઘટનાઓખાંભા પંથકમાં જંગલી મધમાખીઓનો ઉપદ્વવ દિનપ્રતિદિન વધી રહ્યો છે. હજુ થોડા દિવસ પહેલા જ મધમાખીઓના ઝુંડે બે સ્થળે હુમલો કરી ૧૬ લોકોને ઘાયલ કરી દીધા હતા. ત્યારે આજે વધુ એક સ્થળે આવા જ હુમલામાં ચાર લોકોને ઇજા પહોંચી હતી.
મધમાખીઓના ઝુંડની આ ઘટના ખાંભા તાલુકાના લાસા ગામ નજીક બની હતી. જ્યાં લાસાના બે અને તાતણીયાના બે એમ ચાર વાહન ચાલકોને મધમાખીના ઝુંડે નિશાન બનાવ્યા હતા. તાતણીયાના નિતીનભાઇ ગોવિંદભાઇ તથા અનુબેન નિતીનભાઇ મોટર સાયકલ પર જઇ રહ્યાં હતા ત્યારે મધમાખીનું ઝુંડ તેમના પર તુટી પડયુ હતુ અને બંનેને ઘાયલ કરી દેતા સારવાર માટે પ્રથમ ખાંભા દવાખાને ખસેડાયા હતા. અને ત્યાંથી બંનેને વધુ સારવાર માટે સાવરકુંડલા રફિર કરાયા હતા.
આવી જ એક અન્ય ઘટનામાં લાસા ગામના દિલીપભાઇ ભગવાનભાઇ અને ગીરીશભાઇ ઘુસાભાઇ પોતાનું મોટર સાયકલ લઇ આ જ સ્થળેથી પસાર થતા હતા ત્યારે મધમાખીના ઝુંડે તેમને પણ નિશાન બનાવતા બંનેને સારવાર માટે ખાંભા દવાખાને ખસેડાયા હતા. આમ એક સપ્તાહના ટુંકા ગાળામાં મધમાખીના હુમલામાં કુલ ૨૦ વ્યક્તિને ઇજા પહોંચી હતી.
No comments:
Post a Comment