Bhaskar News, Babra | Mar 21, 2013, 00:03AM IST
વીસેક વર્ષથી નિવાસ સ્થાને પંદર જેટલા માળાઓ લગાવી ચકલીઓની માવજત કરવામાં આવી રહી છે
બાબરામાં રહેતા યુવાન દ્વારા પાછલા વીસેક વર્ષથી તેના નિવાસ સ્થાને
પંદર જેટલા ચકલીઓના માળા બનાવીને ચકલીઓની માવજત કરવામાં આવી રહી છે. વિશ્વ
ચકલી દિવસ નિમીતે અનેકવિધ સામાજિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા
ચકલીઓ બચાવવા માટે વિવિધ અભિયાનો દ્વારા લોકોને સંદેશ પહોંચાડવામાં આવ્યો
હતો.
બાબરામાં જીવનપરા વિસ્તારમાં રહેતા ગૌરાંગભાઇ જાની પાછલા વીસેક વર્ષથી
લુપ્ત થતી ચકલીઓને બચાવવા તેમના નિવાસ સ્થાને પંદર જેટલા ચકલીઓના માળા
લગાવવામાં આવ્યા છે. અલગ અલગ જગ્યાએ લગાવેલા માળામાં અનેક ચકલીઓ રહે છે.
પરિવાર દ્વારા ચકલીઓની માવજત કરવામાંઆવી રહી છે.
ચકલીઓના માળાને કોઇ નુકશાન ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં અનેક સામાજિક સંસ્થાઓ અને
પ્રકૃતિપ્રેમીઓ દ્વારા લુપ્ત થતી ચકલીઓને બચાવવા વિવિધ અભિયાનો ચલાવવામાં
આવી રહ્યાં છે.
ચકલી દિવસ નિમીતે માળાઓનુ પણ વિતરણ કરવામાં આવે છે. હાલ તો આ યુવાન
દ્વારા પાછલા વીસેક વર્ષથી ચકલીઓની માવજત કરવામાં આવી રહી હોય યુવાનના
પક્ષીઓ પ્રત્યેના પ્રેમને બિરદાવવામાં આવી રહ્યો છે.
No comments:
Post a Comment