ગુલાબી કલરનાં પાંદડાથી રંગીન બનેલી ગિરની ધરા ઉપર
વનરાજો આળોટી જાણે કે ધુળેટીનો તહેવાર ગુલાબી કલર સાથે ઉજવી રહ્યા હોય એવો
સિંહ બાળ સાથે સિંહણની તસ્વીર ડીએફઓ ડૉ. સંદપિકુમારે કેમેરામાં આબાદ ઝડપી
લીધી હતી. કહેવાય છે કે ગિરમાં દરેક ઋતુ પ્રમાણે થતાં ફેરફારોની ‘મજા’
સાવજો લેતા હોય છે. તો ધુળેટીના રંગમાં રંગાવા વનરાજ ગુલાબી ચાદરમાં જઇ
બેસી ગયા..... જુઓ વનરાજાની ધુળેટી.
ધુળેટીનો તહેવાર દરેક દિલોમાં રંગોથી રમવાની ઇચ્છા
લઇને આવે છે. રંગોની મોહકતામાં પ્રત્યેક જીવ મોહિત બની જતો હોય છે. ગિરનાં
જંગલમાં અત્યારે ‘પાનખર’ ચાલુ છે. જંગલમાં થતા વિવિધ પ્રકારનાં વૃક્ષોમાં
ગુલાબી પાંદડા ધરાવતા વૃક્ષો પણ છે. આ વૃક્ષોમાંથી પાન નીચે ખરતાં જમીન ઉપર
ગુલાબી ચાદર પથરાઇ જાય છે. અને ગિરનો રાજા સિંહ આ ગુલાબી રંગનો દિવાનો પણ
હોય છે.
તસ્વીર : જીતેન્દ્ર માંડવીયા
તસ્વીર : જીતેન્દ્ર માંડવીયા
No comments:
Post a Comment