Bhaskar News, Khambha | Jul 22, 2014, 00:01AM IST
- કોહવાયેલો મૃતદેહ મહા મહેનતે બહાર નિકળ્યો : ઉંમરના કારણે મોત થયાનું અનુમાન
ખાંભા: ખાંભા તાલુકાના મોટા બારમણ ગામની સીમમાં આજે ત્રીસેક ફુટ ઉંડી ગુફામાંથી એક દિપડાનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવતા વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. દિપડાના કોહવાઇ ગયેલા મૃતદેહને ગુફામાંથી બહાર કાઢી સ્થળ પર જ તેનું પોસ્ટ ર્મોટમ કરવામાં આવ્યુ હતું. આ દિપડાનું ઉંમરના કારણે ૮ થી ૧૦ દિવસ પહેલા મોત થયાનું મનાઇ રહ્યુ છે. અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં વસતા દિપડાના મોતની ઘટનાઓ અવાર નવાર બહાર આવી રહી છે. આવી વધુ એક ઘટના હવે ખાંભા તાલુકામાં બની છે.
ખાંભા તાલુકાના મોટા બારમણ ગામની સીમમાં રાયડી ડેમ નજીક ૨પથી ૩૦ ફુટ એક જુની ગુફામાંથી આજે દિપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ગુફામાંથી દુગ્ર્ાંધ આવતી હોવાની જાણ લાયન નેચર ફાઉન્ડેશનના ગભરૂભાઇ પરમારને થતા તેમણે ભીખુભાઇ બાટાવાળાને જાણ કરી હતી અને તેમના દ્વારા આરએફઓ રાતડીયાને જાણ કરવામાં આવી હતી. જેને પગલે વન વિભાગનો સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
અહિં વર્ષો જુની એક ગુફામાં દિપડાનો મૃતદેહ કોહવાઇ ગયેલી હાલતમાં પડયો હતો. જેને બહાર કાઢવામાં વન વિભાગના નાકે દમ આવી ગયો હતો. બાદમાં પશુ ચિકિત્સકો દ્વારા સ્થળ પર જ દિપડાનું મૃતદેહનું પોસ્ટર્મોટમ કરવામાં આવ્યુ હતું. વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું કે પ્રથમ દ્રષ્ટિએ ઉંમર કે કોઇ બિમારીના કારણે આ દિપડાનું મોત થયાનું જણાય રહ્યુ છે. આમ છતાં જરૂરી નમુનાઓ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં.
સુરવા (ગીર)માં દીપડીનો કોહવાયેલો મૃતદેહ મળ્યો
તાલાલા તાલુકાનાં સુરવા (ગીર) ગામે ગૌશાળાની પાછળની ગૌચર જમીનમાંથી આજે દસ વર્ષની ઉંમરની માદા દિપડીનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળતા વનવિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃત દિપડી ચાર દિવસથી ઇજાગ્રસ્ત હોય તાલાલા વનવિભાગની કચેરીને જાણ કરવા છતાં દિપડીને સમયસર સારવાર ન અપાતા મોત થયુ હોવાનો સુરવાનાં ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. સુરવા (ગીર)માં ગૌશાળાની પાછળનાં ભાગે દિપડાનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા તાલાલા રેન્જ કચેરીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. દિપડીની ઉંમર દસ વર્ષની અને ઉમરનાં લીધે મૃત્યુ થયુ હોવાનું જાણવા મળેલ જ્યારે સુરવા ગામનાં ગ્રામજનોએ જણાવેલ કે ચાર દિવસ પહેલા દિપડી ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળતા તાલાલા રેન્જ કચેરીને જાણ કરેલ પરંતુ સમયસર સારવાર ન આપતા દિપડાનું મોત થયુ છે.
ગ્રામજનોમાંથી મળેલ વિગતો પ્રમાણ સુરવા વિસ્તારનાં વનપાલ મકવાણાભાઇનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે સુરવામાંથી જાણ કર્યા બાદ ગૌશાળા પાસે બકરીનાં મારણ સાથે પાંજરૂ ગોઠવેલ બે દિવસ આસપાસમાં દિપડાને શોધવામાં આવેલ પરંતુ દિપડી જોવા મળી ન હોય શારીરિક ઇજાની ખબર નથી મૃત દિપડીનું શબ કોહવાઇ ગયુ હોય સ્થળ ઉપર પીએમ કરવામાં આવેલ તાલાલા પંથકમાં સિંહ-દીપડા સહિતનાં વન્યપ્રાણીઓનાં મોતનાં બનાવોમાં વધારો થઇ રહ્યો હોય વન્યપ્રાણી પ્રેમીઓમાં નિરાશા વ્યાપી છે.
No comments:
Post a Comment