( તસવીર - પાંજરે પુરાયેલી દીપડી )
વિસાવદરનાં શેત્રુંજવડાળામાં ૮ બકરા મારનાર દીપડી પાંજરે
વનવિભાગની ચાર દિવસની જહેમત કામ લાગી
વિસાવદર: વિસાવદરનાં શેત્રુંજવડાળા ગામે ચાર દિવસ પૂર્વે આઠ બકરાંનો શિકાર કરનાર દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહત શ્વાસ લીધો હતો.વિસાવદરનાં શેત્રુંજવડાળા ગામે ચાર દિવસ પૂર્વે ભરવાડ ઘુસાભાઈ ભીખાભાઈનાં મકાનની આઠ ફૂટની દિવાલ ઠેકી દીપડીએ આઠ બકરાંનો શિકાર કર્યો હતો. આ ઘટનાને પગલે આરએફઓ ગોંધીયાનાં માર્ગદર્શન હેઠળ સ્ટાફે પાંજરુ ગોઠવી દીધેલ અને ગતરાત્રીનાં પાંચ વર્ષની ઉંમરની દીપડી પાંજરે પુરાઈ હતી. આ દીપડીને પકડવા વનવિભાગનાં એસ.જે.જોષી, એમ.વી.સોલંકી સહિતનાં સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ દીપડીને સાસણ એનીમલ કેર સેન્ટર ખાસે મોકલી અપાઈ હતી.

No comments:
Post a Comment