- Jul 30, 2014 00:04
- ત્રણ ગાયો બચી ગઈ ઃ આ વિસ્તારમાં પ્રથમ વખત જ સિંહો ત્રાટકતા ગામલોકોમાં ભય
ઈશ્વરીયા અને તેની આસપાસમાં કદી સિંહ જોવા મળ્યા નથી.ઈતિહાસમાં પ્રથમવાર ગામમાં ઘુસી જીવાભાઈ મેપાભાઈ ભરવાડના મકાનમાં ઘુસી મકાનના ફરજામાં બાંધેલ ચાર ગાયો પર રાત્રીના સાડા બાર વાગ્યા આસપાસ આવી અચાનક ગાયો પર હુમલો કરવાનું ચાલુ કરતા તમામ ચારે ચાર ગાયો ખીલા તોડાવી ભાગી ગઈ હતી.પણ તેમાંથી એક ગાય મકાનના સામેના ભાગે આવેલી નદી તરફ જતા બંને સિંહોએ તેની પાછળ દોડી તેનો શિકાર કર્યો હતો અને આખી રાત શિકાર આરોગ્યો હતો. બચી ગયેલી ગાયો પર હુમલાની કોશિષ કરતા ગાયને સામાન્ય નહોર ભરાવ્યા હતા પણ ત્રણેય ગાયો બચી ગઈ હતી.
- ભજનની રમઝટ વચ્ચે સિંહો મારણમાં મસ્ત
વિસાવદર ઃ સિંહોએ ગત રાત્રે ઈશ્વરીયામાં મકાનના ફરજામાં ઘુસી ગાયોનો શિકાર કર્યો ત્યારે નજીકમાં જ ભજનનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો, પણ
ભુખ કોઈની સગી થતી નથી તેમ સમજી ભજનની નોંધ પણ ન લીધી.ગાયો પર હુમલો કરેલ
ત્યારે એક ગાય નદીમાં ગઈ અને ત્રણ ગાયો બચવા માટે નજીકમાં જ ચાલી રહેલ
ભજનના પ્રોગ્રામ નજીક જઈ ફફડતી ઉભી રહી હતી.જેથી ગામલોકોેને પણ કંઈક થયાની
શંકા ગઈ,પણ સિંહોની કદી કલ્પના પણ ન હોવાથી તેનો વિચાર ન
આવ્યો. મકાનમાલિક અને ગામલોકોને સવારે સિંહોના સગડ પરથી સમગ્ર હકીકત માલુમ
પડી હતી.જે ગાયનો શિકાર કર્યો તે ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. સવારના
સમયે ત્રણમાંથી બે ગાયો પરત આવી પણ એક ગાય ઘરમાં આવતી જ ન હતી અને ફફડી રહી
હતી.
No comments:
Post a Comment