Bhaskar News, Talala Feb 26, 2015, 01:00 AM IST
તાલાલા: ગીર-અભયારણ્યમાં સિંહ દર્શન કરવા જવા માટેની બે ચેક
પોસ્ટમાંથી ભંભાપોળ ચેકપોસ્ટનો રસ્તો જમીન માલીકે બંધ કરી દેતા ચેકપોસ્ટ
બંધ થઇ જેનાં લીધે એક ચેક પોસ્ટ ઉપર જ ટ્રાફિક વધી જતા વન વિભાગે સિંહ
દર્શનની પચાસટકા કરન્ટ પરમીટો આપવાનું બંધ કરતા જીપ્સી ચાલકો પરમીટ બંધ
કરવાનાં વિરોધમાં હડતાલ ઉપર ઉતરી જતા આજે હડતાલની જાહેરાત કરી છે. સાથે
ઓનલાઇન પરમીટો બુક કરાવતા ટુરીસ્ટોને જંગલમાં જયા જીપ્સી ભાડે આપવાનું પણ
જીપ્સી એસો.એ બંધ કરી દેતા આજે રૂટમાં ઓનલાઇન પરમીટ લઇ આવેલા પ્રવાસીઓને
વનવિભાગે પોતાનાં વાહનોમાં જંગલમાં મોકલ્યા હતાં.
- સિંહ દર્શનની પરમીટ બંધ કરાતા જીપ્સી ચાલકોની હડતાલ હાલ મુલત્વી રહી : જો પ્રશ્નનો નિકાલ નહીં થાય તો
- ટુરીસ્ટોને વન વિભાગ પોતાનાં વાહનોમાં લઇ ગયું
સિંહ દર્શન કરવા જવા માટેની પચાસ ટકા કરન્ટ પરમીટો વનવિભાગે બંધ કરતા જીપ્સી ચાલકોની આજીવિકાને સીધો ફટકો પડયો હોય. જીપ્સી ચાલકોમાં આ નિર્ણય સામે ભારે રોષ વ્યાપી ગયો છે. આજે જીપ્સી એસો.નાં પ્રમુખ અને હોદેદારોએ સર્વાનુમતે નિર્ણય કરી હડતાલ જાહેર કરી દેતા જીપ્સીઓનાં પૈડા થંભી ગયા હતાં. સાસણ જીપ્સી એસો.નાં પ્રમુખ મનસુખભાઇએ જણાવેલ કે વનવિભાગની પરમીટો બંધ કરવાનો નિર્ણય જીપ્સીચાલકોનાં પેટ ઉપર પાટુ મારવા જેવો છે.
જીપ્સી ચાલકો ઉપરાંત ટુરીસ્ટો સાથે જંગલમાં જયા ગાઇડોની આજીવિકાને સીધી અસર પડી છે. આજે બપોરનાં ત્રણ વાગ્યાનાં રૂટમાં ઓનલાઇન પરમીટો લઇ આવેલા ટુરીસ્ટોને જીપ્સી ચાલકોએ હડતાલ પાડતા વનવિભાગ પોતાનાં વાહનોમાં જંગલમાં સિંહ દર્શન માટે લઇ ગયેલ. વનવિભાગની પરમીટો કેન્સલ કરવાનાં નિર્ણય સામે હોટલ એસો. જીપ્સી એસો. સહિત પ્રવાસીઓમાંથી ભારે વિરોધ ઉઠી રહયો છે.
સાસણ સેન્ચ્યુરીનાં આરએફઓ બાબુભાઈ સેવરા, માલમભાઈ, સિંહ સદનનાં આરએફઓ તૃપ્તીબેન જોષી અને જીપ્સી એસો.નાં પ્રમુખ મન્સુરભાઈ સહિતનાં આગેવાનોની સાંજે 8 વાગ્યે એક બેઠક મળી હતી. જેમાં એવી ચર્ચા થઈ કે, આગામી ત્રણ દિવસમાં સળંગ પરમીટ ઈસ્યુ થઈ જવાનું શરૂ થઈ જશે. આ દિવસો દરમિયાન ઓનલાઈન બુકીંગ કરેલા પ્રવાસીઓ સાથે જીપ્સી ચાલકો તેઓને સિંહ દર્શનમાં લઈ જશે.
No comments:
Post a Comment