DivyaBhaskar News Network Feb 26, 2015, 04:45 AM IST
ચાલુ વર્ષે સારા વરસાદનાં કારણે હજૂ જંગલમાં નદી-નાળામાં પાણી વહી રહ્યુ છે.તેમજ મોટા ભાગનાં ચેકડેમમાં પાણી ભરેલા છે.પરંતુ ફેબ્રુઆરી માસની શરૂઆતથી ગરમી પડવાનુ શરૂ થઇ ગયુ છે.મહત્તમ તાપમાનનો પારો વધી રહ્યો છે.તડકા પડતા પાણીનાં તળ ઉંડા ઉતરવા લાગ્યા છે.તેમજ જંગલમાં પણ પાણીનાં સ્ત્રોત ઘટવા લાગ્યા છે.ઉનાળાની સીઝનમાં વન્ય પ્રાણીને પીવાનાં પાણીની મુશ્કેલી પડે તે માટે વન વિભાગે કવાયત હાથ ધરી દીધી છે.ગિરનાર જંંગલમાં બે રેન્જમાં હાલ કૃત્રિમ પાણીનાં પોઇન્ટ ઉભા કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.ગિરનાર જંગલમાં ઉતર ડુંગર રેન્જમાં 16 અને દક્ષિણ ડુંગર રેન્જમાં 40 કૃત્રિમ પાણીનાં પોઇન્ટ આવેલા છે.જેમાં દક્ષિણ રેન્જમાં વધુ છે.હાલ ઉતર ડુંગર રેન્જનાં આરએફઓ એસ.ડી.ટીલાળા અને દક્ષિણ ડુંગર રેન્જનાં આરએફઓ પી.જે.મારૂનાં માર્ગદર્શનમાં કૃત્રિમ પાણીનાં પોઇન્ટનો સર્વે કરવામાં આવી રહ્યો છે.તેમજ જૂના પોઇન્ટનુ રીપેરીંગ,પાણી ભરવાની કામગીરી સહિતની કરવામાં આવી રહી છે.આગામી દિવસોમાં બન્ને રેન્જમાં કૃત્રિમ પાણીનાં પોઇન્ટ નકકી કરી ઉનાળામાં પાણી ભરવામાં આવશે.આરઅેફઓ પી.જે.મારૂએ કહ્યુ હતુ કે,હાલ ગિરનાર જંગલમાં વન્ય પ્રાણી માટે પીવાનાં પાણીની મુશ્કેલી નથી.કૃદરતી પાણીનાં સ્ત્રોત હજૂ જીવંત છે.કૃત્રિમ પાણીનાં પોઇન્ટ અંગેની કામગીરી ચાલી રહી છે.
No comments:
Post a Comment