Saturday, February 28, 2015

લાઠીમાં વીજ કર્મીઓએ જાતે નાણા કાઢી ચબુતરો બનાવ્યો.


DivyaBhaskar News Network Feb 23, 2015, 06:40 AM IST

અમરેલીમાંસરકારી તંત્રના કર્મચારીઓ અવારનવાર કંઇકને કંઇક રચનાત્મક પ્રવૃતિઓ કરતા રહે છે. આવી એક પ્રવૃતિના ભાગરૂપે લાઠીમાં પીજીવીસીએલના કર્મચારીઓએ પોતાના સ્વખર્ચે એક સુંદર મજાના ચબુતરાનુ નિર્માણ કર્યુ છે. અને મહાશિવરાત્રીના પાવન પર્વ પર ચબુતરાનુ લોકાર્પણ કરવામા આવ્યું હતુ.

ભોળા પારેવડાઓ કે ચકલી માટે પ્રકૃતિપ્રેમીઓ જેટલુ કરે તેટલુ ઓછુ છે. ભોળા પારેવડાઓને ચણ અને પાણી મળી રહે તેવા શુભ ઉદ્દેશ્યથી ચબુતરાનુ આયોજન કરાયુ હતુ. લાઠી પીજીવીસીએલની વિભાગીય કચેરીના એન્જીનીયર તથા કર્મચારીગણને અહી સુંદર મજાના પંખીઘરના નિર્માણનો વિચાર આવ્યો હતો. અને તુરંત તેને અમલમાં મુકી દીધો હતો. લાઠીની પેટા વિભાગીય કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ પોતે નાણા કાઢી ભંડોળ એકઠુ કરી અહી સુંદર મજાના ચબુતરાનુ નિર્માણ કર્યુ હતુ અને મહાશિવરાત્રીના પાવન પર્વ પર ચબુતરાને ખુલ્લો પણ મુકવામા આવ્યો હતો.

શહેરીજનોએ વીજ કર્મીઓનાં કાર્યને આવકાર્યું / કલ્પેશખેર

No comments: