- Bhaskar News, Amreli
- Sep 19, 2015, 04:00 AM IST
- અમરેલીના હાડીડા અને ઘાંડલામાં આઠ સાવજો કર્યુ પશુઓનું મારણ
- સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં સાવજોનો વધી રહેલો સતત આતંક
વિજપડી: સાવરકુંડલા તાલુકાના વિજપડી આસપાસના વિસ્તારમાં
સાવજોનો ઉપદ્રવ દિનપ્રતિદિન વધતો જાય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં
મારણની ઘટનાઓ રોજીંદી બની છે. છેલ્લા બે દિવસમાં અહિં હાડીડા અને ઘાંડલા
ગામમાં સાવજોના ટોળા દ્વારા આઠ ગાયોનું મારણ કરવામાં આવ્યુ છે. જેને પગલે
માલગાડીઓમાં ફફડાટ ફેલાયો છે. સાવરકુંડલા તાલુકામાં સાવજોની સંખ્યા ઘણી
વધારે છે. અહિં રેવન્યુ વિસ્તારમાં જ આ સાવજો પડયા પાથર્યા રહે છે અને અવાર
નવાર આસપાસના ગામડાઓમાં ઘુસી પશુઓનું મારણ કરતા રહે છે. સાવરકુંડલા
તાલુકાના હાડીડા અને ઘાંડલા ગામમાં હવે આઠ ગાયોના મારણની ઘટના બની છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ગઇરાત્રે હાડીડા ગામે સાવજોનું એક
ટોળુ ઘુસી આવ્યુ હતું અને બે ગાયોનું મારણ કર્યુ હતું. જ્યારે આગલી રાત્રે
સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ગામમાં સાવજના ટોળા દ્વારા છ ગાયોનું મારણ
કરવામાં આવ્યુ હતું. વિજપડી આસપાસના વિસ્તારમાં આઠથી દશ સાવજનું ટોળુ વસી
રહ્યુ છે. આ સાવજો દ્વારા રેઢીયાળ પશુની સાથે સાથે માલધારીઓ અને ખેડૂતોના
ઉપયોગી પશુઓનું પણ અવાર નવાર મારણ કરવામાં આવે છે. જેના કારણે માલધારીઓમાં
ફફડાટ છે. હાલમાં ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતોમાં પણ સાવજોની
હાજરીથી ભય જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સાવરકુંડલા પંથકનાં
ગ્રામ્ય વિસ્તારોમાં સાવજોએ પડાવ નાંખ્યો હોય રાત્રીના સમયે ખેડૂતોને પણ
ખેતી કામ કરવામાં ભયનો સમનો કરવો પડી રહ્યો છે. વહેલી તકે વન વિભાગ દ્વારા આ
વિસ્તારમાં પાંજરા મુકવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.
No comments:
Post a Comment