DivyaBhaskar News Network
Jan 11, 2016, 02:40 AM IST
અમરેલીજિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજો વાડી ખેતરોમાં રખડતા હોય
સિંહ દર્શનના શોખીનો જયાં પણ સિંહ જોવા મળે ત્યાં પહોંચી જાય છે. આજે
અમરેલી તાલુકાના બાબાપુર ગામની સીમમાં અચાનક પાંચ સાવજનું ટોળુ આવી ચડતા
અહી સિંહ દર્શન માટે લોકોની લાંબી ભીડ ઉમટી પડી હતી. Jan 11, 2016, 02:40 AM IST
આમપણ અમરેલી તાલુકાના બાબાપુર તથા આસપાસના શેત્રુજી કાંઠાના વિસ્તારમાં સાવજોને કાયમી ઘર મળી ગયુ છે. અહી ક્રાંકચની જેમ મોટી સંખ્યામા સાવજો રહેતા નથી પરંતુ એક જુથનો કાયમી પડાવ છે. ગત ચોમાસામા અહી આવેલા અતિ ભારે પુરમાં કેટલાક સાવજો તણાઇ ગયા હતા. આમ છતા બચી ગયેલા સાવજો અહી વિસ્તરી રહ્યાં છે. આજે બપોરબાદ વિસ્તારમાં અચાનક પાંચ સાવજોનુ ટોળુ લોકોની નજરે ચડયુ હતુ. બાબાપુરની સીમમાં આજે એક વાડીમાં અચાનક પાંચ સાવજો બેઠેલા નજરે પડતા આસપાસના વિસ્તારમા વાયુવેગે વાત પ્રસરી ગઇ હતી. અને જોતજોતામા સિંહ દર્શન માટે લોકોના ટોળા એકઠા થવા લાગ્યા હતા. બાબાપુર ગામના લોકો તો મોટી સંખ્યામા અહી એકઠા થયા હતા. પરંતુ આસપાસના વિસ્તારમાંથી પણ અહી સિંહ દર્શન માટે ભીડ એકઠી થઇ હતી. જો કે લોકોના ટોળા એકઠા થતા સાવજો બાવળની કાટમા ચાલ્યા ગયા હતા અને બાદમાં નજરે પડયા હતા.
No comments:
Post a Comment