- Bhaskar News, Kodinar
- Jan 22, 2016, 00:40 AM IST
ધામળેજ, કોડીનાર: સુત્રાપાડા - કોડીનાર હાઇવે પર બરડા ચોકડી પાસે બુધવારનાં મોડીરાત્રીનાં અજાણ્યા વાહન હડફેટે દીપડાનું બચ્ચું મોતને ભેટી ગયું હતું. આ બનાવમાં વન તંત્રએ ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
આ અંગેની મળતી વિગત મુજબ સુત્રાપાડા - કોડીનાર હાઇવે પર બરડા ચોકડી પાસે ભીખા અરજણ બાંભણીયાની વાડી નજીક મધરાતનાં સમયે કોઇ અજાણ્યા વાહનનાં તોતીંગ વ્હીલ નીચે આવી જતાં દીપડાનાં બચ્ચાનું મોત નિપજયું હતું. આ બચ્ચાની ઉંમર 4 માસની હતી. આ બનાવથી ખેડુતો અને વન્ય પ્રાણી પ્રેમીઓમાં અરેરાટી સાથે રોષની લાગણી પ્રસરી હતી. બનાવની જાણ થતાં ફોરેસ્ટર પઠાણ, રાઠોડ સહિતનાં સ્ટાફે સ્થળ પર પહોંચી બચ્ચાનાં મૃતદેહને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે પીએમમાં ખસેડયું હતું. આ બનાવમાં વન તંત્ર દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
કંપનીનાં વાહનો બેફામ દોડે છે
ખાનગી કંપનીનો કોરીડોર બરડા ચોકડીને અડીને આવેલ છે અને મટીરીયલ્સ ભરેલા હેવી વાહનો માતેલા સાંઢની જેમ અવર-જવર કરે છે એમ બરડા ગામનાં ખેડુત એભાભાઇ ઉગાભાઇ ભરડાએ જણાવ્યું હતું.
તંત્ર મુળ સુધી તપાસ કરે
વન્ય પ્રાણીનાં મોતની ઘટનામાં તંત્ર મુળ સુધી તપાસ કરે એવી ગોહીલની ખાણનાં ખેડુત નરેન્દ્ર મનુભાઇ ગોહીલે કરી હતી.
No comments:
Post a Comment