- ઘટનાની જાણ થતા જ વનવિભાગની ટીમ દોડી આવી તપાસ હાથ ધરી
Divyabhaskar.com
Jul 31, 2019, 11:10 AM ISTગામલોકોએ સિંહોનો ઘેરાવ કરતા રઘવાયા બન્યા હતા
વહેલી સવારે ચારે તરફ ગામ લોકોના ટોળા એકઠા થતા સિંહોનો ઘેરાવ થયો હતો. આથી સિંહો રઘવાયા થયા હતા. થોડીવાર માટે ગામની બહાર કેવી રીતે નીકળવું તે સિંહો નીકળી શકતા ન હતા. આખરે ગામ લોકોની સંખ્યા વધી ત્યારબાદ ગામની પાછળ આવેલ ખેતર વાડી વિસ્તારમાંથી સિંહો બહાર નીકળ્યા હતા. જો કે આ મામલે વનવિભાગની ટીમ પણ આજે તપાસ કરી રહી છે. કેટલા પશુના મારણ કર્યા અને કેવી રીતે કરવામાં આવ્યા તેને લઈને તપાસ સ્થાનિક ફોરેસ્ટરો કરી રહ્યા છે.
સિંહના પંજા કેમેરામાં કેદ થયા
પ્રથમ વખત સિંહોના સગડ સામે આવ્યા છે. અહીં વરસાદી માહોલ હતો અને કાદક કીચડના કારણે સિંહો જે રીતે ચાલીને ગયા હતા તેને લઈને તેના સગડ અહીં જોવા મળ્યા હતા અને સમગ્ર સગડ હતા તે કેમેરામાં કેદ થયા છે.
(રિપોર્ટ અને તસવીર: જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/two-lion-hunt-8-more-animal-in-mandal-village-of-rajula-1564551746.html
No comments:
Post a Comment