DivyaBhaskar News Network
Aug 27, 2019, 06:45 AM ISTજામવાળાનાં એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવેલી 9 વર્ષની યુવાન સિંહણનું કીડની ફેઇલ થતાં મોત નિપજ્યું છે. આ સિંહણને ઝાંખીયા રાઉન્ડમાંથી રેસક્યુ કરવામાં આવી હતી. તેને કીડની ઉપરાંત ડીહાઇડ્રેશનને નબળાઇ પણ હતી. બિમારીને લીધે તેણે ખોરાક પણ છોડી દીધો હતો.
ગીર પશ્ચીમ વિભાગ હેઠળની બાબરીયા રેન્જનાં ઝાંખીયા રાઉન્ડમાં એક 9 વર્ષની યુવાન સિંહણ બિમાર હોવાનું માલુમ પડતાં તેને રેસ્ક્યુ કરી જામવાળાનાં રેસ્ક્યુ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી. જ્યાં વેટરનરી તબીબો દ્વારા તેની સારવાર ચાલી રહી હતી.
આ સિંહણની કીડની ફેઇલ થઇ ગઇ હતી. આથી તેના શરીરમાં ખુબજ નબળાઇ રહેતી હતી. અને ડીહાઇડ્રેશન પણ થયું હતું. બીમારીને લીધે સિંહણે ખોરાક પણ આપોઆપ છોડી દીધો હતો.
દરમ્યાન તા. 24 ઓગષ્ટે તેણે જામવાળા રેસ્ક્યુ સેન્ટરમાંજ અંતિમ શ્વાસ લીધા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-a-9-year-old-man-taken-to-the-animal-care-center-in-jamwala-064511-5329489-NOR.html
No comments:
Post a Comment