DivyaBhaskar News Network
Aug 29, 2019, 06:50 AM IST
જૂનાગઢના
જીઆઇડીસી વિસ્તારમાં પણ મગરોના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
થોડા દિવસો પહેલા જીઆઇડીસી સ્થિત દિવ્ય ભાસ્કર પ્રેસ પાસે મગર ચઢી આવી હતી
જેને વનવિભાગે રેસ્કયુ કરી સહિ સલામત રીતે ડેમમાં છોડી દીધી હતી. દરમિયાન
જીઆઇડીસી સ્થિત ઇગલ ગણપતિ મંદિરના હોજમાં મગરે દેખા દીધી હતી. 3 દિવસથી મગર
આ હોજમાં હતો. આ અંગેની વન વિભાગને જાણ કરતા ઇન્દ્રેશ્વરના રાઉન્ડ
ફોરેસ્ટર યુ. જે.ડાકી, આરએફઓ એમ.બી. આંબલીયાના માર્ગદર્શનમાં સંજયભાઇ
ગોસ્વામી, ટ્રેકર અસલમભાઇ, નલાભાઇ, હિતેશભાઇ વગેરેએ કામગીરી હાથ ધરી હતી.
ટ્રેકર ટીમે હોજનું પાણી ખાલી કરી 3 ફૂટની લંબાઇ ધરાવતી માદા મગરનું
રેસ્ક્યુ કરી તેને સહિ સલામત રીતે હસ્નાપુર ડેમમાં છોડી મૂકી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-crocodile-was-rescued-at-hasnapur-dam-065009-5346113-NOR.html
No comments:
Post a Comment