- દોઢ માસ પહેલાં આવેલ 3 બાયસનનાં મોત
- કિડની અને લીવરમાં ઇન્ફેક્શન થતા મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તારણ
Divyabhaskar.com
Aug 14, 2019, 09:53 AM ISTસંવર્ધન કરે તે પહેલા બાયસન મોતને ભેટ્યા
સક્કરબાગ ઝૂ પાસે રહેલા બાયસનનું મૈસુરના બાયસન સાથે મેટીગ કરાવવાનું હતું પરંતુ તે પહેલા મૈસુરના બાયસન બિમાર પડતા મેટીગ થઇ શક્યું નહી. જો મેટીગ થયું હોત તો ઝૂ રહેલા બાયસનને પણ ઇન્ફેક્શન થવાની શક્યતા સર્જાત. મૈસુરથી આવેલા ત્રણેય બાયસન ઉપર 24 કલાક દેખરેખ રાખવામાં આવતી હતી. તેમ છતાં પણ માત્ર દોઢ મહિનામાં જ ત્રણેય બાયસનના મોત થતાં મૈસુર ઝૂને જાણ કરી છે અને રીપ્લેસ માટે વધુ ત્રણ બાયસન આપવાનું જણાવ્યું છે. મૈસુરથી આવેલા ત્રણેય બાયસનના મોતના રીપોર્ટમાં કિડની અને લીવરમાં ઇન્ફેક્શન થયુ હોવાનું જાણવા મળી રહ્યુ છે અને અન્ય કોઇ કારણથી જ મોત થયુ નથી.
-અભિષેક કુમાર, સક્કરબાગ ડાયરેક્ટર
જૂનાગઢના ઝૂમાં બસ સેવા બંધ કરી હવે બેટરીવાન શરૂ કરાશે
જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એશીયાઇ સિંહોનું મુખ્ય કેન્દ્ર છે. આશરે 198 એકરમાં ફેલાયેલા આ પ્રાણી સંગ્રહાલયમાં તૃણભક્ષી, રાની, સરીસૃપ સહિતના મોટા પ્રાણીઓ જોવા મળે છે. સક્કરબાગ ઝુ ના પ્રાણીઓને જોવા માટે બસ સેવા ઉપલબ્ધ છે પરંતુ આ બસના કારણે પ્રદુષણ ફેલાતું હોય અને ઘોંઘાટ થતો હોવાના કારણે બસ સેવા બંધ કરી 8 વ્યક્તિઓ બેસી શકે એવા 2 અને 4 વ્યક્તિઓ બેસી શકે તેવા 2 બેટરીવાળા વાન લાવવામાં આવશે. આ બેટરીવાન રાજકોટમાં તૈયાર થઇ રહ્યા છે
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/sakkarbagh-will-again-have-3-bison-from-mysore-zoo-1565756887.html
No comments:
Post a Comment