લીલીયા2 દિવસ પહેલા
- વડાળમાં અંતિમવિધી કરાઇ જેથી લાેકાેમાં ભારે કચવાટ
લીલીયા પંથકની ગૌરવશાળી સિંહણ રાજમાતાનુ તાજેતરમા મોત નિપજયું હતુ. જેને પગલે આ વિસ્તારના સિંહપ્રેમીઓમા શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. ત્યારે સિંહણ રાજમાતાની સ્મૃતિમા અહી સ્મારક બનાવવા આયોજન હાથ ધરાયુ છે.
વર્ષ
2000મા શેત્રુજી નદીના બેલ્ટ પર ચાલીને આવી ક્રાંકચ તેમજ આસપાસના
વિસ્તારમા રહેઠાણ બનાવી સિંહણ રાજમાતાએ અહી વસવાટ શરૂ કર્યો હતો. હાલમા આ
પંથકમા 43 જેટલા સાવજો વસવાટ કરી રહ્યાં છે. આ સિંહણે આ પંથકની દેશ
દુનિયામા ઓળખ ઉભી કરી ગૌરવ અપાવ્યું હતુ. સિંહણ રાજમાતાએ 15મી ઓગષ્ટના રોજ
વડાળ એનીમલ કેર સેન્ટરમા અંતિમ શ્વાસ લીધો હતો.જો કે તેમની અંતિમવિધી
વડાળમા જ કરાતા લોકોમા કચવાટ જોવા મળ્યો હતો. ત્યારે આ સિંહણ રાજમાતાનુ અહી
સ્મારક બનાવવા સ્થાનિક પર્યાવરણપ્રેમી મહેન્દ્રભાઇ ખુમાણ, મનેાજભાઇ જોષી
વિગેરેએ આયોજન હાથ ધર્યુ છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/liliya/news/a-memorial-will-be-erected-in-lilia-in-memory-of-the-lion-princess-127664862.html
No comments:
Post a Comment