અમરેલી25 દિવસ પહેલા વીડિયો
- સિંહોના આતંકથી રાત્રે ખેડૂતો પોતાની વાડીએ પણ જઇ શકતા નથી
અમરેલી જિલ્લાના ચલાલામાં સિંહ પરિવારના આંટાફેરા જોવા મળ્યા છે. સિંહો ખોરાકની શોધમાં ઘણી વખત રહેણાંક વિસ્તારમાં આવી ચડતાં હોય છે. ત્યારે ગત રાતે સિંહો શિકારની શોધમાં બજારમાં ઘૂસ્યા હતા. રસ્તા પર રઝળતી ગાય પાછળ સિંહે દોટ લગાવી હતી. જેથી અફરાતફરી મચી ગઇ હતી. જે ઘટના CCTVમાં કેદ થઈ હતી. વાઈરલ થયેલો આ વીડિયો ચલાલાના સ્ટેશનપરા વિસ્તારનો છે. સિંહોના આતંકથી રાત્રે ખેડૂતો પોતાની વાડીએ પણ જઇ શકતા નથી. તેમજ ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સાંજ પડેને ગામના લોકોએ પોતાના ઘરમાં જ પૂરાય રહેવું પડે છે.
મચ્છરોના ત્રાસની સિંહો પરેશાન
મહત્વનું
છે કે ચોમાસાની ઋતુમાં ગીર આસપાસના વિસ્તારોમાં માખી–મચ્છર અને અન્ય જીવ
જંતુઓ ખૂબ હોય છે. જેને કારણે સિંહો મચ્છરથી પરેશાન થઈ ગયા છે. જીવ જંતુઓના
ત્રાસના કારણે સિંહો વધારે પડતા રેવન્યૂ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે અને
થોડી થોડીવારે તેઓ જગ્યાઓ બદલતા રહે છે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/lion-family-come-in-chalala-and-this-picture-caught-in-cctv-127590654.html
No comments:
Post a Comment