અમરેલી22 દિવસ પહેલા
- મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી
- વન વિભાગની ટીમે દીપડાની શોધખોળ હાથ ધરી
શેત્રુંજી વિભાગમાં આવેલા મહુવા રેન્જમાં નાના ખુટવાડા 2 ગામે દીપડાએ મહિલા પર હુમલો કર્યો હતો. લીલાબેન ભરતભાઈ મકવાણા (ઉં.વ.42) નામની મહિલાના ચહેરા પર પંજા મારી દેતા લોહીલૂહાણ બની હતી. આ ઉપરાંત હાથ અને માથાના ભાગે પણ ઈજા પહોંચી છે. દીપડાના હુમલાથી મહિલાએ બચવા દીપડા સાથે બાથ ભીડી હતી. મહિલાએ બૂમો પાડતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને દીપડો મહિલાને છોડી જતો રહ્યો હતો.
મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી
દીપડાના
હુમલાથી મહિલા લોહીલૂહાણ બનતા લોકોએ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડી
હતી. બાદમાં વન વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી હતી. વન વિભાગે દીપડાને
પકડવા માટે શોધખોળ હાથ ધરી છે. થોડા દિવસ પહેલા તલાલા તાલુકાના વીરપુર
ગામમાં માનવભક્ષી દીપડાએ નિવૃત શિક્ષકને ફાડી ખાધા હતા. જેથી ગ્રામજનોએ વન
વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી હતી. વન વિભાગે દીપડાને પકડવા માટે ગામમાં
અને ગામની બહાર અલગ અલગ વિસ્તારોમાં 4 જેટલા પાંજરા મૂક્યા હતા. વન વિભાગની
બે દિવસની જહેમત બાદ એક દીપડો પાંજરે પુરાયો હતો.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/leopard-attack-on-woman-so-her-injured-near-mahuva-127600892.html
No comments:
Post a Comment