વિસાવદર8 દિવસ પહેલા
- સ્થાનિક લેવલે ફરિયાદ છત્તાં તપાસ ન થતા વડાપ્રધાન, રાષ્ટ્રપતિને ફરિયાદ કરેલી
વિસાવદર વન વિભાગના જૂના ક્વાર્ટરના કૌભાંડમાં છેક દિલ્હીથી તપાસના આદેશ થતા ભ્રષ્ટાચારી અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે. આ અંગે મળતી વિગત મુજબ વિસાવદરના ડાક બંગલા ખાતે આવેલ વન વિભાગની ઓફિસ અને ક્વાર્ટર અત્યંત જર્જરિત થતા તેને તોડી પાડવામાં આવ્યા હતા. જોકે, બાદમાં તેનો કાટમાળ વન વિભાગના અેક અધિકારીના ઉમરાળા ગામે આવેલ ફાર્મ હાઉસ ખાતે સરકારી વાહનમાં લઇ જઇ કૌભાંડ કરવામાં આવ્યું હતું.
આ
અંગે વિસાવદરના ભરતભાઇ કે. ચૌહાણે મુખ્યમંત્રી અને વન વિભાગના ઉચ્ચ અધિકારી
સુધી ફરીયાદ કરી હતી. બાદમાં તપાસ એસીએફ વાઘેલાને સોંપવામાં આવી હતી.
દરમિયાન ફરિયાદી ભરતભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, 10 જીબીનું વિડીયો
રેકોર્ડીંગ સાથે પુરાવા આપ્યા હતા. સરકારી વાહન, નંબર, જીપીએસ લોકેશન વગેરે
પણ જણાવ્યું હતું. જોકે, ફરિયાદીને સંતોષકારક તપાસ થઇ હોવાનું ન લાગતા આ
મામલે રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાનને ફરિયાદ કરી હતી. બાદમાં દિલ્હીથી તપાસ
કરવાના આદેશ છૂટતા ગાંધીનગર ખાતેના ઉચ્ચ અધિકારીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો
છે. આમ, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના આદેશ બાદ કડક તપાસ કરવામાં આવનાર હોય
અનેકના તપેલા ચડી જવાની ભિતી હોય ભ્રષ્યાચારીઓના પગ તળેથી ધરતી સરકી રહી
છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/visavadar/news/delhi-orders-probe-into-visavadar-forest-departments-debris-scam-127646271.html
No comments:
Post a Comment