Bhaskar News, Junagadh
Wednesday, November 14, 2007 23:49 [IST]
મેડિકલ સુવિધા તથા લાઇટની વ્યવસ્થા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ માગ
ભવ્ય જૉગન્દર સમાન ગરવા રિગનારની પૌરાણીક પરંપરાગત પરિક્રમાને આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે ઠેર ઠેરથી ઉમટી પડતા શ્રઘ્ઘ્ાાળુઓની સુવિધાઓ માટે તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ચુકયો છે. આ અંગે ભારત સાધુ સમાજે પરિક્રમાર્થીઓની આરોગ્ય વિષ્ાયક સુવિધા જાળવવા માટે તંત્રને અપીલ કરી છે.
ગિરનારની પવિત્ર પરિક્રમામાં ઠેર ઠેરથી ભાવિકો ઉમટી પડશે ત્યારે ભારત સાધુ સમાજના ગોપાલાનંદજી તથા તનસુખગીરીબાપુએ જિલ્લા મેજીસ્ટ્રેટને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, મજેવડી દરવાજાથી ભવનાથ તળેટી સુધીનાં અત્યંત બિસ્માર હાલતમાં રહેલા માર્ગને તાત્કાલીક રીપેર કરવાની જરૂર છે. તથા દુધેશ્વરથી રૂપાયતન સુધીના રસ્તામાંથી પથ્થરો અને માટી દુર કરી આ રસ્તાને પણ રીપેર કરવાની આવશ્યકતા છે.
ઉપરાંત પરિક્રમાનાં કેટલાક રસ્તાઓ ઉપર નિશાન કરવાની સાથે ઉરચ કક્ષાએથી સમગ્ર પરિક્રમા માર્ગનું વહેલામાં વહેલી તકે નિરિક્ષણ થવું જૉઇએ. તેમજ ઉમટી પડતા લાખો ભાવિકો માટે પરિક્રમા દરમિયાન કોઇ આકસ્મીક દુઘટર્ના સજાર્ય તો તેને પહોંચી વળવા માટે તાત્કાલીક ઇમરજન્સી સુવિધા કરવી જરૂરી છે. તેમજ જંગલ અને ગિરનારની સીડી ઉપર લાઇટની વ્યવસ્થીત વ્યવસ્થા કરવાની પણ તાતી જરૂરીયાત છે.
ફાયર ફાઈટર ઉપલબ્ધ રાખવા સૂચના અપાઈ
પરિક્રમા દરમિયાન આગ, અકસ્માત કે કોઇ અનિરછનીય બનાવના નિવારણ માટે બે અગિ#શામક ફાયટરો, એક જે.સી.બી. ઉપલબ્ધ રાખવા અને રાહદારી તથા વાહનની અવર-જવર વાળા રસ્તાઓ ઉપર હવાના પ્રદુષ્ાણને અટકાવવા પાણીનાં છંટકાવ માટે સબંધિતોને સુચનાઓ આપવામાં આવી છે.
પરિક્રમાના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ
પરિક્રમામા આવતા ભાવિકો માટે આગોતરૂ આયોજન કરવા જિલ્લા કલેકટર અશ્વીનીકુમારના અઘ્યક્ષ્સ્થાને સમિક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ઓટોરીક્ષાના દરો સ્ટેન્ડ થી ગિરનાર તળેટી સ્થળ ઉપરના નકકી કરેલા ભાડા દર રીક્ષા પર પ્રદર્શિત કરવા, રીક્ષા ભાડુ નિયત દર કરવા વધારે ન લેવા તેમજ મોબાઇલ ટોયલેટની સુવિધા ઉભી કરવા, પરિક્રમાર્થીઓને પીવાનું કલોરીનેશન થયેલું શુઘ્ધા પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા તથા યાત્રાળુઓના આરોગ#ે હાનીકારક હોય તેવા ફરસાણ, વાસી કે પડતર ફળો તથા અખાધ ખાણી-પીણીની વસ્તુઓ ન વહેંચાય તેની તકેદારી રાખવામાં આવશે.
Source: http://www.divyabhaskar.co.in/2007/11/14/0711142352_lili_parikrama.html
Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.
Friday, November 16, 2007
ગુજરાત માટે દુર્લભ હિમાલયનું પક્ષી જામનગર પાસે જોવા મળ્યું

Bhaskar News, Jamnagar
Friday, November 16, 2007 00:14 [IST]
૨૭ વર્ષ પૂર્વે હિંગોળગઢમાં દેખાયું હતું : પક્ષીવિદ્દોમાં રોમાંચ
birdઉત્તર ધ્રુવના કાતિલ શિયાળાથી બચવા માટે સાઈબીરિયા થઈને યાયાવા પક્ષીઓ મોટી સંખ્યામાં ગુજરાતમાં શિયાળો ગાળવા આવી પહોંરયા છે. ત્યારે ગુજરાતમાં જવલ્લેજ જોવા મળતું હિમાલયનું વ્હાઈટ કેપ્ડ બન્ટીંગ નાયક અલભ્ય ચકલી તાજેતરમાં સૌરાષ્ટ્રમાં નજરે ચઢી હતી. આ પક્ષી અગાઉ ૨૭ વષ્ાર્ પહેલા એટલે કે, ૧૯૮૦ના અરસામાં જસદણના હિંગોળગઢમાં દેખાયું હતું. ત્યારબાદ દિવાળી પૂર્વે જામનગર જિલ્લામાં જોડિયા ભૂંગા પાસે જોવા પામ્યું હતું.
જામનગરના પક્ષીવિદ અર્પિત દેવમૂરારીના જણાવ્યા મુજબ હિમાલય અને તેના મેદાનોમાં જોવા મળતી આ ચકલી રાજસ્થાન સુધી પણ આવતી નથી ત્યારે આ વખતે જામનગર જિલ્લા સુધી આવી પહોંચી છે તે પક્ષીપ્રેમીઓ માટે વિસ્મયકારી ઘટના ગણી શકાય.
વ્હાઈટ કેપ્ડ બન્ટીંગ પક્ષી એમ્બેરીઝા સ્ટિવાર્ટી તરીકે ઓળખાય છે. જોડિયા ભૂંગા પાસેના ઢીંચરામાં આ પક્ષીના બે જોડાં દેખાયા હતા જેની તસ્વીરો પણ અર્પિત દેવમૂરારીએ ખેંચી હતી. તેમના જણાવ્યા મુજબ ગુજરાત માટે આ રેર કહી શકાય તેવું પક્ષી છેક જામનગર જિલ્લા સુધી કેવા સંજોગોમાં પહોંરયું તે પણ એક કોયડો છે, આ પક્ષીનો ખોરાક મુખ્યત્વે ઘાસમાંથી મળતું ચણ છે.
તેમના વધુમાં જણાવ્યા મુજબ આ પક્ષી સામાન્ય રીતે અફઘાનિસ્તાન, ઈરાન, કઝાખિસ્તાન, કર્ગીસ્તાન, નેપાળ, પાકિસ્તાન, તજકીસ્તાન, બુર્કમેનીસ્તાન તથા ઉઝબેકીસ્તાનમાં મળી આવે છે. ઘાસના મેદાનો અને જંગલમાં આવાસ ધરાવતું આ પક્ષીના બે નર અને બે માદા જામનગરના જોડિયા ભૂંગા પાસે ઢીચડામાં દેખાયા હતાં. અગાઉ આ પક્ષીઓ હિંગોળગઢમાં દેખાયાનું જાણીતા પક્ષીવિદ લવકુમાર ખાચરે નોંઘ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/2007/11/16/0711160033_himalays_bird.html
ગિરનાર પરિક્રમાના આગોતરા આયોજન માટે વહિવટી તંત્રની સમીક્ષા બેઠક મળી
જૂનાગઢ,તા.૧૩
આગામી તા.ર૧ થી શરૂ થઈ રહેલી ગિરનારની પવિત્ર પરિક્રમાના આગોતરા આયોજન માટે ગઈકાલે વહીવટીતંત્રની એક બેઠક મળી હતી. જેમાં યાત્રીકોની નાનામાં નાની જરૂરીયાતથી માંડી તમામ પ્રકારની સુવિધા જળવાઈ રહે તથા જંગલ અને પર્યાવરણનું પણ રક્ષણ થાય તે દિશામાં કાર્યવાહી કરવા માટે સબંધિત વિભાગોને જીલ્લા કલેકટરે જરૂરી સુચનાઓ આપી હતી. પરિક્રમા દરમ્યાન યાત્રીકો માટે એસ.ટી.૧૩૦ બસો મુકશે જયારે રેલ્વે પણ ટ્રેનોમાં વધારાના કોચ જોડશે.
ગિરનાર પરિક્રમાના આગોતરા આયોજન માટે મળેલી સમીક્ષા બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી જીલ્લા કલેકટર અશ્વિનીકુમારે રીક્ષાઓના ભાડા નક્કી કરવા, મોબાઈલ ટોઈલેટની સુવિભા ઉભી કરવા, પરિક્રમા દરમ્યાન કલોરીનેશન થયેલુ પીવાનું શુધ્ધ પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવા, યાત્રાળુઓના આરોગ્ય માટે હાનીકારક એવો વાસી અને અખાદ્ય ખોરાક ન વહેંચાય તેની તકેદારી રાખવા, ખરાબ પાણી ઉપયોગમાં ન લેવાય ધ્યાન રાખવા અને પ્રવાહી તથા ખાદ્ય પદાર્થો પ્લાસ્ટીકની થેલીઓમાં ન વહેંચાય તેના પર પુરતુ ધ્યાન આપવા માટે ઉપસ્થિત અધિકારીઓને સુચનાઓ આપી હતી.
પરિક્રમામાં ઉ
Continue >
ટી પડતા શ્રધ્ધાળુઓને ભવનાથ તળેટી સુધી લઈ જવા માટે એસ.ટી. દ્વારા ૧૩૦ બસો મુકવામાં આવશે. તેમજ પરિક્રમાર્થીઓના આવવાના અને જવાના સમયે રેલ્વે દ્વારા ટ્રેનોમાં વધારાના કોચ પણ જોડવામાં આવશે. પરિક્રમા દરમ્યાન રસ્તા પર વિજપુરવઠો સતત જળવાઈ રહે, પાણીનો બગાડ અટકાવવા અને જંગલને કે વન્ય પ્રાણીઓને નુકશાન ન થાય તેનું ધ્યાન રાખવા આ બેઠકમાં ખાસ સુચનાઓ આપવામાં આવી હતી.
ઉપરાંત ગિરનારના પગથીયા પરથી પેશકદમી હટાવવા, આગ - અકસ્માત જેવા બનાવોને બહોચી વળવા બે ફાયર ફાઈટરો અને એક જે.સી.બી. તૈનાત રાખવા તથા હવાના પ્રદુષણને અટકાવવા માટે રસ્તા પર પાણીનો છંટકાવ કરવા પણ સબંધિત વિભાગોને કલેકટર અશ્વિનીકુમારે સુચનાઓ આપી હતી. આ બેઠકમાં ડી.ડી.ઓ. જયપ્રકાશ શિવહરે, એસ.પી. શૈલેષ કટારા, જીલ્લા પુરવઠા અધિકારી શ્રી બોર્ડર, અંબાજી મહંત તનસુખગીરીજી, મહંત ગણપતગીરીજી, ડી.એસ.સી.પંકજ ઓંધીયા, સિવિલ સર્જન ડો.મકવાણા, જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જેસલપુરા સહિતના જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પરિક્રમા દરમ્યાન નિયમોના ચુસ્ત પાલન દ્વારા વહીવટી તંત્રને સહકાર આપવા માટે યાત્રાળુઓને પણ કલેકટરે અપીલ કરી છે.
Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=34920&Keywords=Sorath%20gujarati%20news

Aajnu Aushadh.
ચોસઠ પ્રહરી પીપર
આયુર્વેદિય ઔષધ પીપરને આપણે ગુજરાતીમાં લીંડીપીપર કહીએ છીએ. ઉત્તમ પ્રકારની લીંડીપીપર ગણદેવી અને વલસાડ તરફ થાય છે. આ લીંડીપીપરને ચોસઠ પ્રહર સુધી ખૂબ જ લસોટવાથી જે સૂક્ષ્મ બારીક ચૂર્ણ થાય તેને આયુર્વેદમાં ‘ચોસઠ પ્રહરી પીપર’ કહે છે અને લગભગ બધી જ ફાર્મસીઓ બનાવતી હોય છે. બજારમાં ઉપલબ્ધ છે. ચોખાના દાણા જેટલું અથવા ચણાના દાણા જેટલું આ ચૂર્ણ એક ચમચી જેટલા મધમાં મિશ્ર કરીને સવારે, બપોરે અને રાત્રે લેવામાં આવે તો અરુચિ, ઉધરસ, શ્વાસ, શરદી, એલર્જી, હેડકીમાં ફાયદો થાય છે અને ગળોના રસ સાથે લેવાથી હૃદયના રોગો, હાઈ કોલેસ્ટેરોલ, મેદોરોગ, કમળો, ક્ષય, વરાધ, ઇઓસોનોફિલિયા, જીર્ણજ્વર, અરુચિ અને અગ્નિમાંદ્ય મટે છે. કફનાશક ઉત્તમ ઔષધોમાં લીંડીપીપરની ગણતરી થાય છે.

Thursday, November 8, 2007
ભૂકંપ સાથે ગીરની જમીનમાંથી ભેદી અવાજ આવતાં લોકોમાં ભય
Bhaskar News, Rajkot
Wednesday, November 07, 2007 01:57 [IST]
ખાંભા, લીમધ્રા, સતાધાર સહિતના ગામોમાં ગડગડાટી
આજે વહેલી સવારથી સાસણ-તાલાળા પંથકને ભૂકંપે હચમચાવ્યા બાદ આખો દિવસ નાના મોટા આંચકાઓ આવતા રહ્યા હતા. પરંતુ બપોરે ૩-૦૮ વાગ્યે આવેલા આંચકાએ ગીર જંગલ કાંઠાના ગામોના રહેવાસીઓને ગભરાવી દીધા હતા. આંચકા સમયે ગીરના જંગલમાંથી આવતા પ્રચંડ અવાજથી લોકો ગભરાઈ ગયા હતા અને ઘર બહાર દોડી આવ્યા હતા.
આજે બપોરે ૩-૦૮ વાગ્યે જયારે નોંધપાત્ર રીકટર સ્કેલનો આંચકો આવ્યો ત્યારે ગીરના જંગલમાંથી ભૂગર્ભીય હિલચાલનો બહુજ પ્રચંડ અવાજ આવવાનું શરૂ થયું હતું. ગીર કાંઠાના ગામોના લોકોએ કદી આવો અનુભવ કર્યોન હોવાથી તમામ લોકો ઘર બહાર દોડી આવ્યા હતા.
સાસણ પાસે આવેલા રતાંગ ગામના રહીશ ભૂપતભાઈ પાઠક અને તેના પુત્ર નીતિન પાઠકે જણાવ્યું હતું કે, બપોરે ત્રણ વાગ્યે જયારે આંચકો આવ્યો ત્યારે એક બાજુ ગામના મકાન ધણધણવા માંડયા હતા અને બીજી બાજુ ગીરના જંગલમાંથી ભૂગર્ભીય હિલચાલની બહુ જ મોટી ગડગડાટી સંભળાવા માંડતા અમે ગભરાઈ ગયા હતા. કારણ કે ભૂકંપ સમયે અમે આવો અવાજ કદી સાંભળ્યો નથી.
આ જ ગામના ૭૦ વર્ષીય છગનભાઈ કોળીએ કહ્યું હતું કે આટલા વર્ષમાં ભૂકંપ ઘણા જૉયા પરંતુ ગીરના જંગલમાંથી આજે આવેલી ભેદી ગડગડાટી જિંદગીમાં કયારેય સાંભળીનથી, થોડીવાર માટે તો ચિંતામાં મુકાઈ ગયા હતા કે શું થઈ રહ્યું છે ?
આ ઉપરાંત લીમધ્રા, ખાંભા, હરિપુર, લીલિયા, સાસણ, સતાધાર, પીયાવા સહિતના કેટલાય ગામોમાં આ ભેદી ગડગડાટી સંભળાઈ હતી.આ ભયાનક અવાજ સાંભળીને લોકોના જીવ તાળવે ચોંટયા હતા.
Source: http://www.divyabhaskar.co.in/2007/11/07/0711070159_earthquake_gir.html

વન વિભાગના પંદરથી વધુ અધિકારી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ
Bhaskar News, Baroda
Thursday, November 08, 2007 03:27 [IST]
વિધાનસભાની ચૂંટણીના પગલે કડક આચારસંહિતાના થઇ રહેલા પાલન વરચે વન વિભાગમાં એક જ જિલ્લામાં ચાર વર્ષથી વધુ નોકરી કરી રહ્યા હોય તેવા પંદરથી વધુ અધિકારીઓની સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થતાં ભારે હોબાળો મચી ગયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજય સરકારના વન વિભાગમાં એક જિલ્લામાં ચાર વર્ષથી વધુ નોકરી કરતા હોવાની ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ થઇ છે. પંચમહાલ જિલ્લામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર કક્ષાના પંદરથી વધુ અધિકારીઓ ચાર વર્ષથી વધુ સમય સુધી નોકરી કરતા હોવાની ફરિયાદ થઇ હતી.
તેમાંના કેટલાક અધિકારીઓ તો રાજકીય પક્ષની સાથે સીધા સંકળાયેલા હોવાના પણ આક્ષેપો થયેલા છે. તેમાંના કેટલાક તો વીસ વર્ષથી વધુ સમયથી એક જ સ્થળે નોકરી કરી રહ્યા છે, તેમજ કોઇ પણ ચૂંટણી હોય, તેમાં તેમની ભૂમિકા રહેલી હોવાનો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આચારસંહિતાનો અમલ થયો હોવા છતાં આ અધિકારીઓના આશીર્વાદથી વન વિભાગની કચેરીઓ તથા ગેસ્ટ હાઉસની રૂમોનો રાજકીય પક્ષોની બેઠક માટે ઉપયોગ થતો હોવાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ફરિયાદના આધારે વનવિભાગમાં ભારે હોબાળો મચી ગયો છે. તેમાં ખાસ કરીને વડોદરા, નર્મદા, પંચમહાલ તથા દાહોદ જિલ્લાની વનવિભાગની કચેરીમાં ચીટકી રહેલા અધિકારીઓની યાદી પણ ચૂંટણી પંચ તરફથી મંગાવવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે.
ગોધરા ખાતેથી મળતાં અહેવાલ મુજબ કલેકટર મિલિન્દ તોરવણેએ જણાવ્યું હતું કે, ચાર વર્ષથી વધુ સમય સુધી એક જ જિલ્લામાં નોકરી કરી હોવાની વિગતો ચૂંટણી પંચ તરફથી મંગાવવામાં આવી હતી. પરંતુ આવા અધિકારીઓની સામે કોઇ પગલાં લેવામાં આવ્યા હોય કે તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી હોય તે અંગેની કોઇ જ જાણકારી નથી. જયારે ડીએફઓ એસ.પી.જાનીએ આ બાબતે તદૃન અજાણ હોવાનો એકરાર કર્યોહતો.
દાહોદ ખાતેથી મળેલા અહેવાલ મુજબ જિલ્લાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર વનવિભાગના એક અધિકારી, ૧૨થી ૧૩ શિક્ષકો તથા બે તલાટી સામે આચારસંહિતા અંગેની ફરિયાદ મળેલી છે. જે અંગે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.જયારે ડીએફઓ આર કે સુગુરે જણાવ્યું હતું કે, મને સોંપવામાં આવેલી તપાસના આધારે માહિતી જિલ્લા કલેકટરને સુપરત કરી દીધી છે.
Source:

જંગલખાતાની કચેરી સામે કાલે કિસાનોના ધરણા
જૂનાગઢ,તા.૭:
ગીર જંગલની બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વસતા કિસાનોના જંગલખાતાને લગતા પ્રશ્નો બાબતે વિસાવદર તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા આગામી તા.૯ ના રોજ દિવાળીના દિવસે જ વિસાવદરની જંગલખાતાની ઓફીસ સામે ધરણા યોજાશે. જેમાં ખેડુતોના ઉભા પાકને જંગલી પશુઓ દ્વારા થતી નુકશાનીનું યોગ્ય અને પુરતુ વળતર આપવાની સાથે આ દિશામાં યોગ્ય પગલા લેવા સહિતની માંગણીઓ માટે ધરણાનો આ કાર્યક્રમ યોજાશે.
જંગલખાતાને લગતા પ્રશ્નો અને ધરણાના કાર્યક્રમ વિશે ભારતીય કિસાન સંઘના વિસાવદર તાલુકાના પ્રમુખ ગોગનભાઈ પાનસુરીયા અને મંત્રી ચંદુભાઈ ઠેબરીયાએ વિસાવદરના આર.એફ.ઓ.ને પાઠવેલા એક પત્રમાં જણાવ્યુ છે કે દિવાળીના દિવસે જ તા.૯ ના રોજ સવારે ૧૦ વાગ્યે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડુતોના વિવિધ પ્રશ્નો બાબતે કિસાનો જંગલખાતાની ઓફિસા સામે જ ધરણા કરશે.
ખેડુતોના ઉભા પાકને ભયંકર નુકશાન કરતા જંગલી પ્રાણીઓથી ખેડુતોને રક્ષણ આપવા વનખાતુ યોગ્ય પગલા ભરે તેવી માંગણી સાથે પત્રમાં જણાવાયુ છે કે જો આવા પશુઓથી ખેડુતો બચવાનો પ્રયાસ કરે અને તેમાં જંગલી પશુઓને નુકશાનાય તો ખેડુતો નાહકના દંડાય છે. માટે આ બાબતે વનખાતુ સત્વરે યોગ્ય પગલા ભરે. તેમજ ખેડુતોના કોઈ પશુઓ વન્ય પ્રાણીના શિકારનો ભોગ બને ત્યારે ખેડુતોને પશુની બજાર કિંમત કરતા ૧૦ ગણુ ઓછુ વળતર ચુકવાય છે. જે પુરેપુરૂ મળવુ જોઈએ.ઉપરાંત જંગલમાંથી નિકળતા જાહેર રસ્તાઓ વનખાતાએ બંધ કરી દીધા છે. તો આવા રસ્તાઓમાં તારની ફેન્સીંગ કરી સત્વરે રસ્તાઓ ખુલ્લા કરવાની માંગણી સાથે ઈકો ડેવલપમેન્ટ હેઠળ અને અન્ય ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરતા તેની તપાસ કરવાની અને અન્ય ભ્રષ્ટાચાર તથા ગેરરીતીઓની તપાસ કરવાની માંગણી પણ પત્રમાં કરવામાં
આવી છે.તેમજ જંગલમાં ઝાડ કાપવામાં અંદરો અંદરની જ સંડોવણી હોવાના વધુ એક આક્ષેપ સાથે તેની કડક અને નિષ્પક્ષ તપાસ અને જંગલના ખેતરના રસ્તાઓ રિપેર કરવા, વિજ જોડાણ માટે થાંભલાઓ નાખવાની, નાના ચેકડેમો બનાવવાની માંગણી પણ અંતમાં કરવામાં આવી છે. આ તમામ માંગણીઓને અનુલક્ષીને તા.૯ ના રોજ ધરણાનો કાર્યક્રમ આપવામાં આવશે. જેમાં કિસાનોને ભાગ લેવા માટે પણ કિસાન સંઘ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Souce: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=33983&Keywords=Sorath%20gujarati%20news

Subscribe to:
Posts (Atom)