Friday, November 16, 2007

ગુજરાત માટે દુર્લભ હિમાલયનું પક્ષી જામનગર પાસે જોવા મળ્યું



Bhaskar News, Jamnagar
Friday, November 16, 2007 00:14 [IST]

૨૭ વર્ષ પૂર્વે હિંગોળગઢમાં દેખાયું હતું : પક્ષીવિદ્દોમાં રોમાંચ

birdઉત્તર ધ્રુવના કાતિલ શિયાળાથી બચવા માટે સાઈબીરિયા થઈને યાયાવા પક્ષીઓ મોટી સંખ્યામાં ગુજરાતમાં શિયાળો ગાળવા આવી પહોંરયા છે. ત્યારે ગુજરાતમાં જવલ્લેજ જોવા મળતું હિમાલયનું વ્હાઈટ કેપ્ડ બન્ટીંગ નાયક અલભ્ય ચકલી તાજેતરમાં સૌરાષ્ટ્રમાં નજરે ચઢી હતી. આ પક્ષી અગાઉ ૨૭ વષ્ાર્ પહેલા એટલે કે, ૧૯૮૦ના અરસામાં જસદણના હિંગોળગઢમાં દેખાયું હતું. ત્યારબાદ દિવાળી પૂર્વે જામનગર જિલ્લામાં જોડિયા ભૂંગા પાસે જોવા પામ્યું હતું.

જામનગરના પક્ષીવિદ અર્પિત દેવમૂરારીના જણાવ્યા મુજબ હિમાલય અને તેના મેદાનોમાં જોવા મળતી આ ચકલી રાજસ્થાન સુધી પણ આવતી નથી ત્યારે આ વખતે જામનગર જિલ્લા સુધી આવી પહોંચી છે તે પક્ષીપ્રેમીઓ માટે વિસ્મયકારી ઘટના ગણી શકાય.

વ્હાઈટ કેપ્ડ બન્ટીંગ પક્ષી એમ્બેરીઝા સ્ટિવાર્ટી તરીકે ઓળખાય છે. જોડિયા ભૂંગા પાસેના ઢીંચરામાં આ પક્ષીના બે જોડાં દેખાયા હતા જેની તસ્વીરો પણ અર્પિત દેવમૂરારીએ ખેંચી હતી. તેમના જણાવ્યા મુજબ ગુજરાત માટે આ રેર કહી શકાય તેવું પક્ષી છેક જામનગર જિલ્લા સુધી કેવા સંજોગોમાં પહોંરયું તે પણ એક કોયડો છે, આ પક્ષીનો ખોરાક મુખ્યત્વે ઘાસમાંથી મળતું ચણ છે.

તેમના વધુમાં જણાવ્યા મુજબ આ પક્ષી સામાન્ય રીતે અફઘાનિસ્તાન, ઈરાન, કઝાખિસ્તાન, કર્ગીસ્તાન, નેપાળ, પાકિસ્તાન, તજકીસ્તાન, બુર્કમેનીસ્તાન તથા ઉઝબેકીસ્તાનમાં મળી આવે છે. ઘાસના મેદાનો અને જંગલમાં આવાસ ધરાવતું આ પક્ષીના બે નર અને બે માદા જામનગરના જોડિયા ભૂંગા પાસે ઢીચડામાં દેખાયા હતાં. અગાઉ આ પક્ષીઓ હિંગોળગઢમાં દેખાયાનું જાણીતા પક્ષીવિદ લવકુમાર ખાચરે નોંઘ્યું હતું.

Source: http://www.divyabhaskar.co.in/2007/11/16/0711160033_himalays_bird.html

No comments: