Sunday, August 31, 2014

ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની જાહેરાત થઇ પણ રચના ક્યારે ?

Bhaskar News, Junagadh | Aug 29, 2014, 00:30AM IST

-પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી : અમલમાં આવે તો અનેક લાભ મળે

જૂનાગઢ: પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેક વર્ષ પહેલાં ગિરનાર ક્ષેત્રનાં વિકાસ માટે અલગથીજ ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચનાની જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી તેની રચના જ થઇ નથી. પરિણામે અત્યારે ગિરનાર અને ભવનાથ ક્ષેત્રનાં વિકાસ કામો પવિત્ર યાત્રાધામ વિકાસ ર્બોડ અને જૂનાગઢ મનપાને હસ્તક જ છે. ખાસ કરીને આ વિસ્તારનાં વિકાસ માટે જો અલાયદું તંત્ર અસ્તત્ત્વિ‌માં હોય તો તેના પર ઝડપથી કામગિરી કરી શકાય. અને યાત્રાધામની ગ્રાન્ટો, તેની વ્યવસ્થા, દરખાસ્તો, વગેરે બાબતો પર ધ્યાન રોજીંદું ધ્યાન આપી શકાય.

પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેક વર્ષ પહેલાં ગિરનાર અને ભવનાથ ક્ષેત્રનાં વિકાસ માટે અલગથીજ ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવાની જાહેરાત કરી હતી. જેમાં જિલ્લા કલેક્ટરને હોદ્દાની રૂએ અધ્યક્ષ બનાવવાની વાત હતી. જો રોપ-વે જેવી મહત્ત્વાકાંક્ષી યોજના સાકાર થાય તો પ્રવાસીઓનો પ્રવાહ બારેમાસ આવતો રહે. એ વખતે આ વિસ્તારની ઝીણવટભરી જરુરીયાતો, પ્રવાસીઓની જરુરીયાતો સહિ‌ત વિવિધ મામલે એક અલાયદું જ તંત્ર હોય તો તેના પર ધ્યાન આપી શકાય. તેના માટે ખાસ ફંડની ફાળવણી, તેની માંગણીની દરખાસ્તો, વગેરે થઇ શકે. પરંતુ ન.મો.એ જાહેરાત કર્યા બાદ રાજ્યનાં સત્તાવાર ગેઝેટમાં તેની પ્રસિદ્ધિ નથી કરી. પરિણામે હજુ ઓથોરિટી માત્ર સરકારી જાહેરાત પૂરતી જ સિમીત રહી ગઇ છે. જો આ ઓથોરિટીની રચના થાય તો ભવનાથ વિસ્તાર માટેનું મનપા તંત્ર પરનું કામનું ભારણ ઘણાં અંશે દૂર થઇ શકે. અને ઓથોરિટી હસ્તક આવી જતાં ભવનાથનાં રહેવાસીઓ તેમજ યાત્રિકોની સુખાકારીનાં કાર્યો ઝડપથી થઇ શકે.

રાજકીય પક્ષોએ આગળ આવવું પડે
જૂનાગઢ શહેરનો વિકાસ કરી શકાય એવા ઉજળા સંજોગો છે. ત્યારે આ બાબતે રાજકીય પક્ષો અને અગ્રણીઓએ એક થઇને મુદ્દો હાથ પર લેવાની જરુર છે. આ મામલે રાજકારણને બાજુ પર મૂકીને જૂનાગઢનાં હિ‌ત માટે આગળ આવવું હવે જરુરી બન્યું છે.

અનેક રજૂઆતો થઇ 'તી
ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી રાજ્ય સરકાર બનાવે અને તેની અમલવારી થાય એ માટે જૂનાગઢનાં પૂર્વ નગરસેવક શશીકાંત દવેએ અનેક વખત રાજ્ય સરકારને આ માટે પત્ર પાઠવીને રજૂઆત કરી હતી.

Saturday, August 23, 2014

સૌરાષ્ટ્રનો અદભૂત મહેલ, સાપની કેટલીય પ્રજાતિનું નિવાસ સ્થાન.

divyabhaskar.com | Aug 23, 2014, 12:14PM IST
સૌરાષ્ટ્રનો અદભૂત મહેલ, સાપની કેટલીય પ્રજાતિનું નિવાસ સ્થાન
(અભ્યારણ્ય તરીકે ઓળખાતા હિંગોળગઢ ગામે ટેકરી પર આવેલા ગઢની તસવીર)
 
> જસદણ નજીક આવેલ હિંગોળગઢ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે
> દરબાર વાજસુર ખાચરે હિંગોળગઢની સ્થાપના કરી હતી
> અભ્યારણ તરીકે ઓળખાતા હિંગોળ ગઢમાં દેશ વિદેશના પક્ષીઓ અને જુદી જુદી પ્રજાતીના સાપ જોવા મળે છે 


રાજકોટઃ રાજાશાહીમાં રાજા દુશ્મનોથી રક્ષણ મેળવવા પોતાના મહેલને ગઢની માફક બનાવતા હતા. આવો જ એક ગઢ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા હિંગોળગઢમાં બેનમૂન છે. હિંગોળગઢને સરકારે અભ્યારણમાં સમાવેશ કર્યો છે. આ સમગ્ર  વિસ્તાર જંગલમાં આવેલો છે ચોમાસામાં આ વિસ્તાર કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠે છે. ગઢને તે વખતના રાજવીએ ઉચા ડુંગરની ટેકરી ઉપર બનાવ્યો છે.

ગઢની સામેની બાજુ નીચે હિંગોળગઢનું પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર આવેલું છે. આ પ્રાકૃતિક  શિક્ષણ કેન્દ્ર વિશાળ  વિસ્તારમા ફેલાયેલું છે. અહી દૂર દૂરથી વિદ્યાર્થીઓ પ્રાકૃતિક શિક્ષણ મેળવવા આવે છે. કેન્દ્રમાં જુદી  જુદી પ્રજાતીના સાપ રાખવામાં આવે છે. તેમજ એક અજગર પણ છે. આજુબાજના વિસ્તારમાં પહાડી જંગલ વિસ્તાર હોવાથી રોઝ, નીલગાય, હરણ વગેરે તૃણભક્ષી પ્રાણીઓ વિહાર કરે છે. પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રની અંદર  રાત્રે રહી શકાય તે માટે ટેન્કો બનાવામાં આવી છે.
સૌરાષ્ટ્રનો અદભૂત મહેલ, સાપની કેટલીય પ્રજાતિનું નિવાસ સ્થાન
(ગઢની તસવીર)
 
આપણાં ભારતમાં ઘણાં મોટાં ગઢો આવેલા છે. તેમાં સૌરાષ્ટ્રની માથે સત્તરમી સદીમાં જ્યારે મુસ્લિમ રાજાઓની સેના ચડી આવતી ત્યારે લોકોના જાન-માલનું રક્ષણ કરવા કેટલાંક રાજવીઓએ સંરક્ષણની દ્રષ્ટિએ ગઢ બંધાવેલા હતા. તેમાં જસદણ દરબાર શ્રી વાજસુ ખાચરે તેના સમયે  'હિંગોળગઢ'ની રચના કરેલી  તે ખરેખર જોવા લાયક છે. રાજકોટ જિલ્લામાં આવેલો જસદણ તાલુકો. આ જસદણ ગામથી વિંછીયા જતાં રસ્તામાં ઊંચા ટેકરા પર એક ગઢ દેખાય છે. આ ગઢ એ જ હિંગોળગઢ. રાજકોટથી બોટાદ જતાં રસ્તામાં ૭૭ કિ.મી. દૂર અને જસદણથી ૧૮ કિ.મી. દૂર આ હિંગોળ ગઢ આવેલો છે. 
 
આ હિંગોળગઢની રચના કેવા અરસામાં થઇ તેનો થોડો ઈતિહાસ જાણવા જેવો છે. પંચાળ પંથકમાં કોલીથડ બાજુથી ભાકુંભાજી જાડેજાએ કોળીની વસતિને તગેડી મુકેલી જેને જસદણના ખાચર દરબારોએ આશરો આપીને પોતાના પંથકમાં વસાવેલી. કોળી-પટેલોની વસતિ એ જમાનામાં ભારે ખેપાની ગણાતી. આંખે અને પગે ઊપાડી જાય એવા અઠંગ તરકીબબાજો હતા. પરંતુ ઇ.સ. ૧૭૯૫ની આસપાસ ભોંયરા ગામ જે હાલ હિંગોળગઢની તળેટીમાં આવેલું છે. ત્યાંના ઓઢા ખાચરના દીકરા વાજસૂર ખાચરને જસદણની બાગડોર સંભાળવા વિનંતી કરી. સેલા ખાચરે ઘોડી અને તલવાર વાજસૂર ખાચરને  સોંપી જસદણની ગાદીએ બેસાડયા. વીર વાજસૂર ખાચર તે જમાનાના કાઠી સરદારોમાં મુખ્ય હતા. તેમણે અરાજક તત્વોને દાબીને જસદણના બેતાલીસ ગામોમાં શાંતિ સ્થાપી હતી.
સૌરાષ્ટ્રનો અદભૂત મહેલ, સાપની કેટલીય પ્રજાતિનું નિવાસ સ્થાન
(પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ટેકરી પર આવેલા ગઢની તસવીર)
 
પોતાના પંથકમાં લોકો સુખ-શાંતિથી જીવે એટલા માટે  રાજીવ વાજસૂરે જસદણ અને વીંછીયા વચ્ચે આવેલી મોતીસરીની વીડ તરીકે પંકાતા ઊંચા ટેકરા ઉપર જબરો ગઢ બાંધવાનું નક્કી કર્યું. પ્રથમ વખત કહેવાય છે કે જે ટેકરા પર ગઢ બાંધવાની વાજસૂર ખાચરે શરૂઆત કરેલી ત્યાં જામનગરના સેનાધપિતી મેરૂ ખવાસે જામ જસાજીને ચડાવીને ગાયકવાડી લશ્કરની મદદથી ગઢ તોડાવી પાડેલા તેમ છતાં વીર વાજસૂર ખાચર હતાશ બન્યા નહીં. 
 
જામ જસાજીના લગ્ન ધાંગધ્રાના પ્રધાન રાજા સાહેબ શ્રી ગજસિંહજીના કુંવરી બા સાથે થયા ત્યારે મિત્રાચારીનો હાથ લંબાવતા જસદણ બાજુ આવેલા આટકોટ ગામ જામ જસાજીએ હાથઘરણામાં ભેટ ધર્યું અને જામનગર સાથે જસદણની ભાઇબંધી પાકી થઇ. એક અવરોધ દૂર થયો એટલે ઇ.સ. ૧૮૦૧ની સાલમાં શુભ મુર્હતે વાજસૂર ખાચરે મોતીસરીની વીડના બીજા ડુંગર પર ગઢ બાંધવાની શરૃઆત કરી. શ્રી વાજસૂર ખાચર માતા હિંગળાજના ભક્ત હતા એટલે હિંગળાજ માતાનું અધિષ્ઠાન કરી હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું. સૌરાષ્ટ્રમાં આવો લડાયક ગઢ ભાગ્યે જ હશે.
સૌરાષ્ટ્રનો અદભૂત મહેલ, સાપની કેટલીય પ્રજાતિનું નિવાસ સ્થાન
(અભ્યારણ્યમાં હરણની તસવીર)
 
અનાજના મોટા કોઠારો, પાણીના મોટા ટાંકાઓ વગેરે દરેક જાતની સગવડો અહીં છે. લડાઇના વખતમાં આ કિલ્લો દરેક રીતે સંપૂર્ણ નિર્ભય બનાવે તેવી ઢબે બાંધેલો છે. કાઠિયાવાડમાં પાંચ ગઢમાં હિંગોળગઢ અડીખમ ઉભો છે. ગઢમાંથી એક કાંકરી પણ નથી ખરી. હિંગોળમાતાની મેડીમાં મોટા વાજસૂર ખાચરના હથિયારો તે વખતમાં રાખવામાં આવતા હતા. વીંછીયાથી આવતા સામા દેખાતા રાજહેલસમાં હિંગોળગઢની શોભા જોવા જેવી છે. ઝરૂખાઓ અને રંગબેરંગી કાચની બારીઓ તથા બારણાઓ ખુબ જ સુંદર લાગે છે.

જસદણના દરબાર આલાખાચર બીજા ચોમાસું બેસતાં જ અહીં ચાર માસ મુકામ કરતા અને દશેરાએ ધામધૂમથી માતા હિંગળાજની પૂજા કરતાં આ ગઢ બાંધવામાં આવ્યો ત્યારે ખુબ જ ગાઢ જંગલ હતું. મુખ્યત્વે ગોરડ, બાવળ, ગુગળ, કરોળી જેવા ઝાડ અને ટૂંકા ઘાસના વીડથી આખો વિસ્તાર છવાયેલો રહેતો. પરંતુ રેસીડન્સીના વખતમાં દુર્લક્ષને કારણે ઘણાં બધાં વૃક્ષો કપાઇ ગયા. પચીસ વર્ષ પહેલાં આ જંગલમાં પંચાળના પંથકના દીપડા, વરૃ, સુવ્વર, ચિંકારા, નીલગાય વગેરે સારી સંખ્યામાં પ્રાણીઓ હતા. મોટા પ્રમાણમાં જંગલ વિસ્તાર પાખો થઇ જવાથી પ્રાણીઓની સંખ્યા ઓછી થતી જાય છે.
સૌરાષ્ટ્રનો અદભૂત મહેલ, સાપની કેટલીય પ્રજાતિનું નિવાસ સ્થાન
(અભ્યારણ્યમાં સાપની જોવા મળતી દુર્લભ પ્રજાતિ)
 
છેલ્લાં દસેક વરસથી હિંગોળગઢ પક્ષીઓનાં શોખીનો માટે અનેરૃં ધામ બન્યું છે. પ્રાકૃતિક સંપત્તિથી ભરપુર હિંગોળગઢનો વિસ્તાર અનેક જાત-જાતનાં પંખીઓથી શોભી ઊઠે છે. ચોમાસા અને શિયાળામાં ખૂબ જ દૂરથી પંખીઓ અહીં આવે છે. ગુજરાત સરકારે આ વિસ્તાર અભયારણ્ય તરીકે જાહેર કર્યા બાદ પશુ-પંખીઓનો શિકાર કરવાની મનાઇ ફરમાવી. ખાસ કરીને હિંગોળગઢ પરિસરનું આખું  ય વાતાવરણ પક્ષીઓના કિલ્લોલથી સંગીતસભર બન્યું છે.

હિંગોળગઢની તળેટીમાં હિંગોળ ગામ અને એક મંદિર વસાવવામાં આવ્યું છે. રબારી, કોળીઓની વસતિ ખાસ રહે છે. હવે તો હિંગોળગઢની વીડી ઘેંટાઉછેર કેન્દ્ર તરીકે જાણીતી બની છે. મેરીના ઘેટાં અહીં લવાયાં છે. હિંગોળગઢમાં રાત્રિ રોકાણ કરવું એ અદભૂત અનુભવ લેવા જેવું છે. પ્રકૃતિના તમામ રંગોથી સભર હિંગોળગઢ એક અદભૂત જગ્યા છે

Monday, August 4, 2014

જીવદયાને વિજ્ઞાન સાથે જોડો.

જીવદયાને વિજ્ઞાન સાથે જોડો
DivyaBhaskar News Network | Aug 04, 2014, 07:50AM ISTમાણસને દયા ભાવનાથી જોડાયેલો છે. મુગા પશુ-પ ાીઓની સેવા કરતા હોય છે. આ જીવદયા કયારેક પશુ -પ્રાણી માટે ખતરનાક સાબીત થતી હોય છે. ત્યારે જીવદયાને વિજ્ઞાન સાથે જોડવા કષિ યુનિવર્સિટીમાં જીવદયા અને પ્રાણી કલ્યાણ વિષય પર સેમિનાર યોજાયો હતો .
જૂનાગઢ કષિ યુનિવર્સિટીની વેટરનરી કોલેજ અને રાજકોટ કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટનાં સયુકત ઉપક્રમે કષિ યુનિ.માં જીવદયા અને પ્રાણી કલ્યાણ અંગેનો સેમિનાર યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્રભરનાં ૫૦૦ થી વધુ જીવદયા પ્રેમી હાજર રાા હતા. આ સેમિનારનુ ઉદ્ધાટન કષિ યુનિનાં કુલપતિ ડો. એન.સી.પટેલ, કિશોરચંદ્રબાવા, ભીખુદાનભાઇ ગઢવી, કોલેજનાં ડીન અને પ્રિન્સીપાલ ડો. પી.એચ. ટાંક એ કર્યુ હતુ. સેમિનારમાં હાજર જીવદયા પ્રમીઓઐ વેટરનરી કોલેજનાં ડોકટરો સાથે વાર્તાલાપ કર્યોહતો અને પ્રશ્નોનાં જવાબ વિજ્ઞાનિક પઘ્ધતીથી આપ્યા હતા.તમેજ જીવદયાને વિજ્ઞાન સાથે જોડવાની અપીલ કરી હતી. આજે લોકો જીવદયા કરતા હોય છે પરંતુ ઘણી વખતે તેમ કરવાથી પ્રાણીઓ પર જોખમ પણ ઉભુ થતુ હોય છે. જેમ કે ગાયને રોટલી આપતી વખતે આ રોટલી આપણે પ્લાસ્ટીકની કોથળીમાં લઇ જતા હોય છે. ગાયને રોટલી આપ્યા બાદ પ્લાસ્ટીક ત્યા જ ફેકી દેતા હોઇએ છીએ. બાદ પ્લાસ્ટીક ગાય આરોગી જતી હોય છે. ગાયના઼ પેેટમાં પ્લાસ્ટીક જાય છે. આવા સંજોગોમાં શુ કરવુ , તેમજ પશીઓ માટે ચબુતરો કયા બનાવવો, પાણીનાં કુડા કયા રાખવા ? જેવી વિગતો વિજ્ઞાનીક પઘ્ધતીથી સમજાવવામાં આવી હતી. આ કાયક્રમનુ આયોજન ડો. ભાવેશભાઇ જાવિયા, ડો. અતુલ પટેલ, મીતલભાઇ ખેતાણીએ કર્યુ હતુ.

આહીર પરીવારે ૨૦૧૪ વૃક્ષ વાવી દીકરીના જન્મની અનોખી ઉજવણી કરી.


આહીર પરીવારે ૨૦૧૪ વૃક્ષ વાવી દીકરીના જન્મની અનોખી ઉજવણી કરી

Sarman Ram, Junagadh | Aug 01, 2014, 19:03PM IST
જૂનાગઢ: વૃક્ષોની છેદન થઇ રહ્યુ છે પરીણામે લોકોને કાળઝાળ ગરમીનો લોકો સામનો કરવો પડી રહ્યો છે. વર્તમાન સમયમાં ગરમીનો પારો ૪૦ ડીગ્રીએ પહોચી ગયો છે. ત્યારે આજે જન્મેલા બાળકો જ્યારે ૨૦ વર્ષનાં થશે ત્યારે કેટલી ગરમી હશે? આવા વિચારથી પ્રેરણા લઇ જૂનાગઢનાં આહીર પરીવારમાં દીકરીનાં જન્મને ૨૦૧૪ વૃક્ષ વાવી વધાવ્યો હતો.
 
દીકરીનાં જન્મને એક માસ બાદ આજે ચોમાસાની સીઝનમાં પરીવારે શાળામાં જઇ ૨૦૧૪ વૃક્ષનુ વિતરણ કર્યું હતુ. હાલ સરકાર વન મહોત્વસની ઉજવણી કરી રહી છે. દરેક વ્યક્તિ એક વૃક્ષ ઉછેરે તેવા સંકલ્પ લેવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ દીકરી જન્મને પણ સરકાર પ્રોત્સાહન આપી રહી છે. બન્નેનો સમન્વય જૂનાગઢનાં આહીર પરીવારમાં જોવા મળ્યો છે. હા જૂનાગઢનાં હમીરભાઇ રામની દીકરી ક્રિષ્નાબેનનાં લગ્ન રાવલીયા પરીવારમાં કર્યા હતા. ક્રિષ્નાબેને જૂનમાસમાં દીકરીને જન્મ આપ્યો હતો. આહીર પરીવારમાં દીકરી જન્મથી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દીકરી જન્મ સાથે વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ આજે આહીર પરીવારે પુર્ણ કર્યો છે. દીકરીનાં જન્મને લઇને આહીર પરીવારે માણાવદરની સરાડીયા પ્રાથમીક શાળા અને આસપાસનાં ગામમાં ૨૦૧૪ વૃક્ષનુ વિતરણ કરી વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ લેવડાવ્યો છે. વૃક્ષનુ વાવેતર ખરા અર્થમાં દીકરી જન્મને વધાવ્યો હતો.
આહીર પરીવારે ૨૦૧૪ વૃક્ષ વાવી દીકરીના જન્મની અનોખી ઉજવણી કરી
(તસવીર: ક્રિષ્નાબેન પોતાની એક મહિનાની દીકરી સાથે)
 
દીકરીનાં જન્મે ઓછામાં ઓછુ એક વૃક્ષનુ વાવેતર કરવુ જોઇએ
 
દીકરીનાં નાનાએ  હમીરભાઇ રામએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી પોતે દીકરીનાં જન્મ વખતે એક વૃક્ષનુ વાવેતર કરવાની વાત કરી છે. ત્યારે અમે દીકરી જન્મને વધાવવા ૨૦૧૪ વૃક્ષનુ વાવેતર કર્યું છે. નવી પેઢી માટે હરીયાળી કાંતિનો સંદેશ છે. તેમ વર્તમાન સમયમાં આટલી ગરમી પડી રહી છે ત્યારે દરેક વ્યક્તિ બાળકનાં જન્મ વખતે એક વૃક્ષનુ વાવેતર કરશે તો ભવિષ્યમાં પર્યાવરણને બચાવી શકાશે.

વિલીંગ્ડન ડેમ છલકાતાં દેખાયો અદભુત નજારો, જોવા લોકો ઉમટ્યાં.

Sarman Ram, Junagadh | Aug 01, 2014, 01:36AM IST
વિલીંગ્ડન ડેમ છલકાતાં દેખાયો અદભુત નજારો, જોવા લોકો ઉમટ્યાં

 (તસવીર- વિલીંગ્ડન ડેમ છલકાતા લોકો જોવા ઉમટી પડ્યા)
 
વિલીંગ્ડન ડેમ અને નરસિંહ મહેતા સરોવર છલકાયા
સોનરખ, કાળવા અને  લોલ નદીમાં ઘોડાપુર


જૂનાગઢ: જૂનાગઢ શહેરમાં આજે ૭ ઇંચ વરસાદ પડી ગયો હતો. ગિરનાર જંગલમાં પણ ધોધમાર વરસાદ પડતાં નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જંગલમાંથી નિકળતી સોનરખ, કાળવા અને લોલ નદી બે કાંઠે વહી ગઇ હતી. પરીણામે દાતાર પર્વતની બાજુમાં આવેલા વિલીંગ્ડન ડેમ અને શહેરની મધ્યે આવેલા નરસિંહ મહેતા સરોવર છલકાઇ ગયા હતા. ડેમ ઓવરફ્લો થતા છલકાતી જળરાશિને નિહાળવા શહેરીજનો ઉમટી પડયા હતા.જૂનાગઢ શહેરમાં બપોરનાં સમયે જોરદાર વરસાદ પડયો હતો. શહેરમાં ૪ કલાકમાં જ ૭ ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે ગિરનાર જંગલમાં પણ ભારે વરસાદ ખાબકયો હતો. જંગલમાં વરસાદ પડતાં નદી-નાળાં છલકાઇ ગયા હતા. તેમજ જંગલમાંથી નિકળતી સોનરખ, કાળવા અને લોલ નદીમાં પણ ભારે પુર આવ્યુ હતુ.

ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત જ આ નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. જેને જોવા લોકો ઉમટી પડયા હતા. આ ઉપરાંત દાતાર પર્વતની બાજૂમાં આવેલા વિલીંગ્ડન ડેમ અને શહેરની મધ્યમા આવેલા નરસિંહ મહેતા તળવામાં પણ પાણી આવ્યા હતા. બન્ને જળાશયો એક ઝાટકે ઓવરફ્લો થઇ ગયા હતા. શહેરની શોભા વધારતા બન્ને જળાશયો છલકાઇ જતા તેને નિહાળવા લોકો ડેમ સાઇટ પર ઉમટી પડયા હતા. નરસિંહ મહેતા તળાવ ભરાતા ઝાંઝરડા રોડ અને ઓજી વિસ્તારનાં ઉંડા ઉતરી ગયેલા પાણીનાં તળ હવે ઉંચા આવી જશે. તેમ જ વિલીંગ્ડન ડેમમાંથી પણ શહેરને પીવાનું પાણી પુરૂં પાડવામાં આવે છે. પાણીનાં બંને મુખ્ય સ્ત્રોતો ભરાઇ જતા જૂનાગઢની પાણી સમસ્યા મહદઅંશે હલ થશે.
 
કાળવામાં ચાર ભેંસ તણાઇ
શહેરની મધ્યમમાંથી નિકળતા કાળવા નદીમાં ભારે પુર આવ્યુ હતુ. જેના કારણે રાયજીનગર પાછળનાં ભાગમાં ચાર ભેંસ તણાઇ ગઇ હતી. જેની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. પરંતુ ત્યાર સુધીમાં તો ભેંસ બહાર પણ નીકળી ગઇ હતી.

શાંતેશ્વર મહાદેવ મંદિરની દિવાલ ધરાશાયી
ર્વોડ નંબર પાંચનાં નવા ચૂંટાયેલા પ્રતિનિધી પ્રવિણ વાધેલાએ જણાવ્યું હતું કે, વરસાદનાં કારણે શાંતેશ્વર વિસ્તારમાં આવેલા શાંતેશ્વર મહાદેવ મંદિરની ૧૦૦ ફુટ લાંબી દિવાલ પડી ગઇ હતી. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી.
 
તસ્વીર - મેહુલ ચોટલીયા

રાજુલા નજીક રસ્તા પર આવી ચડેલા પાંચ સિંહને ટીખળી તત્વોએ પરેશાન કરી મૂક્યા.

Bhaskar News, Rajula | Jul 31, 2014, 00:04AM IST
રાજુલા નજીક રસ્તા પર આવી ચડેલા પાંચ સિંહને ટીખળી તત્વોએ પરેશાન કરી મૂક્યા
હાથ પડયુ વાહન લઇને લોકો સિંહ દર્શન માટે પહોંચ્યા પણ વનતંત્ર ન ડોકાયુ


રાજુલા: અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં ખુબ મોટા પ્રમાણમાં સાવજો વસી રહ્યા છે ત્યારે આ સાવજો અવાર નવાર રસ્તા પર આવી જાય છે. આ સમયે સિંહ દર્શન માટે ટોળા એકઠા થાય છે અને સાવજોને પરેશાન પણ કરવામાં આવે છે. આવી ઘટના ગઇરાત્રે રાજુલા નજીક હિંડોરણા ચોકડી પાસે બની હતી. પાંચ સાવજોનું ટોળુ રસ્તા પર આવી જતા સિંહ દર્શન માટે વાહનોના થપ્પા લાગ્યા હતાં. સાવજોને હેરાન-પરેશાન પણ કરાયા હતાં. આમ છતાં વનતંત્ર અહિં ડોકાયુ ન હતું. રાજુલા-જાફરાબાદ પંથકમાં વસતા સાવજો અવાર નવાર રસ્તા પર આવી જાય છે અને ક્યારેક રસ્તા પર અડ્ડા પણ જમાવે છે. ખાસ કરીને જ્યાં વાહનોની વધારે અવર જવર હોય તેવા રસ્તા પર જ્યારે સાવજો આવે ત્યારે ખુદ સાવજોની જ પરેશાની વધે છે. કારણ કે સિંહ દર્શન માટે લોકોના ટોળે ટોળા એકઠા થઇ જાય છે.

રાજુલાના હિંડોરણા ચોકડી નજીક ચારનાળા વિસ્તારમાં ગઇરાત્રે પાંચ સાવજોનું ટોળુ રસ્તા પર આવી જતા હાથ પડયા વાહનો લઇને લોકો અહિં સિંહ દર્શન માટે પહોંચી ગયા હતાં. સાવજો એકાદ કલાક સુધી રોડ પર રહ્યા હતાં અને ત્યાં સુધી ટીખળી તત્વોએ સાવજોને હેરાન પરેશાન કર્યા હતાં. કેટલાક બાઇક ચાલકોએ તો અહિં ભારે દેકારો પણ કર્યો હતો. સાવજોનો કાંકરીચાળો અને તેના પર લાઇટ ફેંકવાની પ્રવૃતિથી આ સાવજો પણ અકળાયા હતાં. અહિં વન વિભાગનો સ્ટાફ ડોંકાયો ન હતો. આખરે લોકોની કનડગત વધી જતા સાવજો ત્યાંથી ચાલ્યા ગયા હતાં. ઉલ્લેખનીય એ છે કે, લીલીયા ક્રાંકચ વિસ્તારમાં અને રાજુલા નજીક સિંહો વારંવાર ચઢી આવતા સિંહ જોવાની મજા માણવા માટે આવી રીતે ટીખડી તત્વો દ્વારા અવાર નવાર પરેશાન કરવાની ઘટના બની ચુકી છે.

પ૦ બાઇકનો જમેલો ખડકાયો
ચારનાળા નજીક રસ્તા પર સાવજો હોવાની જાણ થતા જોતજોતામાં અહિં ટોળુ એકઠુ થઇ ગયુ હતું. પ૦ જેટલા બાઇક ચાલકો આસપાસના વિસ્તારમાંથી અહિં આવી પહોંચ્યા હતાં. અહિં જોતજોતામાં ૧૦૦થી વધુ લોકોનું ટોળુ એકઠુ થયુ હતું.

સરકારી ગાડીમાં મહિ‌લાઓને સિંહ દર્શન કરાવાયુ
હદ તો ત્યારે થઇ કે રાત્રે એક સરકારી ગાડી પણ સાવજો જ્યા હતા ત્યાં આવી પહોંચી હતી અને તેમાં આઠ મહિ‌લાઓ સિંહ દર્શન માટે અહિં પહોંચી હતી. સરકારી ગાડીના ડ્રાઇવરે ખીચોખીચ મહિ‌લાઓને બેસાડી અહિં કોના કહેવાથી તેને સિંહ દર્શન માટે લઇ આવ્યો હતો તે પણ તપાસનો વિષય બન્યો છે. સમગ્ર ઘટનામાં વનતંત્ર ઘોર બેદરકારી સામે આવી હતી.

છેલ્લા ત્રણ વર્ષમાં અમરેલી જિલ્લામાં સર્પદંશના ૨૮૩ કેસ.

Bhaskar News, Amreli | Jul 30, 2014, 00:01AM IST
છેલ્લા ત્રણ વર્ષમાં અમરેલી જિલ્લામાં સર્પદંશના ૨૮૩ કેસ
( તસવીર - ૧૦૮ એમ્બ્યુલન્સ વાન )

છેલ્લા ત્રણ વર્ષમાં અમરેલી જિલ્લામાં સર્પદંશના ૨૮૩ કેસ
સર્પદંશના દર્દીઓ માટે ૧૦૮ એમ્બ્યુલન્સ બની જીવનદાયીની


અમરેલી: અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ચોમાસાની ઋતુ દરમિયાન સરિસૃપો જમીનમાંથી બહાર નીકળવાની ઘટના વધી રહી છે. ખાસ કરીને અહીના રાજુલા જાફરાબાદ પંથકમાં આ પ્રમાણ વધુ જોવા મળે છે. સર્પદંશને કારણે ઘણી વખત તાત્કાલિક સારવાર ન મળવાથી અનેક વ્યકિતઓ મોતને ભેટી હોવાના બનાવો બન્યાં છે. ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા ચારેક વર્ષ દરમિયાન ઇમરજન્સી ૧૦૮ સેવા દ્વારા સર્પદંશના ૨૮૩ દર્દીઓને સારવાર આપવામા આવી હતી.સર્પદંશ એક મૃત્યુ ઉપજાવનારી કે મૃત્યુનો ડર પેદા કરનારી ભયંકર કટોકટીની પરિસ્થિતિ છે. ભારતમા દર વર્ષે ૭પ૦૦ મૃત્યુ સર્પદંશથી થતા હોવાનુ મનાય રહ્યું છે.

દર્દીઓ અલગ અલગ પરિસ્થિતિમાં હોસ્પિટલ પહોંચતા હોય છે. જેવા કે દંશની શંકા, ખરેખર દંશ થયો, દંશ સાથે સોજો આવવો, દંશ સાથે સોજો અને રકતસ્ત્રાવ થવા અથવા આંખના પોપચા પડવા કે લકવાની અસર થવી. સર્પદંશની સારવાર પણ વખતો વખત શોધખોળની સાથે સાથે બદલાતી રહી છે. અમરેલી જિલ્લામાં ઇમરજન્સી ૧૦૮ સેવા દ્વારા વર્ષ ૨૦૧૧માં ૧૧૭ દર્દીઓને સારવાર આપવામા આવી હતી. વર્ષ ૨૦૧૨માં ૮૩ દર્દીઓ, વર્ષ ૨૦૧૩માં ૬પ દર્દીઓ અને વર્ષ ૨૦૧૪માં જુલાઇ સુધીમાં ૧૮ સર્પદંશના દર્દીઓને સારવાર આપવામા આવી છે. આમ છેલ્લા ચારેક વર્ષમાં ૨૮૩ સર્પદંશના દર્દીઓ સામે આવ્યાં હતા. વરસાદની શરૂઆત થાય ત્યારે સર્પોના આશ્રય સ્થાને પાણી ભરાઇ જાય એટલે સર્પો સમુહમા બહાર નીકળતા જોવા મળે છે.

સર્પદંશ થાય ત્યારે કેવી કાળજી લેવી ?
સર્પદંશ થાય ત્યારે તુરત ૧૦૮ને જાણ કરો. દર્દીને આશ્વાસન આપો, દર્દીને ચતા સુવડાવી રાખો અને હાથ પગ સ્થિર રખાવો, લોહીનુ પરિભ્રમણ બંધ ન થાય તે જોવુ, સર્પદંશ થયેલ હોય તેને હલન ચલન ન કરવા દેશો, દંશવાળા ભાગને હ્દયના સ્થાનથી નીચે રાખો.