Monday, August 4, 2014

આહીર પરીવારે ૨૦૧૪ વૃક્ષ વાવી દીકરીના જન્મની અનોખી ઉજવણી કરી.


આહીર પરીવારે ૨૦૧૪ વૃક્ષ વાવી દીકરીના જન્મની અનોખી ઉજવણી કરી

Sarman Ram, Junagadh | Aug 01, 2014, 19:03PM IST
જૂનાગઢ: વૃક્ષોની છેદન થઇ રહ્યુ છે પરીણામે લોકોને કાળઝાળ ગરમીનો લોકો સામનો કરવો પડી રહ્યો છે. વર્તમાન સમયમાં ગરમીનો પારો ૪૦ ડીગ્રીએ પહોચી ગયો છે. ત્યારે આજે જન્મેલા બાળકો જ્યારે ૨૦ વર્ષનાં થશે ત્યારે કેટલી ગરમી હશે? આવા વિચારથી પ્રેરણા લઇ જૂનાગઢનાં આહીર પરીવારમાં દીકરીનાં જન્મને ૨૦૧૪ વૃક્ષ વાવી વધાવ્યો હતો.
 
દીકરીનાં જન્મને એક માસ બાદ આજે ચોમાસાની સીઝનમાં પરીવારે શાળામાં જઇ ૨૦૧૪ વૃક્ષનુ વિતરણ કર્યું હતુ. હાલ સરકાર વન મહોત્વસની ઉજવણી કરી રહી છે. દરેક વ્યક્તિ એક વૃક્ષ ઉછેરે તેવા સંકલ્પ લેવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ દીકરી જન્મને પણ સરકાર પ્રોત્સાહન આપી રહી છે. બન્નેનો સમન્વય જૂનાગઢનાં આહીર પરીવારમાં જોવા મળ્યો છે. હા જૂનાગઢનાં હમીરભાઇ રામની દીકરી ક્રિષ્નાબેનનાં લગ્ન રાવલીયા પરીવારમાં કર્યા હતા. ક્રિષ્નાબેને જૂનમાસમાં દીકરીને જન્મ આપ્યો હતો. આહીર પરીવારમાં દીકરી જન્મથી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દીકરી જન્મ સાથે વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ આજે આહીર પરીવારે પુર્ણ કર્યો છે. દીકરીનાં જન્મને લઇને આહીર પરીવારે માણાવદરની સરાડીયા પ્રાથમીક શાળા અને આસપાસનાં ગામમાં ૨૦૧૪ વૃક્ષનુ વિતરણ કરી વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ લેવડાવ્યો છે. વૃક્ષનુ વાવેતર ખરા અર્થમાં દીકરી જન્મને વધાવ્યો હતો.
આહીર પરીવારે ૨૦૧૪ વૃક્ષ વાવી દીકરીના જન્મની અનોખી ઉજવણી કરી
(તસવીર: ક્રિષ્નાબેન પોતાની એક મહિનાની દીકરી સાથે)
 
દીકરીનાં જન્મે ઓછામાં ઓછુ એક વૃક્ષનુ વાવેતર કરવુ જોઇએ
 
દીકરીનાં નાનાએ  હમીરભાઇ રામએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી પોતે દીકરીનાં જન્મ વખતે એક વૃક્ષનુ વાવેતર કરવાની વાત કરી છે. ત્યારે અમે દીકરી જન્મને વધાવવા ૨૦૧૪ વૃક્ષનુ વાવેતર કર્યું છે. નવી પેઢી માટે હરીયાળી કાંતિનો સંદેશ છે. તેમ વર્તમાન સમયમાં આટલી ગરમી પડી રહી છે ત્યારે દરેક વ્યક્તિ બાળકનાં જન્મ વખતે એક વૃક્ષનુ વાવેતર કરશે તો ભવિષ્યમાં પર્યાવરણને બચાવી શકાશે.

No comments: