Bhaskar News, Junagadh | Aug 29, 2014, 00:30AM IST
-પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી : અમલમાં આવે તો અનેક લાભ મળે
જૂનાગઢ: પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેક વર્ષ પહેલાં ગિરનાર ક્ષેત્રનાં વિકાસ માટે અલગથીજ ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચનાની જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી તેની રચના જ થઇ નથી. પરિણામે અત્યારે ગિરનાર અને ભવનાથ ક્ષેત્રનાં વિકાસ કામો પવિત્ર યાત્રાધામ વિકાસ ર્બોડ અને જૂનાગઢ મનપાને હસ્તક જ છે. ખાસ કરીને આ વિસ્તારનાં વિકાસ માટે જો અલાયદું તંત્ર અસ્તત્ત્વિમાં હોય તો તેના પર ઝડપથી કામગિરી કરી શકાય. અને યાત્રાધામની ગ્રાન્ટો, તેની વ્યવસ્થા, દરખાસ્તો, વગેરે બાબતો પર ધ્યાન રોજીંદું ધ્યાન આપી શકાય.
પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેક વર્ષ પહેલાં ગિરનાર અને ભવનાથ ક્ષેત્રનાં વિકાસ માટે અલગથીજ ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવાની જાહેરાત કરી હતી. જેમાં જિલ્લા કલેક્ટરને હોદ્દાની રૂએ અધ્યક્ષ બનાવવાની વાત હતી. જો રોપ-વે જેવી મહત્ત્વાકાંક્ષી યોજના સાકાર થાય તો પ્રવાસીઓનો પ્રવાહ બારેમાસ આવતો રહે. એ વખતે આ વિસ્તારની ઝીણવટભરી જરુરીયાતો, પ્રવાસીઓની જરુરીયાતો સહિત વિવિધ મામલે એક અલાયદું જ તંત્ર હોય તો તેના પર ધ્યાન આપી શકાય. તેના માટે ખાસ ફંડની ફાળવણી, તેની માંગણીની દરખાસ્તો, વગેરે થઇ શકે. પરંતુ ન.મો.એ જાહેરાત કર્યા બાદ રાજ્યનાં સત્તાવાર ગેઝેટમાં તેની પ્રસિદ્ધિ નથી કરી. પરિણામે હજુ ઓથોરિટી માત્ર સરકારી જાહેરાત પૂરતી જ સિમીત રહી ગઇ છે. જો આ ઓથોરિટીની રચના થાય તો ભવનાથ વિસ્તાર માટેનું મનપા તંત્ર પરનું કામનું ભારણ ઘણાં અંશે દૂર થઇ શકે. અને ઓથોરિટી હસ્તક આવી જતાં ભવનાથનાં રહેવાસીઓ તેમજ યાત્રિકોની સુખાકારીનાં કાર્યો ઝડપથી થઇ શકે.
રાજકીય પક્ષોએ આગળ આવવું પડે
જૂનાગઢ શહેરનો વિકાસ કરી શકાય એવા ઉજળા સંજોગો છે. ત્યારે આ બાબતે રાજકીય પક્ષો અને અગ્રણીઓએ એક થઇને મુદ્દો હાથ પર લેવાની જરુર છે. આ મામલે રાજકારણને બાજુ પર મૂકીને જૂનાગઢનાં હિત માટે આગળ આવવું હવે જરુરી બન્યું છે.
અનેક રજૂઆતો થઇ 'તી
ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી રાજ્ય સરકાર બનાવે અને તેની અમલવારી થાય એ માટે જૂનાગઢનાં પૂર્વ નગરસેવક શશીકાંત દવેએ અનેક વખત રાજ્ય સરકારને આ માટે પત્ર પાઠવીને રજૂઆત કરી હતી.

No comments:
Post a Comment