Saturday, October 31, 2015

ગિરનારમાં લીલી પરિક્રમા માટેની તૈયારીઓ માટે બેઠક

DivyaBhaskar News Network

Oct 28, 2015, 04:00 AM IST
જૂનાગઢનાંગિરનારમાં લીલી પરિક્રમા માટે લાખો યાત્રાળુઓ અવર જવર કરતા હોય છે. ત્યારે અા કાર્યક્રમની પૂર્વ તૈયારીનાં ભાગરૂપે તા. 30નાં રોજ અધિકારીઓની બેઠક મળશે. અને તા. 22 નવેમ્બરે લીલી પરિક્રમાં પ્રવાસીઓ માટે પ્રારંભ કરાશે.

જૂનાગઢનાં ગરવા ગિરનારની પરંપરાગત લીલી પરિક્રમાં તા. ૨૨ થી શરૂ થનાર છે. પરિક્રમામાં દર વર્ષે લાખો યાત્રાળુઓ આવતા હોય છે. ત્યારે માટે આગામી સમયમાં માટેની પ્રક્રિયા કરવામાં આવશે. લીલી પરીક્રમાનાં સુચારૂ આયોજનાર્થે વિવિધ ખાતા- કચેરીઓનો લગત કામગીરીના આયોજનાર્થે અને અમલીકરણ સંબંધે કલેક્ટર આલોકકુમારનાં અધ્યક્ષ સ્‍થાને કલેકટર કચેરીનાં મીટીંગ હોલમાં તા. 30નાં રોજ 11:30 કલાકે બેઠક યોજાશે. બેઠકમાં લીલી પરિક્રમાં સંલગ્ન વિભાગોનાં અમલીકરણ અધિકારીઓએ તેમનાં વિભાગને લગત આધુનિક માહિતી સાથે બેઠકમાં ઉપસ્‍થિત રહેવા માટે અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી આર.જી.જાડેજાની યાદીમાં જણાવાયુ છે

સક્કરબાગની જેમ ભોપાલમાં લાયન સફારી, સિંહો મોકલાશે

DivyaBhaskar News Network

Oct 28, 2015, 03:55 AM IST
જૂનાગઢમાંસક્કરબાગ ઝુનાં નર-માદા સિંહોની જોડીને મધ્યપ્રદેશનાં પાટનગર ભોપાલ ખાતેનાં સફારી પાર્કમાં મોકલવામાં આવનાર છે. ભોપાલનાં વન વિહાર ખાતે માટે ખાસ 20 હેક્ટરનો વિસ્તાર ખાસ લાયન સફારી માટેજ સુનિશ્ચિત કરાયો છે. જેમાં લોકો જીપમાં બેસીને વિહરતા સિંહોને નિહાળી શકે. મધ્યપ્રદેશનાં વનવિભાગે સમાચારને પુષ્ટિ આપી છે. જ્યારે ગુજરાતનો વનવિભાગ બાબતે મૌન સેવી રહ્યો છે.

મધ્યપ્રદેશ વનવિભાગનાં વડા નરેન્દ્રકુમારે અંગેની માહિતી આપી હતી. જેમાં જણાવાયું હતું કે, ભોપાલ સ્થિત 445 હેક્ટરમાં પથરાયેલા વન વિહાર નામનાં સફારી પાર્કમાં ખાસ લાયન સફારી શરૂ કરવા માટે 20 હેક્ટર વિસ્તારને ખાસ લાયન સફારી માટે તૈયાર કરાયો છે. જેમાં લોકો જીપમાં બેસીને સિંહોને નિહાળી શકે. અહીં જૂનાગઢનાં સક્કરબાગ ઝુમાંથી નર-માદા સિંહોની જોડી મોકલવામાં આવનાર છે. માટે બંને રાજ્યોનાં વનવિભાગે સેન્ટ્રલ ઝુ ઓથોરિટી પાસે મંજૂરી માંગી હતી. જેને મંજૂરી આપી દેવાઇ છે. અંગે નરેન્દ્રકુમારે કહ્યું હતું કે, આગામી મહિને સિંહો ભોપાલનાં વન વિહારમાં જોવા મળી શકશે. જોકે, મામલે ગુજરાતનું વનવિભાગ મૌન સેવી રહ્યું છે. અા વાતને પુષ્ટિ પણ નથી આપી તો નકારી પણ નથી. સેન્ટ્રલ ઝુ ઓથોરિટીએ જોકે, મંજૂરી ગત વર્ષેજ આપી દીધી હોવાનું પણ મ.પ્ર.નાં વનવિભાગે જણાવ્યું હતું.

પરમીટ માટે 100 ટકા ઓન લાઇન બુકીંગ

Bhaskar News, Talala

Oct 27, 2015, 00:17 AM IST

પરમીટ માટે 100 ટકા ઓન લાઇન બુકીંગ

પ્રવાસીઓને લાઇનમાં ઉભા રહેવા છતાં પરમીટ મળશે કે કેમ તે અંગે મુશ્કેલી પડતી હોય ગીર ઓથોરીટી સમિતીની તાકીદની મળેલી બેઠકમાં સિંહ દર્શન માટે સવારનાં 6 થી 9 ની ટ્રીપનું 100 ટકા બુકીંગ 1 નવેમ્બરથી ઓનલાઇન કરવાનો નિર્ણય લેવાયો હતો. વન વિભાગની WWW.girlion.inની સાઇટમાંથી તા.27 નાં મધરાતથી ઓનલાઇન બુકીંગ કરી શકાશે એમ ડો.સંદિપકુમારે જણાવ્યું હતું.

ઝુનાં ડેપ્યુટી ડાયરેક્ટર અને વેટરનરી તબીબ મંગળવારે સક્કરબાગની મુલાકાત લેશે

DivyaBhaskar News Network

Oct 26, 2015, 06:10 AM IST
ઝુનાં ડેપ્યુટી ડાયરેક્ટર અને વેટરનરી તબીબ મંગળવારે સક્કરબાગની મુલાકાત લેશે

કિસન પરમાર. જૂનાગઢ

જૂનાગઢનાંસક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહને પ્રાણી વિનિમય કાર્યક્રમ હેઠળ વિદેશમાં મોકલવામાં આવે છે. ત્યારે યુરોપનાં જેક ઓફ રીપબ્લીક દેશનાં પાટનગર પ્રાગમાંથી બે પ્રતિનિધિઓ આજે જૂનાગઢ આવ્યા છે અને મંગળવારે સક્કરબાગની મુલાકાત લેશે. તેમજ ગીરનાં સિંહને યુરોપનું વાતાવરણ અનુકુળ રહેશે કે કેમ તે અંગે મેડીકલ તપાસ કરશે.

જૂનાગઢ વર્ષોથી ગુજરાતની તેમ દેશની પ્રતિષ્ઠામાં વધારો કરતું રહ્યું છે. ઐતિહાસિક નગરી હોવાની સાથે સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહનું એકમાત્ર વસવાટ સ્થળ ગીર જંગલ દેશ-વિદેશનાં પર્યટકો માટે આકર્ષકરૂપ રહ્યું છે. તેમાં પણ જૂનાગઢ સ્થિત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા સિંહને પ્રાણી વિનિમય કાર્યક્રમ મુજબ દેશનાં તેમજ વિદેશનાં પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવતા હોય છે. અને અન્ય દેશ કે ભારત દેશનાં અલગ-અલગ પ્રાણી સંગ્રહાલયનાં પ્રાણીને સક્કરબાગમાં લાવવામાં આવે છે. ત્યારે ફરી એકવાર ગીર સિંહને વિદેશમાં લઇ જવાની તૈયારી ચાલી રહી છે. જે અંતર્ગત યુરોપ ખંડનાં જેક ઓફ રીપબ્લીક દેશનાં પાટનગર પ્રાગમાં સ્થિત સેન્ટ્રલ ઝુનાં ડેપ્યુટી ડિરેક્ટર તથા વેટરનરી તબીબ આજે જૂનાગઢ આવ્યા છે અને મંગળવારે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લેશે અને ગીર સિંહો વિશે સક્કરબાગનાં તબીબો પાસે માહીતી મેળવશે. ઉપરાંત તેમનાં તરફથી પણ મેડીકલ ચકાસણી કરશે અને ગીરસિંહને યુરોપનું વાતાવરણ અનુકુળ આવશે કે કેમ તેનો ખોરાક, રહેણી-કરણી તેમજ અન્ય તમામ આરોગ્યને લગતી બાબતોની ચકાસણી કરશે અને જોકે, પ્રથમ સીધા સાસણ પ્રવાસમાં જતા રહ્યા છે. અગાઉ પણ સક્કરબાગ સગ્રહાલયદ્વારા પ્રાણીઓનાં વિનિમય કરવામાં આવ્યો છે. જે હેઠળ ગીર સિંહોને વિદેશ મોકલવામાં આવ્યા છે.

ચણતર માટે 9000 મોબાઇલ ચબૂતરાનું વિતરણ કર્યુ

DivyaBhaskar News Network

Oct 26, 2015, 06:10 AM IST
ચણતર માટે 9000 મોબાઇલ ચબૂતરાનું વિતરણ કર્યુ

મકવાણા ભાવિક, ગોપાલ વઘાસિયા. જૂનાગઢ

જૂનાગઢજિલ્લાનાં કેશોદ તાલુકામાં રહેતા ખેડૂતે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દાખવી ચક્લીને બચાવવા માટે નવતર પ્રયોગ કર્યો છે. જેમાં તેઓએ ચકલીનાં ચણતર માટે 9000 મોબાઇલ ચબૂતરાનું વિતરણ કર્યુ હતુું. તેમજ ગાયનાં છાણમાંથી 1000 ચકલીનાં માળા બનાવી વિતરણ કર્યુ હતુુું.

જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાનાં નિવાસી અર્જૂનભાઇ મોહનભાઇ પાધડાર ખેડૂત છે. પણ તેઓએ પર્યાવરણને બચાવવા માટે નવતર પ્રયોગ કર્યો છે. ચક્લીઓ પ્રત્યેનાં પ્રેમને કારણે તેઓએ મોબાઇલ ચબૂતરો અને છાણાનો માળો બનાવ્યો છે. આશરે બે વર્ષનાં ટૂંકાગાળામાં 9000 જેટલા મોબાઇલ ચબૂતરાનું નિ:શુલ્ક વિતરણ કર્યુ છે. તેમજ 1000 જેટલા છાણાનો માળો બનાવી વિતરણ કર્યું હતું. તેઓ પર્યાવરણનાં જતન માટે પ્રયત્નો કરી રહ્યા છે. ખાસ તો સર્જનાત્મક વિચારોને કારણે તે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તું બનાવવામાં માહેર છે. જેમાં પ્લાસ્ટિકની બોટલમાં મોબાઇલ ચબૂતરો બનાવ્યો અને ગાયનાં છાણમાંથી ચક્લીનો માળો બનાવ્યો હતો.

યુરોપે કરી ગીરનાં સાવજોની માંગ, મંગળવારે પ્રાગની ટીમ જૂનાગઢમાં

યુરોપે કરી ગીરનાં સાવજોની માંગ, મંગળવારે પ્રાગની ટીમ જૂનાગઢમાં
  • DivyaBhaskar News Network
  • Oct 26, 2015, 06:10 AM IST
સિંહને ત્યાં વાતારણ અનુકૂળ આવશે કે કેમ ? તેની તપાસ થશે

કિસન પરમાર. જૂનાગઢ

જૂનાગઢનાંસક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહને પ્રાણી વિનિમય કાર્યક્રમ હેઠળ વિદેશમાં મોકલવામાં આવે છે. ત્યારે યુરોપનાં જેક ઓફ રીપબ્લીક દેશનાં પાટનગર પ્રાગમાંથી બે પ્રતિ નિધિઓ આજે જૂનાગઢ આવ્યા છે અને મંગળવારે સક્કરબાગની મુલાકાત લેશે. તેમજ ગીરનાં સિંહને યુરોપનું વાતાવરણ અનુકુળ રહેશે કે કેમ તે અંગે મેડીકલ તપાસ કરશે.

જૂનાગઢ વર્ષોથી ગુજરાતની તેમ દેશની પ્રતિષ્ઠામાં વધારો કરતું રહ્યું છે. ઐતિહાસિક નગરી હોવાની સાથે સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહનું એકમાત્ર વસવાટ સ્થળ ગીર જંગલ દેશ-વિદેશનાં પર્યટકો માટે આકર્ષકરૂપ રહ્યું છે. તેમાં પણ જૂનાગઢ સ્થિત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા સિંહને પ્રાણી વિનિમય કાર્યક્રમ મુજબ દેશનાં તેમજ વિદેશનાં પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવતા હોય છે. અને અન્ય દેશ કે ભારત દેશનાં અલગ-અલગ પ્રાણી સંગ્રહાલયનાં પ્રાણીને સક્કરબાગમાં લાવવામાં આવે છે. ત્યારે ફરી એકવાર ગીર સિંહને વિદેશમાં લઇ જવાની તૈયારી ચાલી રહી છે. જે અંતર્ગત યુરોપ ખંડનાં જેક ઓફ રીપબ્લીક દેશનાં પાટનગર પ્રાગમાં સ્થિત સેન્ટ્રલ ઝુનાં ડેપ્યુટી ડિરેક્ટર તથા વેટરનરી તબીબ આજે જૂનાગઢ આવ્યા છે અને મંગળવારે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લેશે અને ગીર સિંહો વિશે સક્કરબાગનાં તબીબો પાસે માહીતી મેળવશે. ઉપરાંત તેમનાં તરફથી પણ મેડીકલ ચકાસણી કરશે અને ગીરસિંહને યુરોપનું વાતાવરણ અનુકુળ આવશે કે કેમ તેનો ખોરાક, રહેણી-કરણી તેમજ અન્ય તમામ આરોગ્યને લગતી બાબતોની ચકાસણી કરશે અને જોકે, પ્રથમ સીધા સાસણ પ્રવાસમાં જતા રહ્યા છે. અગાઉ પણ સક્કરબાગ દ્વારા પ્રાણીઓનાં વિનિમય કરવામાં આવ્યો છે. જે હેઠળ ગીર સિંહોને વિદેશ મોકલાયા છે. જૂનાગઢ સક્કરબાગમાંથી વિશ્વનાં મોટા ભાગનાં ઝૂમાં સિંહ મોકલવામાં આવ્યા છે.

ભાસ્કર અેક્સક્લૂિઝવ

ચાલુ વર્ષમાં પાંચ સિંહોને અન્ય પ્રાણી સંગ્રહાલયમાં મોકલાયા

સક્કરબાગપ્રાણીસગ્રહાલય દ્વારા એક વર્ષમાં 5 સિંહને રાજ્યનાં તેમજ આંતરરાજ્ય પ્રાણીસંગ્રહાલયમાં મોકલવામાં આવ્યા છે. જેમાંથી ત્રણ નરસિંહ અને બે માદાનો સમાવેશ થાય છે.

વિસાવદરનાં મોટી પીંડીખાઇમાં સાવજોએ કર્યા 4 ગાયનાં શિકાર


વિસાવદરનાં મોટી પીંડીખાઇમાં સાવજોએ કર્યા 4 ગાયનાં શિકાર

  • DivyaBhaskar News Network
  • Oct 26, 2015, 06:10 AM IST
વિસાવદરનાંમોટી પીંડીખાઇમાં મધરાતનાં પાંચ સિંહોએ ગામમાં પ્રવેશી ચાર ગાયનો શિકાર કર્યો હતો. જયારે એક ગાયને ભરવાડે સામનો કરી બચાવી લીધી હતી.

વિસાવદરનાં મોટી પીંડીખાઇમાં મધરાતનાં પાંચ સિંહોએ ગામમાં પ્રવેશી ભરવાડ નારણભાઇ લીંબાભાઇ જાખડાનાં મકાનનાં વંડામાં ત્રાટકી એક પછી એક એમ ત્રણ ગાય અને એક વાછરડાને મોતને ઘાટ ઉતાર્યા હતાં. ગાયોનાં ભાંભરવાનાં અવાજથી નારણભાઇ જાગી ગયેલ અને ગોફણ, લાકડીથી સિંહો પાછળ દોટ મુકી એક ગાયને મોતનાં મુખમાંથી બચાવી લીધી હતી. બનાવનાં પગલે વન તંત્રનાં સ્ટાફે સ્થળ પર રોજકામ કરી ચારેય મારણને ભરી જંગલમાં લઇ ગયા હતાં. રેવન્યુ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની અવર-જવર વધી હોય વન તંત્ર દ્વારા પુરતું પેટ્રોલીંગ ગોઠવાય એવી લોકોમાંથી માંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાની પશુઓનાં ગામમાંથી હુમલાનાં બનાવો વધી રહ્યાં છે ત્યારે ગ્રામજનોમાં ભય જોવા મળે છે.

સદનસીબે એક ગાયનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. }વિપુલ લાલાણી

એક ગાયને ભરવાડે મોતનાં મુખમાંથી બચાવી