- DivyaBhaskar News Network
- Oct 26, 2015, 06:10 AM IST
વિસાવદરનાં મોટી પીંડીખાઇમાં મધરાતનાં પાંચ સિંહોએ ગામમાં પ્રવેશી ભરવાડ નારણભાઇ લીંબાભાઇ જાખડાનાં મકાનનાં વંડામાં ત્રાટકી એક પછી એક એમ ત્રણ ગાય અને એક વાછરડાને મોતને ઘાટ ઉતાર્યા હતાં. ગાયોનાં ભાંભરવાનાં અવાજથી નારણભાઇ જાગી ગયેલ અને ગોફણ, લાકડીથી સિંહો પાછળ દોટ મુકી એક ગાયને મોતનાં મુખમાંથી બચાવી લીધી હતી. બનાવનાં પગલે વન તંત્રનાં સ્ટાફે સ્થળ પર રોજકામ કરી ચારેય મારણને ભરી જંગલમાં લઇ ગયા હતાં. રેવન્યુ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની અવર-જવર વધી હોય વન તંત્ર દ્વારા પુરતું પેટ્રોલીંગ ગોઠવાય એવી લોકોમાંથી માંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાની પશુઓનાં ગામમાંથી હુમલાનાં બનાવો વધી રહ્યાં છે ત્યારે ગ્રામજનોમાં ભય જોવા મળે છે.
સદનસીબે એક ગાયનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. }વિપુલ લાલાણી
એક ગાયને ભરવાડે મોતનાં મુખમાંથી બચાવી
No comments:
Post a Comment