Oct 26, 2015, 06:10 AM IST
મકવાણા ભાવિક, ગોપાલ વઘાસિયા. જૂનાગઢ
જૂનાગઢજિલ્લાનાં કેશોદ તાલુકામાં રહેતા ખેડૂતે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દાખવી ચક્લીને બચાવવા માટે નવતર પ્રયોગ કર્યો છે. જેમાં તેઓએ ચકલીનાં ચણતર માટે 9000 મોબાઇલ ચબૂતરાનું વિતરણ કર્યુ હતુું. તેમજ ગાયનાં છાણમાંથી 1000 ચકલીનાં માળા બનાવી વિતરણ કર્યુ હતુુું.
જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાનાં નિવાસી અર્જૂનભાઇ મોહનભાઇ પાધડાર ખેડૂત છે. પણ તેઓએ પર્યાવરણને બચાવવા માટે નવતર પ્રયોગ કર્યો છે. ચક્લીઓ પ્રત્યેનાં પ્રેમને કારણે તેઓએ મોબાઇલ ચબૂતરો અને છાણાનો માળો બનાવ્યો છે. આશરે બે વર્ષનાં ટૂંકાગાળામાં 9000 જેટલા મોબાઇલ ચબૂતરાનું નિ:શુલ્ક વિતરણ કર્યુ છે. તેમજ 1000 જેટલા છાણાનો માળો બનાવી વિતરણ કર્યું હતું. તેઓ પર્યાવરણનાં જતન માટે પ્રયત્નો કરી રહ્યા છે. ખાસ તો સર્જનાત્મક વિચારોને કારણે તે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તું બનાવવામાં માહેર છે. જેમાં પ્લાસ્ટિકની બોટલમાં મોબાઇલ ચબૂતરો બનાવ્યો અને ગાયનાં છાણમાંથી ચક્લીનો માળો બનાવ્યો હતો.
No comments:
Post a Comment