DivyaBhaskar News Network | Nov 21, 2016, 03:40 AM IST
આવા સંજોગોમાં સાવજો વચ્ચે લોહિયાળ જંગ નિશ્ચિત
નજરકેદ 15 સિંહને હડાળાનાં જંગલમાં મુક્ત કરાયા, અન્ય સાવજો સાથે લડાઇની શક્યતા
ગીરજંગલ કે જંગલ બહાર વસતા સાવજોની પોતાની એક ટેરેટરી હોય છે. સાવજોનો
પોતાનો ઇલાકો એટલે ઘર. બીજા કોઇ સાવજો તેના ઘરમા ઘુસે તો ખુંખાર જંગ જામે
છે. કયારેક જંગ પણ થાય અને મહેમાનને સ્વીકારી પણ લેવાય. આંબરડી પાર્કમાથી
પકડીને કેદ રખાયેલા 15 સાવજોને હડાળાના જંગલમા મુકત તો કરાયા પરંતુ ત્યાં
અન્ય સાવજો સાથે ઇલાકાને લઇને લડાઇ થશે તો શું તેઓ સવાલ સિંહ પ્રેમીઓને
સતાવી રહ્યો છે.
સાવજો પોતાના ઇલાકાની રક્ષા માટે જીવ સટોસટનો જંગ પણ ખેલી લે છે. આવી
લડાઇઓમા ઘાયલ થયેલા સાવજોની વનતંત્રને વારંવાર સારવાર પણ કરવી પડે છે અને
કયારેક સારવારનો મોકો પણ મળતો નથી. જંગલમા દ્રશ્યો સામાન્ય છે. સાતેક માસ
પહેલા આંબરડી પંથકમા સાવજોએ જુદીજુદી ઘટનામા ત્રણ લોકોને ફાડી ખાધા બાદ
વિસ્તારના તમામ 16 સાવજોને કેદ કરી લેવામા આવ્યા હતા અને ખોડીયાર ડેમ નજીક
બનાવાયેલા તાર ફેન્સીંગયુકત આંબરડી પાર્કમા રખાયા હતા.
સાવજોને કયાં મુકત કરવા તે અંગે ત્યારથી વનતંત્ર અવઢવમા હતુ. સાવજોને
ફરી આંબરડીમા મુકત કરવાના હતા. ત્યારથી તેના નવા ઇલાકાની શોધ ચાલતી હતી.
આખરે વનતંત્રએ મધ્યગીરમા હડાળા રેંજમા જેનગર વિસ્તારમાં 15 સાવજોને મુકત
કર્યા છે. જો કે અહીથી હવે મોટો સવાલ ઉભો થાય છે કારણ કે ગીર જંગલનો દરેક
વિસ્તાર કોઇને કોઇ સાવજ ગૃપની ટેરેટરી છે. સાવજો પોતાના વિસ્તારમા અન્ય
સાવજોની ઘુસણખોરી જરાપણ ચાલવા દેતા નથી ત્યારે 15 સાવજોને વિસ્તારમા મુકત
કરાતા આવનારા સમયમા સાવજો વચ્ચે ઘર્ષણ થવાનુ જેના પર વનતંત્રએ સતત નજર
રાખવાની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાવજોને રહેવા માટે અમુક વિસ્તાર
જોઇતો હોય છે જે વિસ્તારમાં એક સાવજ બીજા સાવજની ઘુસણખોરી જરા પણ ઇચ્છતો
નથી. ત્યારે વનવિભાગે જેનગર વિસ્તારમાં એક સાથે 15 સાવજોને છોડી મુક્યા છે
ત્યારે અંદરો-અંદરની લડાઇ થાય તેવો સિંહ પ્રેમીઓને ભય સતાવી રહ્યો છે.
ગીર લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યું હતુ કે 15 સાવજો
એકસાથે જેનગરમા છોડાતા અગાઉથી વિસ્તારમા રહેતા સાવજો સાથે અચુક લડાઇ થશે.
વનતંત્રના પગલાથી વિસ્તારના સિંહબાળ પર પણ ખતરો રહેશે. નવો વિસ્તાર અને
આંતરિક લડાઇના કારણે સાવજો સતત ખીજમા રહેશે.
Gujarati language news articles from year 2007 plus find out everything about Asiatic Lion and Gir Forest. Latest News, Useful Articles, Links, Photos, Video Clips and Gujarati News of Gir Wildlife Sanctuary (Geer / Gir Forest Home of Critically Endangered Species Asiatic Lion; Gir Lion; Panthera Leo Persica ; Indian Lion (Local Name 'SAVAJ' / 'SINH' / 'VANRAJ') located in South-Western Gujarat, State of INDIA), Big Cats and Wildlife.
Wednesday, November 30, 2016
નજરકેદ રખાયેલા 15 સિંહને મઘ્યગીરમાં છોડાયા, હજુ એક સિંહણ કેદમાં
Bhaskar news Amreli | Nov 20, 2016, 02:49 AM IST
સામાન્ય રીતે સાવજો માણસનો શિકાર કરતા નથી. પરંતુ જો તે માણસનો શિકાર કરવાનું શરૂ કરી દે તો ભારે જોખમી બની જાય છે. ધારી નજીક આંબરડી વિસ્તારમાં થોડા મહિના પહેલા આવુ જ બન્યુ હતું. એક પછી એક ત્રણ ઘટનામાં સીમમાં રહેતા ત્રણ માણસોને સાવજોએ ફાડી ખાધાની ઘટના બની હતી. જેને પગલે વન વિભાગે અભૂતપૂર્વ નિર્ણય લઇ થોડા દિવસોમાં જ અહિં વસતા તમામ 16 સાવજોને પાંજરે પુરી દીધા હતાં.
આ સાવજોને ખોડીયાર ડેમ નજીક નવા બનાવાયેલા આંબરડીપાર્ક વિસ્તારમાં કેદ કરી દેવામાં આવ્યા હતાં અને આ સાવજો પૈકી ક્યા સાવજ દ્વારા માણસનો શિકાર કરવામાં આવ્યો હતો તેની તપાસ કરાઇ હતી. ત્યારથી હવે આ સાવજોને ક્યા મુક્ત કરાશે તેના પર સિંહપ્રેમીઓની નઝર હતી. વનતંત્ર પણ તેના માટે યોગ્ય સ્થળની તલાશમાં અવઢવમાં હતું. આખરે પંદર સાવજોને હડાળા રેન્જના જેનગર જંગલમાં મુક્ત કરવાનો નિર્ણય લેવાયો હતો. ડીએફઓ કરૂપ્પાસામી અને સીસીએફ એ.પી. સીંગની રાહબરી નીચે પંદર સાવજોને જેનગરમાં ગઇકાલે છોડી દેવાયા હતાં. આ પૂર્વ તેમના માટે યોગ્ય સ્થળની તપાસ ચલાવાઇ હતી. ગત સવારે આઠ વાગ્યે જંગલમાં મુક્ત કર્યા બાદ તેના પર નઝર રાખવામાં આવી રહી છે. જ્યારે એક સિંહણને હજુ પણ આંબરડી પાર્કમાં રખાઇ છે.
તમામ સાવજોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઇ
જેનગર વિસ્તારમાં મુકત કરાયા : ડીએફઓ
ડીએફઓ કરૂપ્પાસામીએ જણાવ્યુ હતું કે પાછલા કેટલાક મહિનાથી આંબરડીપાર્કમાં રખાયેલા પંદર સાવજોને એક સાથે ગત સવારે જેનગર વિસ્તારમાં મુક્ત કરાયા હતાં અને એક સિંહણને હજુ પણ વન વિભાગે આંબરડીપાર્કમાં રાખી છે.તમામ સાવજોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઇ.
ધારીઃ
ધારી તાલુકાના આંબરડી નજીક આવેલા વિસ્તારમાં આઠેક માસ પહેલા સાવજોએ
હાહાકાર મચાવ્યો હતો અને જુદી જુદી ત્રણ ઘટનામાં સાવજોએ ત્રણ માણસોને ફાડી
ખાધા હતાં તે સમયે વન વિભાગે અભુતપૂર્વ પગલુ લઇ આ વિસ્તારના તમામ સાવજોને
ઝડપી લઇ નવા બનેલા આંબરડીપાર્કમાં કેદ કરી દીધા હતાં. જો કે હવે વન વિભાગે આ
પૈકીના પંદર સાવજોને ગઇકાલે હડાળા રેન્જમાં જેનગર વિસ્તારમાં મુક્ત કરી
દીધા હતાં. જ્યારે એક સિંહણને હજુ પણ કેદમાં રખાઇ છે.
સામાન્ય રીતે સાવજો માણસનો શિકાર કરતા નથી. પરંતુ જો તે માણસનો શિકાર કરવાનું શરૂ કરી દે તો ભારે જોખમી બની જાય છે. ધારી નજીક આંબરડી વિસ્તારમાં થોડા મહિના પહેલા આવુ જ બન્યુ હતું. એક પછી એક ત્રણ ઘટનામાં સીમમાં રહેતા ત્રણ માણસોને સાવજોએ ફાડી ખાધાની ઘટના બની હતી. જેને પગલે વન વિભાગે અભૂતપૂર્વ નિર્ણય લઇ થોડા દિવસોમાં જ અહિં વસતા તમામ 16 સાવજોને પાંજરે પુરી દીધા હતાં.
આ સાવજોને ખોડીયાર ડેમ નજીક નવા બનાવાયેલા આંબરડીપાર્ક વિસ્તારમાં કેદ કરી દેવામાં આવ્યા હતાં અને આ સાવજો પૈકી ક્યા સાવજ દ્વારા માણસનો શિકાર કરવામાં આવ્યો હતો તેની તપાસ કરાઇ હતી. ત્યારથી હવે આ સાવજોને ક્યા મુક્ત કરાશે તેના પર સિંહપ્રેમીઓની નઝર હતી. વનતંત્ર પણ તેના માટે યોગ્ય સ્થળની તલાશમાં અવઢવમાં હતું. આખરે પંદર સાવજોને હડાળા રેન્જના જેનગર જંગલમાં મુક્ત કરવાનો નિર્ણય લેવાયો હતો. ડીએફઓ કરૂપ્પાસામી અને સીસીએફ એ.પી. સીંગની રાહબરી નીચે પંદર સાવજોને જેનગરમાં ગઇકાલે છોડી દેવાયા હતાં. આ પૂર્વ તેમના માટે યોગ્ય સ્થળની તપાસ ચલાવાઇ હતી. ગત સવારે આઠ વાગ્યે જંગલમાં મુક્ત કર્યા બાદ તેના પર નઝર રાખવામાં આવી રહી છે. જ્યારે એક સિંહણને હજુ પણ આંબરડી પાર્કમાં રખાઇ છે.
તમામ સાવજોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઇ
ધારીના
ડીએફઓ કરૂપ્પાસામીએ જણાવ્યુ હતું કે પાછલા કેટલાક મહિનાથી આંબરડીપાર્કમાં
રખાયેલા પંદર સાવજોને એક સાથે ગત સવારે જેનગર વિસ્તારમાં મુક્ત કરાયા હતાં
અને એક સિંહણને હજુ પણ વન વિભાગે આંબરડીપાર્કમાં રાખી છે.
જેનગર વિસ્તારમાં મુકત કરાયા : ડીએફઓ
ડીએફઓ કરૂપ્પાસામીએ જણાવ્યુ હતું કે પાછલા કેટલાક મહિનાથી આંબરડીપાર્કમાં રખાયેલા પંદર સાવજોને એક સાથે ગત સવારે જેનગર વિસ્તારમાં મુક્ત કરાયા હતાં અને એક સિંહણને હજુ પણ વન વિભાગે આંબરડીપાર્કમાં રાખી છે.તમામ સાવજોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઇ.
શિકાર ન મળતા રિસામણે બેઠી બે સિંહણ, ત્રણ દિવસથી અહીં નાંખ્યા છે ધામા
Jaydev Varu, Rajula | Nov 20, 2016, 14:23 PM IST
રાજુલાના વડ ગામે આવેલ જસુભાઇ ધાખડાના આંબાના બગીચામા છેલ્લા ત્રણેક દિવસથી બે સિંહણોએ ધામા નાખ્યા છે. આ સિંહણોને કોઇ પ્રકારની કનડગત નથી પરંતુ લોકોમા ભય જરૂર જોવા મળી રહ્યો છે. આ વિસ્તારથી થોડે દુર 40 જેટલા સાવજો વસવાટ કરી રહ્યાં છે. સિંહ પ્રેમીઓએ જણાવ્યું હતુ કે આ બે સિંહણો એકસાથે છેલ્લા ત્રણેક દિવસથી અહી કેમ ધામા નાખ્યા છે તેવા સવાલો પણ લોકોમાથી ઉઠી રહ્યાં છે. આ વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે પરંતુ અહી સાવજોને પુરતા પ્રમાણમા શિકાર મળી શકતો નથી. સાવજોને પીવાના પાણી માટે પણ ભટકવુ પડે છે. અહી વનવિભાગ દ્વારા પાણીની કુંડીઓ તો બનાવી છે પરંતુ આ કુંડીમા નિયમિત પાણી ન ભરાતુ હોવાનુ પણ સિંહ પ્રેમીઓ જણાવી રહ્યાં છે. હાલ તો આ બંને સિંહણોએ અહી છેલ્લા ત્રણ દિવસથી ધામા નાખ્યા હોય લોકોમા અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
અમરેલીઃરાજુલા
પંથકમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે અહીના વડ ગામે આવેલ એક
આંબાવડીયામા છેલ્લા ત્રણેક દિવસથી બે સિંહણોએ ધામા નાખ્યા છે. સિંહ પ્રેમીઓ
જણાવી રહ્યાં છે કે આ વિસ્તારમા સાવજોને પુરતા પ્રમાણમા ખોરાક અને પાણી
મળતુ નથી જેના કારણે સાવજો આમથી તેમ ભટકતા હોય છે.
રાજુલાના વડ ગામે આવેલ જસુભાઇ ધાખડાના આંબાના બગીચામા છેલ્લા ત્રણેક દિવસથી બે સિંહણોએ ધામા નાખ્યા છે. આ સિંહણોને કોઇ પ્રકારની કનડગત નથી પરંતુ લોકોમા ભય જરૂર જોવા મળી રહ્યો છે. આ વિસ્તારથી થોડે દુર 40 જેટલા સાવજો વસવાટ કરી રહ્યાં છે. સિંહ પ્રેમીઓએ જણાવ્યું હતુ કે આ બે સિંહણો એકસાથે છેલ્લા ત્રણેક દિવસથી અહી કેમ ધામા નાખ્યા છે તેવા સવાલો પણ લોકોમાથી ઉઠી રહ્યાં છે. આ વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે પરંતુ અહી સાવજોને પુરતા પ્રમાણમા શિકાર મળી શકતો નથી. સાવજોને પીવાના પાણી માટે પણ ભટકવુ પડે છે. અહી વનવિભાગ દ્વારા પાણીની કુંડીઓ તો બનાવી છે પરંતુ આ કુંડીમા નિયમિત પાણી ન ભરાતુ હોવાનુ પણ સિંહ પ્રેમીઓ જણાવી રહ્યાં છે. હાલ તો આ બંને સિંહણોએ અહી છેલ્લા ત્રણ દિવસથી ધામા નાખ્યા હોય લોકોમા અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
વનતંત્રનાં અધિકારીઓને સસ્પેન્ડ કરી ફરિયાદ ખેંચો
DivyaBhaskar News Network | Nov 16, 2016, 03:35 AM IST
વિસાવદરમાં કિસાન સંઘનું આવેદન
ભારતીયકિશાન સંઘનાં નેજા હેઠળ મંગળવારે ખાંભા ગામનાં બનાવ બાબતે વિસાવદર મામલતદારને આવેદન અપાયું હતું. જેમાં ખેડૂત ધનસુખભાઇ પુનાભાઇ ડાભીનાં ખેતરમાં આવેલ મકાનમાં ઘુસીને સિંહોએ બે બળદનું મારણ કરેલ બાદમાં વનતંત્રનાં અધિકારી, કર્મચારીઓએ પરિવારની મહિલાઓને માર માર્યો હતો. જે બાબતે સ્ટાફને સસ્પેન્ડ કરવા અને ખેડૂત પર થયેલ ફરિયાદ પાછી ખેંચવામાં નહીં આવે તો જલ્દ આંદોલન કરવાની ચિમકી આપેલ છે. આવેદનપત્ર આપવામાં ખાંભા, હરિપુર, લીમધ્રા, મોટી મોણપરીનાં ખેડૂતો તથા ભારતીય કિશાન સંઘનાં તા.પ્ર. ધનજીભાઇ છોડવડીયા, જિલ્લા પ્રમુખ, અમરેલી જિલ્લા પ્રમુખ સહીતનાં કિશાન સંઘનાં આગેવાનો જોડાયા હતાં.
કિસાન સંઘનાં નેજા હેઠળ મામલતદારને અપાયું આવેદન. તસવીર- વિપુલ લાલાણી

રૂા.500-1000ની નોટ માટે 40 KMનો ધક્કો, નેસડાના લોકો જંગલમાં થઇ પહોંચે છે બેંક
Bhaskar News, Amreli | Nov 18, 2016, 09:07 AM IST
દુર-દુર સુધી એટીએમ નથી, સમયસર પહોંચવા એસટી બસ મળતી નથી
ગીરમાંથી મોટા પ્રમાણમાં દુધનો વ્યવસાય થઇ રહ્યો છે. મંડળીઓ પણ મોટા પ્રમાણમાં ગીરમાંથી દુધ ખરીદે છે. મોટાભાગના માલધારીઓ પાંચ-દસથી લઇ 70 થી 80 પશુઓ રાખે છે. જેના કારણે તેમનો કારોબાર પણ મોટો છે. આ ગામોમાં નથી ટીવી કે રેડીયોની સગવડતા કે નથી મોબાઇલ ચાલતા. સરકારના કોઇ નિર્ણયની પણ અહિં ખુબ મોડી જાણ થાય છે. હવે આ માલધારીઓ નોટ બદલવાને લઇને પરેશાન છે. અનેક નેસ એવા છે કે 40 કીમી દુર જંગલમાં ધારી, દલખાણીયા, ખાંભા, જીરા, ધોકડવા જેવા સ્થળોએ પહોંચે પછી જ બેંક, એટીએમ કે પોસ્ટની સુવિધા મળે છે. સમયસર બેંકોએ પહોંવા એસટીની સુવિધા તો મળતી નથી. પોતપોતાના વાહનો લઇ જંગલ બહાર નિકળી પ્રયાસો કરે તો પણ હાથમાં નગણ્ય રકમ આવે છે.
દેશનું સારૂ થતું હોયતો ભલે થોડી તકલીફ પડે
500 અને 1000ના દરની નોટો રદ કરવાનો નિર્ણય આમ જનતા માટે પીડાદાયક જરૂર સાબીત થઇ રહ્યો છે. ત્યારે અહિંના એક 90 વર્ષના વૃધ્ધે તો એમ પણ જણાવ્યુ હતું કે થોડા દિવસ લોકોને ભલે તકલીફ પડે. જો આનાથી દેશનું કંઇ સારૂ થતુ હોય તો જ્યારે ચરખા ગામેથી આવેલા એક વૃધ્ધે એમ જણાવ્યુ હતું કે અમે સવારના પાંચ વાગ્યાથી અહીં લાઇનમાં ઉભા છીએ. છેલ્લા બે દિવસથી અમે આ રીતે નાણા લેવા દોડધામ કરી રહ્યા છીએ.
ગીરના એક માલધારીએ જણાવ્યુ હતું કે અમારા પશુઓ માટે દરરોજ બે ગુણી ખોળની જરૂર પડે છે. રોજ 2200 રૂપીયાના ખોળની જરૂર છે પણ આ ખોળ ખરીદવો કેમ? મારી પાસે રૂા. 500 અને 1000ની જ નોટો છે. અમારે ઢોર ચરાવવા જવુ કે બેંકની લાઇનમાં ઉભા રહેવુ ?
અમરેલી:
શહેર કે ગામડાઓમાં નોટ બદલવી હોય કે નાણા જમા કરાવવા હોય તો ગામમાં કે
નજીકના સ્થળે વ્યવસ્થા જરૂર છે પરંતુ ગીર જંગલની મધ્યમાં આવેલા નેસડાઓમાં
આવી કોઇ વ્યવસ્થા નથી. મધ્ય જંગલના નેસમાં વસતા લોકો માટે તો 40 કીમી દુર
જંગલ બહાર નિકળે ત્યાર પછી જ કોઇ ગામમાં બેંક સુધી પહોંચી શકાય છે. અહિં
માલધારીઓ મોટા પ્રમાણમાં પશુપાલન અને દુધનો વ્યવસાય કરે છે. તેમને નોટો જમા
કરાવવા અને નાણા ઉપાડવા રોજે રોજ લાઇનમાં લાગવુ પડે છે. સમયસર પહોંચી
શકાતુ ન હોય ધક્કા થાય છે. અમરેલી પંથકમાં ગીર પૂર્વમાં મધ્યગીરમાં નેસની
સંખ્યા ઘણી વધારે છે. તમામ લોકોનો એક જ વ્યવસાય છે પશુપાલન.
દુર-દુર સુધી એટીએમ નથી, સમયસર પહોંચવા એસટી બસ મળતી નથી
ગીરમાંથી મોટા પ્રમાણમાં દુધનો વ્યવસાય થઇ રહ્યો છે. મંડળીઓ પણ મોટા પ્રમાણમાં ગીરમાંથી દુધ ખરીદે છે. મોટાભાગના માલધારીઓ પાંચ-દસથી લઇ 70 થી 80 પશુઓ રાખે છે. જેના કારણે તેમનો કારોબાર પણ મોટો છે. આ ગામોમાં નથી ટીવી કે રેડીયોની સગવડતા કે નથી મોબાઇલ ચાલતા. સરકારના કોઇ નિર્ણયની પણ અહિં ખુબ મોડી જાણ થાય છે. હવે આ માલધારીઓ નોટ બદલવાને લઇને પરેશાન છે. અનેક નેસ એવા છે કે 40 કીમી દુર જંગલમાં ધારી, દલખાણીયા, ખાંભા, જીરા, ધોકડવા જેવા સ્થળોએ પહોંચે પછી જ બેંક, એટીએમ કે પોસ્ટની સુવિધા મળે છે. સમયસર બેંકોએ પહોંવા એસટીની સુવિધા તો મળતી નથી. પોતપોતાના વાહનો લઇ જંગલ બહાર નિકળી પ્રયાસો કરે તો પણ હાથમાં નગણ્ય રકમ આવે છે.
દેશનું સારૂ થતું હોયતો ભલે થોડી તકલીફ પડે
500 અને 1000ના દરની નોટો રદ કરવાનો નિર્ણય આમ જનતા માટે પીડાદાયક જરૂર સાબીત થઇ રહ્યો છે. ત્યારે અહિંના એક 90 વર્ષના વૃધ્ધે તો એમ પણ જણાવ્યુ હતું કે થોડા દિવસ લોકોને ભલે તકલીફ પડે. જો આનાથી દેશનું કંઇ સારૂ થતુ હોય તો જ્યારે ચરખા ગામેથી આવેલા એક વૃધ્ધે એમ જણાવ્યુ હતું કે અમે સવારના પાંચ વાગ્યાથી અહીં લાઇનમાં ઉભા છીએ. છેલ્લા બે દિવસથી અમે આ રીતે નાણા લેવા દોડધામ કરી રહ્યા છીએ.
રોજ 2200નો ખોળ ખરીદવો ક્યાંથી?
ગીરના એક માલધારીએ જણાવ્યુ હતું કે અમારા પશુઓ માટે દરરોજ બે ગુણી ખોળની જરૂર પડે છે. રોજ 2200 રૂપીયાના ખોળની જરૂર છે પણ આ ખોળ ખરીદવો કેમ? મારી પાસે રૂા. 500 અને 1000ની જ નોટો છે. અમારે ઢોર ચરાવવા જવુ કે બેંકની લાઇનમાં ઉભા રહેવુ ?
સિંહોની સાથે સેલ્ફી લેવા જતા પડ્યું મોંઘુ, ત્રણ યુવકો ગેરકાયદે ગુસ્યા જંગલમાં
Bhaskar News, Savarkundla | Nov 17, 2016, 23:57 PM IST
- ફાઇલ ફોટો
સાવરકુંડલા:ગીર
પુર્વ વનવિભાગ ધારી હેઠળ આવેલ કરમદડી રાઉન્ડમા વડોદરાના ત્રણ યુવકો
ગેરકાયદે સિંહદર્શન અને સિંહોની સાથે સેલ્ફી લેવા જતા વનવિભાગે ત્રણેય
યુવકોને ઝડપી લઇ 25 હજારનો દંડ ફટકાર્યો હતો. વડોદરાના ચાર્મિસ ગોવિંદભાઇ
કહાર, ચસીનભાઇ રાજેશભાઇ પાટડીયા તેમજ જયરાજસિંહ વાઘેલા નામના યુવકો
ગેરકાયદે જંગલમા પ્રવેશ્યા હતા. આ દરમિયાન વનવિભાગના પેટ્રોલીંગ દરમિયાન
ત્રણેય શખ્સો ઝડપાઇ ગયા હતા.
સિંહણને કાઢવા વનતંત્ર- ખેડૂતો સામસામે, એકબીજા પર હુમલા કરાયા
Bhaskar News Amreli | Nov 12, 2016, 02:06 AM IST
આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ આરએફઓ અને તેની ટીમ પર હુમલો કર્યો હતો. આ બનાવમાં પોલીસમાં સામ-સામી ફરિયાદો નોંધાતા મામલો તંગ બની ગયો છે. વિસાવદર તાલુકાનાં ખાંભા (ગીર)થી બે કિમીનાં અંતરે આવેલી ધનસુખભાઇ પુનાભાઇ ડાભીનાં વાડીનાં મકાનનો દરવાજો તોડી ગુરૂવારનાં રાત્રીનાં સાવજ પરિવારે બે બળદનું મારણ કર્યુ હતું. બાદમાં શુક્રવારે વહેલી સવારનાં બે સિંહ બહાર નિકળી ગયા હતાં. જયારે એક સિંહણ અંદર ફસાઇ ગઇ હતી.
સ્ટાફે
મકાનનો દરવાજો ખોલવાનું કહેતા તેની ના પાડતાં વનતંત્રનાં સ્ટાફે ધનસુખભાઇ
અને બે મહિલાને લાકડીથી માર મારતાં ત્રણેયએ સરકારી હોસ્પિટલે દાખલ થઇ
વિસાવદરઃ
વિસાવદરનાં ખાંભાની સીમમાં ગુરૂવારે સાવજ પરિવારે એક વાડીનાં મકાનનો
દરવાજો તોડી બે બળદનું મારણ કર્યા બાદ એક સિંહણ અંદર પુરાઇ જતાં ખેડુતે
વનતંત્રને જાણ કરતાં સ્ટાફે સ્થળ પર આવી દરવાજો ખોલવાનું કહેતા તેની ના
પાડતાં વનસ્ટાફે વાડી માલીકને માર માર્યો હતો.
આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ આરએફઓ અને તેની ટીમ પર હુમલો કર્યો હતો. આ બનાવમાં પોલીસમાં સામ-સામી ફરિયાદો નોંધાતા મામલો તંગ બની ગયો છે. વિસાવદર તાલુકાનાં ખાંભા (ગીર)થી બે કિમીનાં અંતરે આવેલી ધનસુખભાઇ પુનાભાઇ ડાભીનાં વાડીનાં મકાનનો દરવાજો તોડી ગુરૂવારનાં રાત્રીનાં સાવજ પરિવારે બે બળદનું મારણ કર્યુ હતું. બાદમાં શુક્રવારે વહેલી સવારનાં બે સિંહ બહાર નિકળી ગયા હતાં. જયારે એક સિંહણ અંદર ફસાઇ ગઇ હતી.
સવારે 6 વાગ્યે ધનસુખભાઇ વાડીએ જતાં દરવાજો તુટેલો જોતા અંદર સિંહણને
નિહાળી નવાઇ પામી ગયા હતાં. આ અંગે વનતંત્રને જાણ કરતાં 4 કલાક સવારે 10
વાગ્યે સ્ટાફે આવી તપાસ કરી રેસ્કયુ ટીમને બોલાવી હતી.
Subscribe to:
Posts (Atom)