વિસાવદરઃ
વિસાવદરનાં ખાંભાની સીમમાં ગુરૂવારે સાવજ પરિવારે એક વાડીનાં મકાનનો
દરવાજો તોડી બે બળદનું મારણ કર્યા બાદ એક સિંહણ અંદર પુરાઇ જતાં ખેડુતે
વનતંત્રને જાણ કરતાં સ્ટાફે સ્થળ પર આવી દરવાજો ખોલવાનું કહેતા તેની ના
પાડતાં વનસ્ટાફે વાડી માલીકને માર માર્યો હતો.
આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ આરએફઓ અને તેની ટીમ પર હુમલો કર્યો હતો. આ બનાવમાં પોલીસમાં સામ-સામી ફરિયાદો નોંધાતા મામલો તંગ બની ગયો છે. વિસાવદર તાલુકાનાં ખાંભા (ગીર)થી બે કિમીનાં અંતરે આવેલી ધનસુખભાઇ પુનાભાઇ ડાભીનાં વાડીનાં મકાનનો દરવાજો તોડી ગુરૂવારનાં રાત્રીનાં સાવજ પરિવારે બે બળદનું મારણ કર્યુ હતું. બાદમાં શુક્રવારે વહેલી સવારનાં બે સિંહ બહાર નિકળી ગયા હતાં. જયારે એક સિંહણ અંદર ફસાઇ ગઇ હતી.
સવારે 6 વાગ્યે ધનસુખભાઇ વાડીએ જતાં દરવાજો તુટેલો જોતા અંદર સિંહણને
નિહાળી નવાઇ પામી ગયા હતાં. આ અંગે વનતંત્રને જાણ કરતાં 4 કલાક સવારે 10
વાગ્યે સ્ટાફે આવી તપાસ કરી રેસ્કયુ ટીમને બોલાવી હતી.
No comments:
Post a Comment