અમરેલીઃરાજુલા
પંથકમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે અહીના વડ ગામે આવેલ એક
આંબાવડીયામા છેલ્લા ત્રણેક દિવસથી બે સિંહણોએ ધામા નાખ્યા છે. સિંહ પ્રેમીઓ
જણાવી રહ્યાં છે કે આ વિસ્તારમા સાવજોને પુરતા પ્રમાણમા ખોરાક અને પાણી
મળતુ નથી જેના કારણે સાવજો આમથી તેમ ભટકતા હોય છે.
રાજુલાના વડ ગામે આવેલ જસુભાઇ ધાખડાના આંબાના બગીચામા છેલ્લા ત્રણેક દિવસથી બે સિંહણોએ ધામા નાખ્યા છે. આ સિંહણોને કોઇ પ્રકારની કનડગત નથી પરંતુ લોકોમા ભય જરૂર જોવા મળી રહ્યો છે. આ વિસ્તારથી થોડે દુર 40 જેટલા સાવજો વસવાટ કરી રહ્યાં છે. સિંહ પ્રેમીઓએ જણાવ્યું હતુ કે આ બે સિંહણો એકસાથે છેલ્લા ત્રણેક દિવસથી અહી કેમ ધામા નાખ્યા છે તેવા સવાલો પણ લોકોમાથી ઉઠી રહ્યાં છે. આ વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે પરંતુ અહી સાવજોને પુરતા પ્રમાણમા શિકાર મળી શકતો નથી. સાવજોને પીવાના પાણી માટે પણ ભટકવુ પડે છે. અહી વનવિભાગ દ્વારા પાણીની કુંડીઓ તો બનાવી છે પરંતુ આ કુંડીમા નિયમિત પાણી ન ભરાતુ હોવાનુ પણ સિંહ પ્રેમીઓ જણાવી રહ્યાં છે. હાલ તો આ બંને સિંહણોએ અહી છેલ્લા ત્રણ દિવસથી ધામા નાખ્યા હોય લોકોમા અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
No comments:
Post a Comment