Friday, August 31, 2018

સેમરડીમાં માલઢોર ચરાવતા યુવાનને વનકર્મીઓએ મારમાર્યો

Divyabhaskar.com | Updated - Aug 18, 2018, 02:01 AM

જંગલખાતાની દિવાલ પાડી નાખવાનો કેસ કર્યો
ધારી તાબાના સેમરડીના ગૌચરમા માલઢોર ચરાવી રહેલા એક યુવાનને ફોરેસ્ટ ગાર્ડ અને ટ્રેકરે જંગલખાતાની દિવાલ પાડી નાખી છે તેમ કહી સેમરડી ચેકપોસ્ટ પર લાવી બાદમા ધારી ખાતે લઇ આવ્યા હતા. જયા આરએફઓ સહિતે બંને કર્મચારીઓએ લાકડી વડે મારમાર્યો હતો. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા ત્રણેય સામે ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

માલઢોર ચરાવતા યુવાનને આરએફઓ સહિત બે વનકર્મીઓએ મારમાર્યાની આ ઘટના ધારીમા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર દલખાણીયામા રહેતા અને માલઢોરનો ધંધો કરતા હારૂનભાઇ વલીભાઇ બ્લોચ સેમરડીના ગૌચરમા ભેંસો ચરાવી રહ્યાં હતા ત્યારે ફોરેસ્ટ ગાર્ડ ચૌહાણભાઇ અને ટ્રેકર અશરફભાઇએ ત્યાં ધસી આવી જંગલખાતાની દિવાલ તે પાડી નાખી છે કહી બોલેરો ગાડીમા બેસાડી ધારી ભુતબંગલે લઇ આવ્યા હતા. અહી તેમણે દિવાલ પાડવાનો કેસ કરી રૂમમા બેસાડી દીધો હતો. બાદમા રાત્રીના સમયે આરએફઓએ સહિત બંને કર્મચારીઓએ મળીને લાકડી વડે મારમાર્યો હતો. બાદમા બીજા દિવસે સરકારી દવાખાને લઇ ગયેલ અને બાદમા ધારી કોર્ટમા લાવતા તેમણે રસ્તામા કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020116-2483302-NOR.html

ગાંડી ગીર તેના છોરૂની પાલન પોષણની જવાબદારી સુપેરે નિભાવે

Divyabhaskar.com | Updated - Aug 19, 2018, 02:06 AM

ગાંડી ગીર તેના છોરૂની પાલન પોષણની જવાબદારી સુપેરે નિભાવે છે. જંગલમાં વસતા પ્રાણીઓ, પક્ષીઓ કે માલધારીઓના દુધાળા...
ગાંડી ગીર તેના છોરૂની પાલન પોષણની જવાબદારી સુપેરે નિભાવે છે. જંગલમાં વસતા પ્રાણીઓ, પક્ષીઓ કે માલધારીઓના દુધાળા ઢોર જ નહી આ માલધારીઓ અને ગીર કાંઠાના જન જનનું પોષણ આ જંગલ કરે છે. અહિંના લોક જીવનને આ જંગલ અવનવા ખાદ્ય પદાર્થોની ભેટ આપે છે. આવી જ એક અણમોલ ભેટ છે કંટોલા. કોઇ પધ્ધતિસરની ખેતી વગર જ જંગલ અને ગીર કાંઠાના વિસ્તારમાં આપોઆપ ઉગી નિકળતા આ કંટોલા સ્વાદિષ્ટ તો છે જ સાથે ગુણકારી પણ છે.

ગીર કાંઠાના લોકોનું આ મન ભાવતુ શાક છે. જેના માટે કોઇ નાણા ચુકવવા પડતા નથી. વળી તે દાઢે વળગે તેવુ સ્વાદિષ્ટ પણ છે. કંટોલા આમ પણ આયુર્વેદની દ્રષ્ટિએ ભારે ગુણકારી છે. ગીર કાંઠાના ધારી અને ખાંભા તાલુકામાં મોટી માત્રામાં આપો આપ આ કંટોલા ઉગી નિકળે છે. જેના વેલાઓ મોટાભાગે ઝાડી-જાખરાઓ અને વાડી-ખેતરોની વાડમાં થાય છે. અમરેલી જીલ્લામાં ક્યાય કંટોલાની પધ્ધતિસર ખેતી થતી નથી. માત્ર કુદરતી રીતે જ ઉગી નિકળતા આ કંટોલા મજુર પરિવારના લોકો વિણી લાવે છે અને તે બજારમાં શાક તરીકે વેંચાય પણ છે. ખાસ કરીને કુમળા કંટોલાનું શાક વધુ સ્વાદિષ્ટ હોય છે. ધારી, ખાંભા અને સાવરકુંડલા પંથકમાં મજુર પરિવારના લોકો આ કંટોલાની અમરેલી તથા આસપાસના વિસ્તારોની શાક માર્કેટમાં પહોંચાડે છે. તેમને કિલો દીઠ માંડ 40 થી 50 રૂપીયા મળે છે. જ્યારે આ કંટોલા અમરેલીની બજારમાં રૂા. 100 થી 120 ના પ્રતિકિલોના ભાવે વેંચાય છે. કંટોલાની આવક મુજબ ભાવ રોજે રોજ ફરતો પણ રહે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020559-2491506-NOR.html

અમરેલી જિલ્લા પંચાયત ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Divyabhaskar.com | Updated - Aug 21, 2018, 02:01 AM

અમરેલી | 21મી સદીના પ્રણેતા, દેશમાં કોમ્પ્યુટર યુગ લાવનાર દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતી...
અમરેલી | 21મી સદીના પ્રણેતા, દેશમાં કોમ્પ્યુટર યુગ લાવનાર દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતી પ્રસંગે આજે અમરેલી જિલ્લા પંચાયત ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખી દેશના પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ તકે લાઠી વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા, શિક્ષણ સમિતિના ચેરપર્સન મીનાબેન કોઠીવાળ, તાલુકા પંચાયત પ્રમુખ નીરજ અકબરી, કારોબારી ચેરમેન ડેરવાળા, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત સભ્યો તેમજ કોંગ્રેસ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ લાઠી ખાતે તાલુકા પંચાયતમાં વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તસ્વીર- જયેશ લીંબાણી
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020132-2508367-NOR.html

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મારણ માટે સાવજો ગમે ત્યારે કોઇ

Divyabhaskar.com | Updated - Aug 27, 2018, 02:01 AM

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મારણ માટે સાવજો ગમે ત્યારે કોઇ પણ ગામમાં ઘુસી જઇ કાળો કેર વર્તાવી રહ્યા છે....
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મારણ માટે સાવજો ગમે ત્યારે કોઇ પણ ગામમાં ઘુસી જઇ કાળો કેર વર્તાવી રહ્યા છે. ત્યારે રાજુલા તાલુકાના કાતરમાં છેલ્લાં ત્રણ દિવસથી મધરાત થતા જ સાવજો મારણ માટે ગામમાં ઘુસી આવે છે. ત્રણ દિવસમાં 6 પશુનું મારણ આ સાવજોએ કર્યું છે. સાવજોની અવર જવર સીસીટીવીમાં પણ કેદ થઇ છે.રાજુલા પંથકના રેવન્યુ વિસ્તારમાં સાવજો મોટી સંખ્યામાં છે. આ સાવજો વાડી ખેતરોમાં તો પશુઓનું મારણ કરે જ છે પરંતુ અવાર નવાર કોઇને કોઇ ગામમાં પણ આવી ચડે છે અને માલધારી-ખેડુતોના ઉપયોગી પશુનું મારણ કરી હાહાકાર મચાવે છે. રાજુલાના કાતર ગામમાં છેલ્લાં ત્રણ દિવસથી આવુ બની રહ્યુ છે. ગામની સીમમાં સાવજોએ કાયમી ધામા નાખ્યા છે. અને રાત પડતા જ સાવજનું ટોળુ કાતર ગામમાં ઘસી જાય છે. ગામની બજારોમાં આંટા મારી પશુઓનું મારણ કરે છે. છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન અહીં સાવજો દ્વારા 6 પશુનું મારણ કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસેતો તેમના હાથમાં કોઇ પશુ આવ્યું ન હતું પરંતુ બીજા દિવસે ખેડુતના ત્રણ બળદ મારી નાખ્યા હતા. અને ગઇરાત્રે સતત ત્રજા દિવસે પણ ત્રણ પશુનું મારણ કર્યું હતું. નવાઇની વાત એ છે કે ગામની બજારમાં આટા મારતા આ સાવજો સીસીટીવીમાં પણ કેદ થઇ ગયા છે. સામાન્ય રીતે કોઇ ગુન્હાહીત પ્રવૃતિ સીસીટીવીમાં કેદ થાય તો તેનો ભેદ ઉકેલવામાં ઉપયોગી થાય પરંતુ અહીં સાવજોની અવર જવર કેમેરામાં કેદ હોવા છતાં તેની સામે કોઇ કાર્યવાહી થઇ શકે તેમ નથી. આમ ગામલોકો પણ અહીં લાચાર નજરે પડી રહ્યા છે. પાછલા કેટલાક દિવસોથી સાવજોએ કાતરની સીમમાં જાણે ઘર બનાવી લીધુ છે. અહીંના ટેકરાઓ પર સાવજોનો કાયમી વસવાટ જોવા મળી રહ્યો છે. ગામની સીમમાં ટેકરાઓ પર આ સિંહો ધામા નાખીને પડ્યા છે. તસ્વીર- કે.ડી.વરૂ

https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020135-2560581-NOR.html

રાજુલા: રાત પડતાં જ કાતર ગામમાં ઘૂસી આવે છે સિંહ પરિવાર, 6 પશુનું મારણ

Divyabhaskar.com | Updated - Aug 27, 2018, 04:45 PM

ગામની બજારમાં આટા મારતા આ સાવજો સીસીટીવીમાં પણ કેદ થઇ ગયા છે
ગામની બજારમાં આટા મારતા આ સાવજો સીસીટીવીમાં પણ કેદ

અમરેલી: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મારણ માટે સાવજો ગમે ત્યારે કોઇ પણ ગામમાં ઘુસી જઇ કાળો કેર વર્તાવી રહ્યા છે. ત્યારે રાજુલા તાલુકાના કાતરમાં છેલ્લાં ત્રણ દિવસથી મધરાત થતા જ સાવજો મારણ માટે ગામમાં ઘુસી આવે છે. ત્રણ દિવસમાં 6 પશુનું મારણ આ સાવજોએ કર્યું છે. સાવજોની અવર જવર સીસીટીવીમાં પણ કેદ થઇ છે. રાજુલા પંથકના રેવન્યુ વિસ્તારમાં સાવજો મોટી સંખ્યામાં છે. આ સાવજો વાડી ખેતરોમાં તો પશુઓનું મારણ કરે જ છે પરંતુ અવાર નવાર કોઇને કોઇ ગામમાં પણ આવી ચડે છે અને માલધારી-ખેડુતોના ઉપયોગી પશુનું મારણ કરી હાહાકાર મચાવે છે.
રાત પડતા જ સાવજનું ટોળુ કાતર ગામમાં ઘસી જાય છે
રાજુલાના કાતર ગામમાં છેલ્લાં ત્રણ દિવસથી આવુ બની રહ્યુ છે. ગામની સીમમાં સાવજોએ કાયમી ધામા નાખ્યા છે. અને રાત પડતા જ સાવજનું ટોળુ કાતર ગામમાં ઘસી જાય છે. ગામની બજારોમાં આંટા મારી પશુઓનું મારણ કરે છે. છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન અહીં સાવજો દ્વારા 6 પશુનું મારણ કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસેતો તેમના હાથમાં કોઇ પશુ આવ્યું ન હતું પરંતુ બીજા દિવસે ખેડુતના ત્રણ બળદ મારી નાખ્યા હતા. અને ગઇરાત્રે સતત ત્રજા દિવસે પણ ત્રણ પશુનું મારણ કર્યું હતું.
સાવજોની અવર જવર કેમેરામાં કેદ
નવાઇની વાત એ છે કે ગામની બજારમાં આટા મારતા આ સાવજો સીસીટીવીમાં પણ કેદ થઇ ગયા છે. સામાન્ય રીતે કોઇ ગુન્હાહીત પ્રવૃતિ સીસીટીવીમાં કેદ થાય તો તેનો ભેદ ઉકેલવામાં ઉપયોગી થાય પરંતુ અહીં સાવજોની અવર જવર કેમેરામાં કેદ હોવા છતાં તેની સામે કોઇ કાર્યવાહી થઇ શકે તેમ નથી. આમ ગામલોકો પણ અહીં લાચાર નજરે પડી રહ્યા છે. પાછલા કેટલાક દિવસોથી સાવજોએ કાતરની સીમમાં જાણે ઘર બનાવી લીધુ છે. અહીંના ટેકરાઓ પર સાવજોનો કાયમી વસવાટ જોવા મળી રહ્યો છે. ગામની સીમમાં ટેકરાઓ પર આ સિંહો ધામા નાખીને પડ્યા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-on-the-night-of-meghli-we-saw-him-laughing-but-his-head-was-known-as-the-lions-species-gujarati-news-5945750-PHO.html

લીલીયા પાસેનાં બૃહદગીરની રાજમાતા સિંહણનાં સ્વભાવમાં બદલાવ, લોકોની પાછળ મુકે છે દોટ

Divyabhaskar.com | Updated - Aug 28, 2018, 12:55 AM

સિંહબાળ વિખુટુ પડ્યું ત્યારથી બદલાવ આવ્યો હોવાનું કહેવાય છે: તપાસ કરવા માંગ કરાઇ

Liliya Changes the nature of liones, puts people behind the dots

  • લીલીયા: લીલીયા બૃહદગીર વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી રાજમાતા સિંહણ શાંત પડી ગયેલ હતી. પરંતુ છેલ્લા થોડા સમયથી તેમનાથી તેમનું સિંહબાળ વિખુટું પડી ગયું છે. ત્યારથી તેના સ્વભાવમાં બદલાવ આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. તે લોકોની પાછળ ગમે ત્યારે દોટ મૂકે છે. તેમના સ્વભાવમાં આવેલા આ બદલાવ અંગે તપાસ કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.
    સિંહણનું લોકેશન જે વિસ્તારમાં હોય તે વિસ્તારમાં માલધારીઓ, ખેડૂતો જવાનું ટાળી દેતા

    લીલીયા બૃહદગીર વિસ્તારમાં 40 જેટલા સિંહો વસવાટ કરી રહ્યા છે. તે રાજમાતા સિંહણના પરિવારના સદસ્યો હોવાનું મનાઈ રહ્યું છે. આ વયોવૃદ્ધ રાજમાતા સિંહણ એક સમયે સૌથી માથાભારે સિંહણ તરીકેની છાપ ધરાવતી હતી. રાજમાતા સિંહણનું લોકેશન જે વિસ્તારમાં હોય તે વિસ્તારમાં માલધારીઓ, ખેડૂતો જવાનું ટાળી દેતા હતા. આ રાજમાતા સિંહણ પાછલા બે-ત્રણ વર્ષથી સાવ શાંત થઈ ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. તેવા સમયે રાજમાતા સિંહણના સ્વભાવમાં પાછલા કેટલાક સમયથી બદલાવ આવ્યો છે.

    તે ફરી મૂળ સ્વભાવ પર આવી લોકોની પાછળ દોટ મૂકી રહી છે. રાજમાતા સિંહણના સ્વભાવમાં એકાએક બદલાવ આવતાં માલધારીઓ,ખેડૂતો પણ આશ્ચર્યમાં મૂકાયા છે. સ્થાનિક લોકોનું એવું માનવું છે કે ચાર માસ પૂર્વે રાજમાતા સિંહણે સિંહબાળને જન્મ આપ્યો તે સિંહબાળ કેટલાક સમયથી કોઈ કારણોસર તેમનાથી વિખૂટું પડી ગયેલ હોવાથી રાજમાતા સિંહણના સ્વભાવમાં બદલાવ આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. આવા સમયે રાજમાતા સિંહણના સ્વભાવમાં આવેલ બદલાવની તપાસ કરવા સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓએ માંગ કરી છે.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-liliya-changes-the-nature-of-liones-puts-people-behind-the-dots-gujarati-news-5946405-NOR.html

નાની કુંડળ ગામે વનકર્મીને ગાળો આપી ફરજમાં રૂકાવટ કરી, રાવ

બાબરા તાબાના નાની કુંડળ ગામના પ્રતિબંધિત જંગલ વિસ્તારમા ચાર શખ્સો માલઢોર ચરાવતા હતા અને દંડ નહી ભરી વનકર્મીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમા રૂકાવટ કરતા તેની સામે બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

વનકર્મીને ગાળો આપી ફરજમા રૂકાવટની આ ઘટના બાબરાના નાની કુંડળ ગામની સીમમા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર મોટી કુંડળ રહેતા વિનુભાઇ ઘુડાભાઇ તેમજ અન્ય ત્રણ અજાણ્યા શખ્સો જંગલમા પ્રતિબંધિત વિસ્તારમા માલઢોર ચરાવી રહ્યાં હતા. આ શખ્સોને વનતંત્રએ દંડ ફટકાર્યો હતો જે નહી ભરી વનકર્મી દેવરાજભાઇ વાલજીભાઇ ગોહિલને ગાળો આપી હતી.

આ ઉપરાંત ચારેય શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમા રૂકાવટ કરતા દેવરાજભાઇએ ચારેય સામે બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે એએસઆઇ પી.કે.ગોહિલ તપાસ ચલાવી રહ્યાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-021047-2568369-NOR.html