Divyabhaskar.com | Updated - Aug 18, 2018, 02:01 AM
જંગલખાતાની દિવાલ પાડી નાખવાનો કેસ કર્યો
ધારી તાબાના સેમરડીના ગૌચરમા માલઢોર ચરાવી રહેલા એક યુવાનને ફોરેસ્ટ ગાર્ડ
અને ટ્રેકરે જંગલખાતાની દિવાલ પાડી નાખી છે તેમ કહી સેમરડી ચેકપોસ્ટ પર
લાવી બાદમા ધારી ખાતે લઇ આવ્યા હતા. જયા આરએફઓ સહિતે બંને કર્મચારીઓએ લાકડી
વડે મારમાર્યો હતો. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા
ત્રણેય સામે ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
માલઢોર ચરાવતા યુવાનને આરએફઓ સહિત બે વનકર્મીઓએ મારમાર્યાની આ ઘટના
ધારીમા બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર દલખાણીયામા રહેતા
અને માલઢોરનો ધંધો કરતા હારૂનભાઇ વલીભાઇ બ્લોચ સેમરડીના ગૌચરમા ભેંસો
ચરાવી રહ્યાં હતા ત્યારે ફોરેસ્ટ ગાર્ડ ચૌહાણભાઇ અને ટ્રેકર અશરફભાઇએ ત્યાં
ધસી આવી જંગલખાતાની દિવાલ તે પાડી નાખી છે કહી બોલેરો ગાડીમા બેસાડી ધારી
ભુતબંગલે લઇ આવ્યા હતા. અહી તેમણે દિવાલ પાડવાનો કેસ કરી રૂમમા બેસાડી દીધો
હતો. બાદમા રાત્રીના સમયે આરએફઓએ સહિત બંને કર્મચારીઓએ મળીને લાકડી વડે
મારમાર્યો હતો. બાદમા બીજા દિવસે સરકારી દવાખાને લઇ ગયેલ અને બાદમા ધારી
કોર્ટમા લાવતા તેમણે રસ્તામા કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી
હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020116-2483302-NOR.html
No comments:
Post a Comment