Divyabhaskar.com | Updated - Aug 28, 2018, 12:55 AM
સિંહબાળ વિખુટુ પડ્યું ત્યારથી બદલાવ આવ્યો હોવાનું કહેવાય છે: તપાસ કરવા માંગ કરાઇ
સિંહણનું લોકેશન જે વિસ્તારમાં હોય તે વિસ્તારમાં માલધારીઓ, ખેડૂતો જવાનું ટાળી દેતા
લીલીયા બૃહદગીર વિસ્તારમાં 40 જેટલા સિંહો વસવાટ કરી રહ્યા છે. તે રાજમાતા સિંહણના પરિવારના સદસ્યો હોવાનું મનાઈ રહ્યું છે. આ વયોવૃદ્ધ રાજમાતા સિંહણ એક સમયે સૌથી માથાભારે સિંહણ તરીકેની છાપ ધરાવતી હતી. રાજમાતા સિંહણનું લોકેશન જે વિસ્તારમાં હોય તે વિસ્તારમાં માલધારીઓ, ખેડૂતો જવાનું ટાળી દેતા હતા. આ રાજમાતા સિંહણ પાછલા બે-ત્રણ વર્ષથી સાવ શાંત થઈ ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. તેવા સમયે રાજમાતા સિંહણના સ્વભાવમાં પાછલા કેટલાક સમયથી બદલાવ આવ્યો છે.
તે ફરી મૂળ સ્વભાવ પર આવી લોકોની પાછળ દોટ મૂકી રહી છે. રાજમાતા સિંહણના સ્વભાવમાં એકાએક બદલાવ આવતાં માલધારીઓ,ખેડૂતો પણ આશ્ચર્યમાં મૂકાયા છે. સ્થાનિક લોકોનું એવું માનવું છે કે ચાર માસ પૂર્વે રાજમાતા સિંહણે સિંહબાળને જન્મ આપ્યો તે સિંહબાળ કેટલાક સમયથી કોઈ કારણોસર તેમનાથી વિખૂટું પડી ગયેલ હોવાથી રાજમાતા સિંહણના સ્વભાવમાં બદલાવ આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. આવા સમયે રાજમાતા સિંહણના સ્વભાવમાં આવેલ બદલાવની તપાસ કરવા સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓએ માંગ કરી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-liliya-changes-the-nature-of-liones-puts-people-behind-the-dots-gujarati-news-5946405-NOR.html
લીલીયા: લીલીયા બૃહદગીર વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ
વર્ષથી રાજમાતા સિંહણ શાંત પડી ગયેલ હતી. પરંતુ છેલ્લા થોડા સમયથી તેમનાથી
તેમનું સિંહબાળ વિખુટું પડી ગયું છે. ત્યારથી તેના સ્વભાવમાં બદલાવ આવ્યો
હોવાનું મનાઈ રહ્યું છે. તે લોકોની પાછળ ગમે ત્યારે દોટ મૂકે છે. તેમના
સ્વભાવમાં આવેલા આ બદલાવ અંગે તપાસ કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.
No comments:
Post a Comment