Friday, August 31, 2018

લાયન્સ ઓફ અમરેલી રોયલદ્વારા દહિંડા ગામે વૃક્ષારોપણ કાર્યક્મ

Divyabhaskar.com | Updated - Aug 07, 2018, 02:01 AM

અમરેલી |લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા અમરેલી શહેર તેમજ જિલ્લાના વિવિધ ગામડાઓમાં જઇને વૃક્ષારોપણ કરી...

લાયન્સ ઓફ અમરેલી રોયલદ્વારા દહિંડા ગામે વૃક્ષારોપણ કાર્યક્મ
અમરેલી |લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા અમરેલી શહેર તેમજ જિલ્લાના વિવિધ ગામડાઓમાં જઇને વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનું સરાહનિય કાર્ય કરવામાં આવી રહ્યું છે. અમરેલીના દહિંડા ગામે આવા જ એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના સદસ્યો અને દહિંડા ગામ લોકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લા. કનુભાઇ દેસાઇ, લા. અશોકભાઇ મકાણી, ગામના સરપંચ ભૂપતભાઇ મકાણી તેમજ ગામના વડિલો અને ગામલોકો હાજર રહ્યા હતા. તસ્વીર-જયેશ લીંબાણી
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020119-2398060-NOR.html

સાવરકુંડલાના અભરામપરા ગામે ચાર સાવજોએ પશુનું કર્યું મારણ, ગ્રામજનોમાં ભયનો માહોલ

Divyabhaskar.com | Updated - Aug 07, 2018, 02:57 PM

ગ્રામજનોને જાણ થતા સિંહોએ કરેલા મારણને જોવા ઉમટી પડ્યા હતા અને મોબાઇલમાં આ દ્રશ્યો કેદ કર્યા હતા

અભરામપરામાં ચાર સિંહોના ધામા
અમરેલી: સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાર સિંહો આવી ચડતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે ગામની સીમમાં એક પશુનું મારણ કરી ચારેય સિંહે મિજબાની માણી હતી. ગ્રામજનોને જાણ થતા સિંહોએ કરેલા મારણને જોવા ઉમટી પડ્યા હતા અને મોબાઇલમાં આ દ્રશ્યો કેદ કર્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અમારા ગામમાં સિંહોના ધામાને લઇને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો રાત્રે પોતાની વાડીએ જઇ શકતા નથી. એક તરફ વરસાદ ખેંચાતા પિયતની સિઝન ચાલી રહી છે ત્યારે સિંહોને કારણે વાડીએ જવું મુશ્કેલ બન્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-four-lion-came-in-abharampara-village-of-savarkundala-gujarati-news-5932906-PHO.html

અમરેલીના ક્રાંકચથી લઇ જસાધારના વિસ્તારમાં 12 સિંહ યુગલો સંવનનમાં વ્યસ્ત

Divyabhaskar.com | Updated - Aug 09, 2018, 12:40 PM

સાવજોની પ્રણયક્રિડામાં ખલેલ પહોંચાડવી જોખમી, સાવરકુંડલા, ખાંભા, લીલીયા, રાજુલા, ધારી પંથકમાં ગુંજશે સિંહબાળની કિકિયારી

ઘટનાને પ્રસ્તુત કરવા માટે પ્રતિકાત્મક તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે
Jasadharana area take krankacathi 12 lions mating, engaged couplesઅમરેલી: અમરેલી પંથકમાં વાડી-ખેતરો, નદી-નાળા, નેરા-વોંકળા, સરકારી ખરાબો કે પડતર જમીન, બાવળની કાંટ કે જળાશયો જે ગણો તે સાવજનું ઘર છે. કારણ કે જંગલ છોડી સાવજોએ અહીં પોતાનું નવું ઘર વસાવ્યું છે. હાલમાં સાવજોનો મેટિંગ પીરીયડ ચાલી રહ્યો છે. ગીર જંગલના દરવાજા આ કારણે જ બંધ કરી દેવાયા છે. પરંતુ રેવન્યુ વિસ્તારમાં તેવું ન થઈ શકે. ક્રાંકચથી લઇ ધારી, ખાંભા અને નાગેશ્રી સુધીના વિસ્તારમાં હાલમાં 12 સિંહ યુગલો સંવનનમાં વ્યસ્ત નજરે પડે છે.
વર્ષા ઋતુમાં સાવજોનો પ્રયણફાગ આપશે નવા સિંહબાળને જન્મે
આમ તો યુવા સિંહણને બચ્ચા ન હોય તો પ્રણયક્રિડા વર્ષમાં ગમે ત્યારે શરૂ થઇ શકે છે. પરંતુ કુદરતી રીતે ચોમાસાનો હાલનો ગાળો સાવજોનો સંવનનકાળ છે. અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં 90થી વધુ સાવજો વસે છે. આ ઉપરાંત જંગલમાંથી રેવન્યુમાં અવર-જવરવાળા સાવજો પણ ઘણા છે. આ વિસ્તારમાં બચ્ચાઓને જન્મ આપી શકે તેવી યુવા સિંહણોની સંખ્યા 35થી વધુ છે. જ્યારે દિપાવલીના ઉત્સવોનો માહોલ આવશે તેવા સમયે સાવજોની સંખ્યામાં ખાસ્સો ઉમેરો પણ થશે. કારણ કે, હાલમાં માત્ર આ વિસ્તારમાં જ 12 સિંહ યુગલો સંવનનમા વ્યસ્ત નજરે પડી રહ્યાં છે. આવનારા સમયમા કદાચ વધુ યુગલો આ ક્રિડામાં જોડાશે. દેશના અણમોલ ઘરેણા સમાન સાવજોની સંખ્યા વધવા જઇ રહી છે.
ક્યાં ક્યાં ચાલી રહ્યું છે સાવજોનું સંવનન ?
-ખાંભાના ડેડાણ નજીક પતરમાળ ડૂંગર ઉપર બેલાડ
-લીલીયાના વાઘણીયામાં 3 સિંહની જોડીમાં એક સિંહ અને સિંહણ
-ક્રાંકચમાં મોટો નર અને માદા
-ખાંભાના રાહાગાળામા ભુરિયો સિંહ અને માદા
-ભાડ ઈંગોરાળાની સીમમાં જાંબો સિંહ અને સિંહણ
-ઘોબા રાણીગાળા વિસ્તારમાં સિંહ યુગલ
-રાજુલાના ખારી વિસ્તારનું સિંહ યુગલ
-નાગેશ્રી બારમણ વચ્ચે રહેતું સિંહ યુગલ
-કોટડીની સીમમાં રહેતું સિંહ યુગલ
-જસાધારમાં રાવલ ડેમ નજીક બાંડો સિંહ અને સિંહણ
-ધારી પંથકમા દલખાણીયા અને કાંગસા વિસ્તારમા બે યુગલ
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-jasadharana-area-take-krankacathi-12-lions-mating-engaged-couples-gujarati-news-5934270-PHO.html

સૌરાષ્ટનાં પાંચ જિલ્લામાં 12 લાખ લોકો એક સાથે માનવસાંકળ બનાવી સિંહ સંરક્ષણ- સંવર્ધનની જવાબદારીનો સંદેશો આપશે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:00 AM

આજે વિશ્વ સિંહ દિવસ |સાસણ વન્યપ્રાણી વર્તુળનાં માર્ગદર્શન હેઠળ ઉજવણી કરાશે, 40 તાલુકામાં પાંચ હજારથી વધુ...

સૌરાષ્ટનાં પાંચ જિલ્લામાં 12 લાખ લોકો એક સાથે માનવસાંકળ બનાવી સિંહ સંરક્ષણ- સંવર્ધનની જવાબદારીનો સંદેશો આપશે
ગુજરાતનાં અભિન્ન અંગ ગણાતાં ગીરનાં સાવજો ગુજરાની અમુલ્ય ધરોહર હોય તેનાં સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી સમગ્ર ગુજરાતની જનતાની હોય તેવો શુભ સંદેશો લોકોને આપવા સૌરાષ્ટ્રનાં 5 જિલ્લા ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં 12 લાખ લોકો એકી સાથે માનવસાંકળ રચી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરશે.

સાસણ ખાતે ગુરૂવારે યોજવામાં આવેલ પત્રકાર પરીષદમાં વિગતો આપતા સાસણ વન્યપ્રાણી વર્તુળનાં નવનિયુક્ત ડીસીએફ ડો.મોહન રામે જણાવેલ કે ગુજરાતમાં 2016 થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી માટે સૌરાષ્ટ્રનાં 5 જિલ્લાનાં 40 તાલુકામાં 5 હજારથી વધુ સ્કુલ-કોલેજો, સામાજીક સંસ્થાઓ, એનજીઓ મળી 12 લાખથી વધુ લોકો ઉજવણીમાં ભાગ લેશે. સ્કુલોમાં સિંહનાં મહોરા પહેરી બાળકોની રેલી નીકળશે. જે ગામોમાં ફરશે શાળાનાં શિક્ષકો, આચાર્યો સિંહપ્રજાતી વિશે સમજ આપશે. ગીર જંગલ અને સિંહો વિશેની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બતાવવામાં આવશે ઉજવણી બાદ 12 લાખ લોકો સામુહીક પ્રતિક્ષો લઇ સિંહ બચાવવાનાં સંકલ્પ કરશે. આ ઉજવણીને સફળ જિલ્લા કોર્ડીનેટરથી તાલુકા કોર્ડીનેટર સ્તરે વ્યવસ્થા ઉભી કરાઇ છે. સાસણ વન્યપ્રાણી વિભાગ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવાઇ રહી છે.

આવતીકાલે વિશ્વ સિંહ દિવસ હોય તેની ઉજવણીને લઈ વનવિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

સિંહ સંરક્ષણમાં લોકોની ભાગીદારી વધે: ડીસીએફ ડો.મોહન રામ

ગીરનાં સિંહ ગુજરાતનાં લોકોની અસ્મિતા છે. સિંહોનાં સંરક્ષણમાં લોકોની ભાગીદારી વધે તે માટે લોકોમાં જાગૃતી લાવવા વન વિભાગ વિશ્વ સિંહ દિવસની ઉજવણીનાં માધ્યમથી લોકોને વચ્ચે જશે અને સિંહ પ્રજાતીનાં સરંક્ષણ અને સંવર્ધનમાં લોક ભાગીદારી વધારવાનાં પ્રયત્નો કરાશે તેમ સાસણ ડીસીએફ ડો. મોહન રામે જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020043-2425759-NOR.html

જિલ્લાભરમાં વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી, બેનરો અને સુત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓએ રેલી કાઢી

Divyabhaskar.com | Updated - Aug 11, 2018, 02:05 AM

એશીયાનાં ઘરેણા સમાન સાવજોનાં રક્ષણ માટે લોકોમાં જાગરૂકતા આવે એ માટે રેલી સહિતના કાર્યક્રમોનુ પણ આયોજન કરાયું ...

જિલ્લાભરમાં વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી, બેનરો અને સુત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓએ રેલી કાઢી
અમરેલી સહિત જિલ્લાભરમા આજે વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી કરવામા આવી હતી. ઠેરઠેર સ્વૈચ્છિક સંસ્થા, વનતંત્ર દ્વારા આ ઉજવણી કરાઇ હતી. એશીયાના ઘરેણા સમાન સાવજોના રક્ષણ માટે લોકોમા જાગરૂકતા આવે તે માટે રેલી સહિતના કાર્યક્રમોનુ પણ આયોજન કરાયુ હતુ. અમરેલી, લીલીયા, સાવરકુંડલા, બાબરા સહિતના શહેરોમા આ ઉજવણી કરાઇ હતી.

અમરેલીમા સામાજીક વનિકરણ વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી હતી. અહીના બાલભવન ખાતે આયોજીત કાર્યક્રમમા વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. આ પ્રસંગે ડીસીએફ પ્રિયંકા ગેહલોત, આરએફઓ ગોજીયા, નિલેશભાઇ પાઠક, મોટાભાઇ સંવટ, નારણભાઇ ડોબરીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. અહી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જાદવે લીલીઝંડી આપી રેલીનુ પ્રસ્થાન કરાવ્યું હતુ. રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.

લીલીયા ખાતે આજે વન વિભાગ અને ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટના રાજન જોશી દ્વારા સવારે મામલતદાર એમ.એમ.વસાવાના અધ્યક્ષ સ્થાને વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ સરકારી કોલેજ ખાતે સિંહ સંરક્ષણને લઈ બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. ત્યારબાદ મામલતદાર વસાવાએ લીલીઝંડી ફરકાવી મહારેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ મહારેલી સરકારી કોલેજ, અમૃતબા વિદ્યાલય, સરકારી કન્યાશાળા, કુમારશાળા, શ્રીમતી શાંતાબેન કન્યા વિદ્યાલય, જ્ઞાનદીપ શાળા સહિત જોડાય શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.

બાબરા તાલુકામાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વન વિભાગના સયુંકત ઉપક્રમે અહીં તાલુકાની વિવિધ શાળાઓ તેમજ બીઆરસી ભવન ખાતે સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિંહ બચાઓ તેમજ જંગલ બચાવોના સંકલ્પ કરવામાં આવ્યા હતા. અહીં શહેરમાં આવેલ બીઆરસી ભવન ખાતે નીતિનભાઈ ચાવડા સહિત વનવિભાગના સ્ટાફ દ્વારા સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ અહીં ચમારડી ખાતે આવેલ જનતા વિદ્યાલયમાં પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પંચશીલ વિદ્યાભવનમાં પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સિંહના મુખોટા સાથે રેલી યોજી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020540-2434901-NOR.html

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા પાછલા દિવસો દરમિયાન જુદીજુદી ત્રણ

Divyabhaskar.com | Updated - Aug 14, 2018, 02:01 AM

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા પાછલા દિવસો દરમિયાન જુદીજુદી ત્રણ સિંહણોની મોતની ઘટના બની હતી. જે પૈકી બે...

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા પાછલા દિવસો દરમિયાન જુદીજુદી ત્રણ સિંહણોની મોતની ઘટના બની હતી. જે પૈકી બે સિંહણ બચ્ચાવાળી હતી. સાવરકુંડલા ખાંભા નજીક મિતીયાળા વિસ્તારમા મૃત્યુ પામેલી સિંહણને બે બચ્ચા હતા જેની હાલમા કયાંય ભાળ મળતી નથી. દસેક દિવસ પહેલા આ સિંહણ ઇન્ફેકશનના કારણે મૃત્યુ પામી હતી. વનતંત્રએ આ બિમાર સિંહણને તો પકડી લીધી હતી. પરંતુ તેના બચ્ચા આજદિન સુધી કયાંય નજરે પડતા નથી જેને શોધવા વનતંત્ર ઉંધા માથે કામે લાગ્યું છે. જો વનતંત્ર બહુ ઝડપથી આ બંને સિંહબાળની ભાળ નહી મેળવે તો તે જીવતા કે મરેલી હાલતમા મળી આવવાની શકયતા પણ નહિવત રહેશે. આ વિસ્તારના આરએફઓ પ્રજાપતિએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતુ કે કોલર આઇડીવાળી રાજમાતા સિંહણના બચ્ચાની ભાળ મેળવવા પ્રયાસ ચાલુ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020111-2460278-NOR.html

તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ વિસ્તારમાં એક સિંહબાળ ગુમ, વનતંત્ર અજાણ


Divyabhaskar.com | Updated - Aug 16, 2018, 02:52 PM

6 માસ પેહલા સિંહણ દ્વારા બે સિંહબાળને જન્મ આપ્યો હતો, એક થયું ગુમ

one lion cub missed in rabarika round area of tulasishyam range but unknown forest department
આ બે સિંહબાળમાંથી એક ગુમ થયું
ખાંભા: તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા મોટા બારમણ રેવન્યુ વિસ્તારમાં એક સિંહણે બે સિંહબાળ સાથે જોવા મળતી હતી. તે સિંહણ સાથે હાલમાં એક જ સિંહબાળ નજરે પડી રહ્યું છે ત્યારે એક સિંહબાળ ગુમ થયાની ઘટનાથી રેન્જ અને રાઉન્ડના વનવિભાગ પણ અજાણ હોવાનું વનવિભાગના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ત્યારે આ સિંહબાળ જીવિત છે કે મૃત તે પણ એક તપાસનો વિષય છે.
6 માસ પેહલા સિંહણ દ્વારા બે સિંહબાળને જન્મ આપ્યો હતો
મળતી માહિતી પ્રમાણે તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા મોટા બારમણ રેવન્યુ વિસ્તારમાં 6 માસ પેહલા સાલવા ધાર વિસ્તારમાં એક સિંહણે બે સિંહબાળને જન્મ આપ્યો હતો. બંને સિંહબાળ પણ તંદુરસ્ત હતા અને માતા સાથે આ જ વિસ્તારમાં આવેલા કતારધાર અને ભૂંડણીધાર વિસ્તારમાં અવારનવાર સ્થળાંતર કરતા હતા. ત્યારે પાછલા ઘણા દિવસોથી આ સિંહણ સાથે માત્ર એક જ સિંહબાળ જોવા મળી રહ્યું છે. ત્યારે બીજું સિંહબાળ ક્યાં અને કેવી પરિસ્થિતિમાં છે તેનાથી સ્થાનિક વનવિભાગના કહેવાતા અધિકારીઓ કર્મચારીઓ અજાણ છે. આ રેન્જ કે રાઉન્ડના કહેવાતા વનવિભાગના કોઇ પણ અધિકારી કે કર્મચારી અહીં જોવા મળતા નથી ત્યારે આ સિંહબાળ ગુમ થયું છે કે પછી કોઇ અણબનાવ બન્યો છે તે વનવિભાગના અધિકારીઓ જો તાપસ કરે તો જ સામે આવે તેમ છે. ત્યારે શું હજુ આ સિંહબાળના મૃતદેહ મળે ત્યાં સુધી વનવિભાગ દ્વારા રાહ જોવામાં આવશે કે પછી આ સિંહબાળને શોધવા માટે કામે લાગશે તે જોવું રહ્યું.
અ'વાદની મહિલા બાળકીને અન્ય મહિલાને સોંપી દીવના દરિયામાં ગઇ આત્મહત્યા કરવા, લોકોએ બચાવી
તસવીરો અને માહિતી: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-one-lion-cub-missed-in-rabarika-round-area-of-tulasishyam-range-gujarati-news-5938877-NOR.html