Divyabhaskar.com | Updated - Aug 11, 2018, 02:05 AM
એશીયાનાં ઘરેણા સમાન સાવજોનાં રક્ષણ માટે લોકોમાં જાગરૂકતા આવે એ માટે રેલી સહિતના કાર્યક્રમોનુ પણ આયોજન કરાયું ...
અમરેલી સહિત જિલ્લાભરમા આજે વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી કરવામા આવી હતી. ઠેરઠેર સ્વૈચ્છિક સંસ્થા, વનતંત્ર દ્વારા આ ઉજવણી કરાઇ હતી. એશીયાના ઘરેણા સમાન સાવજોના રક્ષણ માટે લોકોમા જાગરૂકતા આવે તે માટે રેલી સહિતના કાર્યક્રમોનુ પણ આયોજન કરાયુ હતુ. અમરેલી, લીલીયા, સાવરકુંડલા, બાબરા સહિતના શહેરોમા આ ઉજવણી કરાઇ હતી.અમરેલીમા સામાજીક વનિકરણ વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી હતી. અહીના બાલભવન ખાતે આયોજીત કાર્યક્રમમા વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. આ પ્રસંગે ડીસીએફ પ્રિયંકા ગેહલોત, આરએફઓ ગોજીયા, નિલેશભાઇ પાઠક, મોટાભાઇ સંવટ, નારણભાઇ ડોબરીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. અહી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જાદવે લીલીઝંડી આપી રેલીનુ પ્રસ્થાન કરાવ્યું હતુ. રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.
લીલીયા ખાતે આજે વન વિભાગ અને ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટના રાજન જોશી દ્વારા સવારે મામલતદાર એમ.એમ.વસાવાના અધ્યક્ષ સ્થાને વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ સરકારી કોલેજ ખાતે સિંહ સંરક્ષણને લઈ બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. ત્યારબાદ મામલતદાર વસાવાએ લીલીઝંડી ફરકાવી મહારેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ મહારેલી સરકારી કોલેજ, અમૃતબા વિદ્યાલય, સરકારી કન્યાશાળા, કુમારશાળા, શ્રીમતી શાંતાબેન કન્યા વિદ્યાલય, જ્ઞાનદીપ શાળા સહિત જોડાય શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.
બાબરા તાલુકામાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વન વિભાગના સયુંકત ઉપક્રમે અહીં તાલુકાની વિવિધ શાળાઓ તેમજ બીઆરસી ભવન ખાતે સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિંહ બચાઓ તેમજ જંગલ બચાવોના સંકલ્પ કરવામાં આવ્યા હતા. અહીં શહેરમાં આવેલ બીઆરસી ભવન ખાતે નીતિનભાઈ ચાવડા સહિત વનવિભાગના સ્ટાફ દ્વારા સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ અહીં ચમારડી ખાતે આવેલ જનતા વિદ્યાલયમાં પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પંચશીલ વિદ્યાભવનમાં પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સિંહના મુખોટા સાથે રેલી યોજી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020540-2434901-NOR.html
No comments:
Post a Comment