Friday, August 31, 2018

તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ વિસ્તારમાં એક સિંહબાળ ગુમ, વનતંત્ર અજાણ


Divyabhaskar.com | Updated - Aug 16, 2018, 02:52 PM

6 માસ પેહલા સિંહણ દ્વારા બે સિંહબાળને જન્મ આપ્યો હતો, એક થયું ગુમ

one lion cub missed in rabarika round area of tulasishyam range but unknown forest department
આ બે સિંહબાળમાંથી એક ગુમ થયું
ખાંભા: તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા મોટા બારમણ રેવન્યુ વિસ્તારમાં એક સિંહણે બે સિંહબાળ સાથે જોવા મળતી હતી. તે સિંહણ સાથે હાલમાં એક જ સિંહબાળ નજરે પડી રહ્યું છે ત્યારે એક સિંહબાળ ગુમ થયાની ઘટનાથી રેન્જ અને રાઉન્ડના વનવિભાગ પણ અજાણ હોવાનું વનવિભાગના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ત્યારે આ સિંહબાળ જીવિત છે કે મૃત તે પણ એક તપાસનો વિષય છે.
6 માસ પેહલા સિંહણ દ્વારા બે સિંહબાળને જન્મ આપ્યો હતો
મળતી માહિતી પ્રમાણે તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા મોટા બારમણ રેવન્યુ વિસ્તારમાં 6 માસ પેહલા સાલવા ધાર વિસ્તારમાં એક સિંહણે બે સિંહબાળને જન્મ આપ્યો હતો. બંને સિંહબાળ પણ તંદુરસ્ત હતા અને માતા સાથે આ જ વિસ્તારમાં આવેલા કતારધાર અને ભૂંડણીધાર વિસ્તારમાં અવારનવાર સ્થળાંતર કરતા હતા. ત્યારે પાછલા ઘણા દિવસોથી આ સિંહણ સાથે માત્ર એક જ સિંહબાળ જોવા મળી રહ્યું છે. ત્યારે બીજું સિંહબાળ ક્યાં અને કેવી પરિસ્થિતિમાં છે તેનાથી સ્થાનિક વનવિભાગના કહેવાતા અધિકારીઓ કર્મચારીઓ અજાણ છે. આ રેન્જ કે રાઉન્ડના કહેવાતા વનવિભાગના કોઇ પણ અધિકારી કે કર્મચારી અહીં જોવા મળતા નથી ત્યારે આ સિંહબાળ ગુમ થયું છે કે પછી કોઇ અણબનાવ બન્યો છે તે વનવિભાગના અધિકારીઓ જો તાપસ કરે તો જ સામે આવે તેમ છે. ત્યારે શું હજુ આ સિંહબાળના મૃતદેહ મળે ત્યાં સુધી વનવિભાગ દ્વારા રાહ જોવામાં આવશે કે પછી આ સિંહબાળને શોધવા માટે કામે લાગશે તે જોવું રહ્યું.
અ'વાદની મહિલા બાળકીને અન્ય મહિલાને સોંપી દીવના દરિયામાં ગઇ આત્મહત્યા કરવા, લોકોએ બચાવી
તસવીરો અને માહિતી: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-one-lion-cub-missed-in-rabarika-round-area-of-tulasishyam-range-gujarati-news-5938877-NOR.html

No comments: