Divyabhaskar.com | Updated - Aug 14, 2018, 02:01 AM
અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા પાછલા દિવસો દરમિયાન જુદીજુદી ત્રણ સિંહણોની મોતની ઘટના બની હતી. જે પૈકી બે...
અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા પાછલા દિવસો દરમિયાન જુદીજુદી ત્રણ સિંહણોની મોતની ઘટના બની હતી. જે પૈકી બે સિંહણ બચ્ચાવાળી હતી. સાવરકુંડલા ખાંભા નજીક મિતીયાળા વિસ્તારમા મૃત્યુ પામેલી સિંહણને બે બચ્ચા હતા જેની હાલમા કયાંય ભાળ મળતી નથી. દસેક દિવસ પહેલા આ સિંહણ ઇન્ફેકશનના કારણે મૃત્યુ પામી હતી. વનતંત્રએ આ બિમાર સિંહણને તો પકડી લીધી હતી. પરંતુ તેના બચ્ચા આજદિન સુધી કયાંય નજરે પડતા નથી જેને શોધવા વનતંત્ર ઉંધા માથે કામે લાગ્યું છે. જો વનતંત્ર બહુ ઝડપથી આ બંને સિંહબાળની ભાળ નહી મેળવે તો તે જીવતા કે મરેલી હાલતમા મળી આવવાની શકયતા પણ નહિવત રહેશે. આ વિસ્તારના આરએફઓ પ્રજાપતિએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતુ કે કોલર આઇડીવાળી રાજમાતા સિંહણના બચ્ચાની ભાળ મેળવવા પ્રયાસ ચાલુ છે.https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020111-2460278-NOR.html
No comments:
Post a Comment