Saturday, May 30, 2020

અમરેલીના પાદરમાં ખેતીકામે ગયેલા આધેડ ખેડૂત પર દીપડાએ કર્યો હુમલાે

  • દસ દિવસમાં જ દીપડાના હુમલાની જિલ્લામાં ત્રણ ઘટના: ખેડૂતોમાં રોષ

દિવ્ય ભાસ્કર

May 25, 2020, 05:00 AM IST

અમરેલી. અમરેલીના સાવરકુંડલા રાેડ પર આજે સવારે ખેતીકામ માટે વાડીએ ગયેલા અહીના આધેડ પર દીપડાએ હુમલાે કરી ઘાયલ કરી દીધા હતા. છેલ્લા દસ દિવસના સમયગાળામા અમરેલી જિલ્લામા રેવન્યુ વિસ્તારમા જ દીપડાએ માણસ પર હુમલાે કર્યાની  ત્રણ ઘટના બની છે. આજે અમરેલીના દેવચંદભાઇ પુનાભાઇ બારૈયા નામના આધેડ ખેડૂત સવારે સાતેક વાગ્યાના સુમારે પાેતાની વાડીએ મકાઇમા પાણી વાળવા માટે ગયા હતા. તેઓ સવારે આઠેક વાગ્યે વાડીમા મકાઇના પાકમા કામ કરી રહ્યાં હતા. ત્યારે અચાનક જ એક દીપડાએ તેમના પર હુમલાે કરી દીધાે હતાે.

દીપડાએ દેવચંદભાઇને પછાડી દઇ તેના પર સવાર થઇ ગયાે હતાે અને ન્હાેર મારી તથા બટકા ભરી ઘાયલ કરી દીધા હતા. જાે કે તેમણે પ્રતિકાર કરતા દીપડાે નાસી ગયાે હતાે. ઘાયલ દેવચંદભાઇને સારવાર માટે અમરેલી સિવીલમા ખસેડાયા છે.આ વિસ્તારમા દીપડાે પ્રથમ વખત જાેવા મળ્યાે છે. દીપડાે છેક અમરેલીના પાદર સુધી આવી જતા લાેકાેમા ભયનાે માહાેલ છે. દીપડાને પાંજરે પુરવામા આવે તેવી સ્થાનિક લાેકાેએ માંગ ઉઠાવી છે. 
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/deepada-attacked-a-middle-aged-farmer-who-went-to-farm-in-padar-of-amreli-127336004.html

સાવરકુંડલાના તાલુકાના ત્રણ ગામમાં ફરી તીડે દેખા દીધા

  • તીડના ઝુંડથી ખેડૂતો ચિંતાતુર
  • ટીમ દ્વારા તાગ મેળવવાની કોશિષ

દિવ્ય ભાસ્કર

May 26, 2020, 05:00 AM IST

સાવરકુંડલા. ત્રણ ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં  તીડનું ઝુંડ દેખાતાખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી તીડનું સામ્રાજ્ય હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. અહીં સર્વે ટીમ દ્વારા જુદાજુદા વિસ્તારોમાં જઇ તીડનો તાગ મેળવવાની કોશિષ કરવામા આવી રહી છે. અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ચાર તાલુકામાં તીડનો આંતક જોવા મળી રહ્યો હતો.  અહીં  બે દિવસ પહેલા અમરેલી જિલ્લામાંથી તીડ ગીર સોમનાથ, ભાવનગર અને મહુવા તરફ નીકળી ગયા હોવાનું ખેતી વિભાગે અનુમાન લગાડ્યું હતું.  પણ આજે ફરી એક વખત સાવરકુંડલા તાલુકાના વાસીયાળી, પીયાવા અને મેવાસા ગામની સીમમાં પ્રવાસી તીડે દેખા દીધા હતા.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/savarkundla/news/locusts-appeared-again-in-three-villages-of-savarkundla-taluka-127339079.html

આંબરડી પાર્કમાં સાવજો માટે પાણીનો આકર્ષક પોઈન્ટ

Attractive point of water for Savjo in Ambardi Park

દિવ્ય ભાસ્કર

May 26, 2020, 07:15 AM IST

ધારી. આંબરડી સફારી પાર્કમા સાવજો માટેનો પાણીનો પોઇન્ટ પણ આકર્ષક છે. પાણીના આ પોઇન્ટને બટરફલાયનો શેપ અપાયો છે. ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતુ કે આ પોઇન્ટ પ્રવાસીઓ માટે પણ એટ્રેકટીવ રહેશે. અહી બનાવાયેલા ગોળ એજીસના કારણે સાવજોને પાણી પીવામા સરળતા રહે છે. સાથે સાથે સફેદ કલર પણ કરાયો હોય પાણી ઓછુ ગરમ થાય છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/dhari/news/attractive-point-of-water-for-savjo-in-ambardi-park-127340242.html

રાજુલા-સાવરકુંડલાના ચાર ગામમાં તીડનો આતંક

  • તીડને ભગાડવા માટે ખેતીવાડી ખાતું ઉંધે માથે
  • દવાનો છંટકાવ કરાયો

દિવ્ય ભાસ્કર

May 28, 2020, 05:00 AM IST

અમરેલી. રાજુલા અને સાવરકુંડલાના ચાર ગામમાં પ્રવાસી તીડનો હાહાકાર મચી રહ્યો છે.  અહીં તીડને જિલ્લા બહાર કરવા માટે ખેતીવાડી તંત્ર  ઊંધે માથે કામે લાગી ઠેરઠેર દવાનો છંટકાવ કરે છે.  પણ તીડ અમરેલી જિલ્લાના બોર્ડરના ગામડાઓમાંથી ફરી પ્રવેશ કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં સાવરકુંડલા, ખાંભા, લીલીયા અને જાફરાબાદ તાલુકાના અનેક ગામડાઓમાં તીડએ દેખા દીધા હતા.  ફરી આજે રાજુલાના જાપોદર અને માંડરડી તેમજ સાવરકુંડલાના લીખાળા સહિત ગામોમા 300 થી 500ના ઝુંડમાં પ્રવાસી તીડ દેખાઈ હતી. અહીં ખેડૂતોએ ડબ્બા, થાળી અને અવાજ કરી તીડને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. એક તરફ જિલ્લામાં ચાર તાલુકામાંથી  તીડનો વ્યાપ અન્ય એક તાલુકામાં વધતા ખેડૂતોની ચિંતા વધી હતી. અમરેલી જિલ્લા ખેતીવાડીના વિસ્તરણ અધિકારી નીતિનભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે,  સર્વે ટીમે સ્ટેન્ડ બાય રખાઈ છે. પ્રવાસી તીડ હોવાથી નુકશાન નથી. 

તીડ વિશે એ બધુ જ, જે તમને આશ્ચર્યચકિત કરશે 
તીડ 2 થી 4 વખત 60 થી 200 ઇંડા મૂકે 10-12 દિવસમાં બચ્ચાં બહાર આવે છે
માદા તીડ રેતાળ, રણ પ્રદેશની જમીનમાં 5 થી 12 સેન્ટીમીટર નીચે 2 થી 4 વખત 60 થી 200 ઇંડા મૂકે છે જેમાંથી 10-12 દિવસમાં બચ્ચાં બહાર આવે છે. ઇંડામાંથી નિકળેલા બચ્ચાં 5-7 વખત કાંચળી ઉતારી પુખ્ત અવસ્થા ધારણ કરે છે. જે અવસ્થા 40-45 દિવસની હોય છે.

ખોરાક - તેના વજન જેટલો ખોરાક રોજ લે છે
સામાન્ય રીતે એક તીડ તેના વજન જેટલો જ રોજ ખોરાક લે છે. આવા એક ટોળામાં 8 થી 10 કરોડ તીડ હોય છે. જેથી જયાં પણ આ ટોળું ઉતરે ત્યાં એક જ દિવસમાં 200 ટન જેટલો ખોરાક લે છે.

મિજાજ - ટોળામાં  જ એકથી બીજા વિસ્તારમાં પ્રવેશે 
પુખ્ય વયના અપરિપકવ તીડ ટોળામાં પ્રવાસ કરી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં પ્રવેશ કરે છે. પ્રજનનક્ષમ પીળા રંગના તીડ નર માદાનું જોડાણ બનાવી આગળની પેઢી ઉત્પન્ન કરે છે.

નિયંત્રણનો કીમિયો - રાત્રે સ્થળાંતર ન કરતા હોય ત્યારે જ દવા છાંટી શકાય
તીડની પ્રકૃતિ પ્રમાણે તે રાત્રીના સ્થાળતંર ન કરતા હોય જયાં તીડ આવ્યા હોય અને રાતવાસો કર્યો હોય તે સ્થળે રાત્રીના સમયે દવાનો છંટકાવ કરવાથી ઝડપથી નિયંત્રણ થઇ શકે છે. સવારે પણ દવાનો છંટકાવ કરી શકાય છે, પરંતુ આ સમયે તીડ ઉડતાં હોય અવરોધ સર્જાઇ શકે છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/locust-terror-in-four-villages-of-rajula-savarkundla-127346328.html

મિતીયાળા અભ્યારણમાંથી કોહવાયેલી હાલતમાં સિંહણનો મૃતદેહ મળ્યો

  • વનવિભાગે પી.એમ.ની કાર્યવાહી હાથ ધરી

દિવ્ય ભાસ્કર

May 28, 2020, 11:03 AM IST

અમરેલી. અમરેલીના મિતીયાણા અભ્યાણમાંથી કોહવાયેલી હાલતમાં સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી વનવિભાગની ટીમે સિંહણના મૃતદેહનો કબ્જો લઈને પી.એમ.ની કાર્યવાહી હાથ ધરી છે અને સિંહણના મોતનું કારણ જાણવા માટેની કવાયત શરૂ કરી છે. મહત્વનું છે કે સાવરકુંડલાના મિતિયાળા અભ્યાણમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો.

(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/get-lioness-dead-body-near-mitiyala-park-of-amreli-127348725.html

અમરેલી પંથકમાં 24 કલાકમાં 3 સિંહના મોત

  • ઇન્ફાઇટમાં મૃત્યુ પામેલ સિંહબાળને કેસરી સદન ખાતે લઇ જઇ ડીસીએફની હાજરીમાં પીએમ કરાયું
  • સિંહપ્રેમીઓમાં રોષ

દિવ્ય ભાસ્કર

May 29, 2020, 05:00 AM IST

અમરેલી. ગીર પૂર્વના સાવજોની પાછલા કેટલાક સમયથી માઠી દશા બેઠી છે. અહિં સમયાંતરે સાવજોના મોતની ઘટના બનતી જ રહે છે. પરંતુ આજે એક જ દિવસમાં અમરેલી પંથકમાં એક સાથે ત્રણ-ત્રણ સાવજના મોત થતા સિંહપ્રેમીઓ ચોંકી ઉઠ્યા છે. એક સિંહબાળને પીપળવા રેન્જમાં સાવજે મારી નાખ્યુ હતું જ્યારે રાજુલાના કોવાયા અને કુંડલાના અભરામપરા નજીક બે સિંહ-સિંહણના મોત કઇ રીતે થયા તે વનતંત્ર પણ સ્પષ્ટ કરી શક્યુ ન હતું. 

ખાંભા તાલુકાના પીપળવા નજીક એક વર્ષના બચ્ચાને સિંહે મારી નાખ્યું 
સિંહબાળના મોતની ઘટના તુલશીશ્યામ રેન્જના ખાંભા તાલુકામાં પીપળવા રાઉન્ડ અને બીટમાં દાણકીવાળા વિસ્તારમાં બની હતી. અહિં આશરે એક વર્ષની ઉંમરના સિંહબાળનો મૃતદેહ વનતંત્રને મળી આવ્યો હતો. આ સિંહબાળને અન્ય સાવજે ઇનફાઇટમાં મારી નાખ્યુ હતું. સિંહબાળના મૃતદેહ પર ઉંડે સુધી દાતની ઇજાના નિશાન મળ્યા હતાં. આ ઉપરાંત તેની કરોડરજ્જુ પણ ભાંગી ગઇ હતી. બચ્ચાને મારી નાખનાર સિંહ આસપાસમાં જ આટા મારતો નજરે પડયો હતો. આ સિંહબાળના મૃતદેહને પીએમ માટે કેશરી સદન ખાતે લઇ જવાયો હતો. જ્યાં ડીસીએફની હાજરીમાં પીએમ કરાયુ હતું. 

કોવાયા અને અભરામપરા નજીક સિંહ-સિંહણના મોતનું કારણ અકબંધ
અન્ય એક ઘટના સાવરકુંડલાના મીતીયાળા અભ્યારણ્ય નજીક બની હતી. અહિં અભરામપરા ગામની સીમમાં રેવન્યુ વિસ્તારમાંથી આશરે બે થી ત્રણ વર્ષની ઉંમરની એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. લાંબા સમય સુધી વનતંત્રનું ધ્યાન પડયુ ન હોય સિંહણનો આ મૃતદેહ કોહવાઇ ગયેલી હાલતમાં મળ્યો હતો. આ સિંહણનું મોત કઇ રીતે થયુ તેનો જવાબ વનતંત્ર પાસે પણ ન હતો.આવી જ રીતે રાજુલા તાલુકાના કોવાયા નજીકથી તાજેતરમાં એક સિંહને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને તેને સારવાર માટે બાબરકોટ એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સિંહનું મોત થયુ હતું. આ સિંહના મોતનું કારણ પણ સ્પષ્ટ થઇ શક્યુ ન હતું. તાજેતરમાં ખાંભા પંથકના સાવજોમાં બેબેસીયા ગામનો રોગચાળો ફેલાયો હતો. જેના કારણે છ થી વધુ સાવજોના મોત થયા હતાં. આ ગંભીર રોગચાળાનો ખતરો હજુ પણ સાવજો પર તોળાઇ રહ્યો છે.

તુલસીશ્યામ, કુંડલા રેન્જમાંથી 4 સિંહને રેસ્ક્યુ કરાયા
સાવજોમાં રોગચાળાની ભીતી ખુદ વન વિભાગના કર્મચારીઓ અંદરખાને વ્યક્ત કરી રહ્યા છે. સાવરકુંડલા અને ખાંભાની તુલશીશ્યામ રેન્જમાંથી ચાર સાવજોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને એનીમલ કેર સેન્ટરમાં ખસેડાયા છે. આ ઉપરાંત અહિં વધુ ચાર સાવજોને પકડવા પણ તજવીજ હાથ ધરાઇ છે. 

સાડા ત્રણ માસમાં 29 સિંહના મોત
ગીર પૂર્વમાં સાવજોના મોતની ઘટનાઓ સતત બની રહી છે. અહિં સાવજોમાં બેબેસીયા નામનો રોગચાળો ફેલાતા કેટલાક સાવજોના મોત થયા હતાં. આ રોગચાળો હજુ પણ અહિંના સાવજો પર ઝળુંબી રહ્યો છે. પાછલા સાડા ત્રણ માસના સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં 29 સાવજોના મોત થઇ ચુક્યા છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/3-lions-killed-in-24-hours-in-amreli-diocese-127349977.html

ધારી ગીર પૂર્વમાં 2 સિંહોના અને ખાંભા પીપળવા રાઉન્ડમાં સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો


પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • 24 કલાકમાં સિંહોના ચાર-ચાર મૃતદેહો મળી આવતા વન વિભાગમાં દોડધામ

દિવ્ય ભાસ્કર

May 29, 2020, 09:55 AM IST

અમરેલી. એશિયાટિક સિંહોના સંવર્ધન માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ સિંહોની જાળવણી યોગ્ય રીતે ન થતી હોવાની ચર્ચા લોકોમાં થઇ રહી છે. એશિયાટિક સિંહો પર ફરી આફત આવી કે શું? તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે. કારણ કે ધારી ગીર પૂર્વમાં 2 સિંહોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ખાંભા પીપળવા રાઉન્ડના ડંકીવાળા વિસ્તારમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો છે. એક જ દિવસમાં સિંહોના ત્રણ મૃતદેહ મળી આવતા સિંહપ્રેમીઓમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. 

સિંહોના મોતનું કારણ અકબંધ

રાજુલાના કોવાયા ગામથી રેસ્ક્યુ કરાયેલા સિંહનું બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. 24 કલાકમાં ત્રણ-ત્રણ સિંહોના મોતથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પીએમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યા છે. તેમજ સિંહોના મોતનું કારણ પણ અકબંધ છે. વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.  

(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/three-lion-dead-body-get-in-dhari-gir-east-range-127348872.html