- 24 કલાકમાં સિંહોના ચાર-ચાર મૃતદેહો મળી આવતા વન વિભાગમાં દોડધામ
દિવ્ય ભાસ્કર
May 29, 2020, 09:55 AM ISTઅમરેલી. એશિયાટિક સિંહોના સંવર્ધન માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ સિંહોની જાળવણી યોગ્ય રીતે ન થતી હોવાની ચર્ચા લોકોમાં થઇ રહી છે. એશિયાટિક સિંહો પર ફરી આફત આવી કે શું? તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે. કારણ કે ધારી ગીર પૂર્વમાં 2 સિંહોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ખાંભા પીપળવા રાઉન્ડના ડંકીવાળા વિસ્તારમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો છે. એક જ દિવસમાં સિંહોના ત્રણ મૃતદેહ મળી આવતા સિંહપ્રેમીઓમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે.
સિંહોના મોતનું કારણ અકબંધ
રાજુલાના કોવાયા ગામથી રેસ્ક્યુ કરાયેલા સિંહનું બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. 24 કલાકમાં ત્રણ-ત્રણ સિંહોના મોતથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પીએમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યા છે. તેમજ સિંહોના મોતનું કારણ પણ અકબંધ છે. વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
(જયદેવ વરૂ, અમરેલી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/three-lion-dead-body-get-in-dhari-gir-east-range-127348872.html
No comments:
Post a Comment