Saturday, May 30, 2020

અમરેલીના પાદરમાં ખેતીકામે ગયેલા આધેડ ખેડૂત પર દીપડાએ કર્યો હુમલાે

  • દસ દિવસમાં જ દીપડાના હુમલાની જિલ્લામાં ત્રણ ઘટના: ખેડૂતોમાં રોષ

દિવ્ય ભાસ્કર

May 25, 2020, 05:00 AM IST

અમરેલી. અમરેલીના સાવરકુંડલા રાેડ પર આજે સવારે ખેતીકામ માટે વાડીએ ગયેલા અહીના આધેડ પર દીપડાએ હુમલાે કરી ઘાયલ કરી દીધા હતા. છેલ્લા દસ દિવસના સમયગાળામા અમરેલી જિલ્લામા રેવન્યુ વિસ્તારમા જ દીપડાએ માણસ પર હુમલાે કર્યાની  ત્રણ ઘટના બની છે. આજે અમરેલીના દેવચંદભાઇ પુનાભાઇ બારૈયા નામના આધેડ ખેડૂત સવારે સાતેક વાગ્યાના સુમારે પાેતાની વાડીએ મકાઇમા પાણી વાળવા માટે ગયા હતા. તેઓ સવારે આઠેક વાગ્યે વાડીમા મકાઇના પાકમા કામ કરી રહ્યાં હતા. ત્યારે અચાનક જ એક દીપડાએ તેમના પર હુમલાે કરી દીધાે હતાે.

દીપડાએ દેવચંદભાઇને પછાડી દઇ તેના પર સવાર થઇ ગયાે હતાે અને ન્હાેર મારી તથા બટકા ભરી ઘાયલ કરી દીધા હતા. જાે કે તેમણે પ્રતિકાર કરતા દીપડાે નાસી ગયાે હતાે. ઘાયલ દેવચંદભાઇને સારવાર માટે અમરેલી સિવીલમા ખસેડાયા છે.આ વિસ્તારમા દીપડાે પ્રથમ વખત જાેવા મળ્યાે છે. દીપડાે છેક અમરેલીના પાદર સુધી આવી જતા લાેકાેમા ભયનાે માહાેલ છે. દીપડાને પાંજરે પુરવામા આવે તેવી સ્થાનિક લાેકાેએ માંગ ઉઠાવી છે. 
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/deepada-attacked-a-middle-aged-farmer-who-went-to-farm-in-padar-of-amreli-127336004.html

No comments: