Friday, April 29, 2016

વિખૂટાં સિંહબાળને માતા સાથે મિલન કરાવવા વનકર્મીઓ જંગલ ખૂંદી રહ્યા છે


વિખૂટાં સિંહબાળને માતા સાથે મિલન કરાવવા વનકર્મીઓ જંગલ ખૂંદી રહ્યા છે

  • Hirendrasinh Rathod, Khambha
  • Apr 29, 2016, 12:00 PM IST
ખાંભાઃ તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ હેઠળ આવતા મોટા બારમણના રેવન્યુ વિસ્તારમા આવેલી કાતરધારમા છેલ્લા ચાર દિવસથી એક સિંહબાળ માતાથી વિખુટુ
પડ્યુ છે. આજે ચોથા દિવસે પણ વન વિભાગના આઠ જેટલા કર્મચારીઓ આ સિંહબાળને તેની માતા સાથે મિલન કરાવવા માટે દિવસ રાત રેવન્યુ વિસ્તાર ખુંદી રહ્યા છે. ત્યારે આ આઠ જેટલા વનકર્મીઓ દ્વારા છેલ્લા ચાર દિવસમા લગભગ ચારસો હેક્ટરમા પથરાયેલા આ વિસ્તાર ખુંદી વાળ્યો છે.
 
- 96 કલાકથી 400 હેક્ટરના જંગલમાં કામગીરીઃ જંગલમાં બચ્ચાં સાથે સિંહણ રહે છે

રબારીકા રાઉન્ડ નીચે વીડી ઉપરાંત લગભગ ચારસો હેક્ટરમા મોટા બારમણ રેવન્યુ રાયડી ડેમ રેવન્યુ, કાતરધાર રેવન્યુ, ભુંડણી રેવન્યુ, પીઠડીધાર રેવન્યુ, ભુંડણી ધાર રેવન્યુ, વિસ્તાર પથરાયેલા છે. ત્યારે આ રેવન્યુ વિસ્તારમા એક ચાર બચ્ચા વાળી સિંહણ ઉપરાંત એક ત્રણ બચ્ચા વાળી સિંહણ અને એક બે બચ્ચા વાળી સિંહણ રહેતી હોવાનુ સ્થાનીક રહિશોમાંથી જાણવા મળી રહ્યુ હતુ. ત્યારે ત્રણ માસનુ સિંહબાળ માતાથી વિખુટુ પડયુ ત્યારથી વનવિભાગ આ સિંહબાળને દિકરાની માફક સાચવી રહ્યુ છે અને તેની માતા સાથે મિલન કરાવવા દિવસ રાત એક કરી રહ્યા છે.

આજે ચોથા દિવસે પણ આ સિંહબાળની માતાનુ લોકેશન મેળવવા વન વિભાગના ફોરેસ્ટર બી.બી.વાળા, ગાર્ડ મુકેશભાઇ, ટ્રેકર સાહિદખાન પઠાણ, જીતુભાઇ, મનુભાઇ, વિગેરે અન્ય વનકર્મીઓ આજે ચોથા દિવસે પણ રેવન્યુ વિસ્તાર ઉપરાંત વાડી વિસ્તારો ખુંદી રહ્યા છે. સ્થાનીક લોકોને પણ બચ્ચાવાળી સિંહણ જોવા મળે તુરંત વન તંત્રને જાણ કરવા અપીલ કરવામા આવી છે. વનતંત્રની કામગીરીની આસપાસના ગામલોકોમાં પણ પ્રશંસા થઇ રહી છે.
 
રાત-દિવસ જોયા વગર કામગીરી : બાલુભાઇ
 
મોટા બારમણ ખેડુત બાલુભાઇ લાખાભાઇ બોરીચાએ ટેલીફોનીક વાતચીતમા જણાવ્યુ હતુ કે છેલ્લા ચાર દિવસથી વનવિભાગના સ્થાનીક કર્મચારીઓ દિવસ રાત જોયા વગર આ સિંહબાળને માતા સાથે મિલન કરાવવા જંગલ ખુંદી રહ્યા છે.

કામગીરી પ્રશંસનીય : નાજકુભાઇ
 
ભુંડણીના રહિશ નાજકુભાઇ કોટીલાએ જણાવ્યુ હતુ કે સિંહબાળને માતા સાથે મેળાપ કરાવવા વનવિભાગના આ આઠ જેટલા કર્મીઓની મેહનત પ્રશંસાને પાત્ર છે. છેલ્લા ચાર દિવસથી ભુખ્યાને તરસ્યા આ સિંહબાળના માતાનુ લોકેશન મેળવવા આ ધમધમતા ઉનાળામા જંગલ વિસ્તાર ખુંદી રહ્યા છે.

ધારી: બચ્ચાને જન્મ આપતી વેળાએ બ્રેઇન હેમરેજ થઇ જતા સગર્ભા દીપડીનું મોત

ધારી: બચ્ચાને જન્મ આપતી વેળાએ બ્રેઇન હેમરેજ થઇ જતા સગર્ભા દીપડીનું મોત
  • Bhaskar News, Dhari
  • Apr 20, 2016, 02:53 AM IST
(તસવીર પ્રતિકાત્મક)
 
ધારી:સામાન્ય રીતે જે ઘટના જોવા નથી મળતી તેવી એક ઘટનામાં સાવરકુંડલા તાલુકાના વાંશીયાળી ગામની સીમમાં એક સગર્ભા દિપડી બચ્ચાને જન્મ આપી રહી હતી તે સમયે દિપડીને બ્રેઇન હેમરેજ થઇ જતા તેનું મોત થયુ હતું. જેને પગલે તેના પેટમાં રહેલા ચારેય બચ્ચા પણ મોતને ભેટ્યા હતાં. જાણ થતા વન સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી છે. 
 
સગર્ભા દિપડીનું પ્રસુતી વખતે મોત થયાની આ ઘટના સાવરકુંડલા રેન્જમાં વાશીયાળી ગામની સીમમાં બની હતી. વાંશીયાળી ગામના જયસુખભાઇ ગૌરીશંકરભાઇ નામના ખેડૂતની વાડીમાં એક દિપડીનો મૃતદેહ પડયો હોવાની વનતંત્રને કોઇએ જાણ કરી હતી. જેને પગલે વન વિભાગનાં ડીએફઓ કરૂપા સામી, રેસ્ક્યુ ટીમનાં ડો. હિતેષ વામજા, અમિતભાઇ ઠાકર વિગેરે તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને દિપડીનો મૃતદેહ કબજે લીધો હતો. 
 
વન વિભાગની પ્રાથમિક તપાસમાં આ  દિપડીની ઉંમર પાંચ વર્ષની હોવાનું જણાયુ હતું. નાની વડાળ વિડી ખાતે દિપડીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ હતું. જેમાં પ્રથમ દ્રષ્ટિએ એવું જણાયુ હતું કે આ દિપડી સગર્ભા હતી અને તેના પેટમાં ચાર બચ્ચા હતાં. દરમીયાન પ્રસુતિના સમયે દિપડીને બ્રેઇન હેમરેજ થઇ ગયુ હતું. જેના કારણે આ દિપડી મોતને ભેટી હતી. એટલુ જ નહી તેના પેટમાં રહેલા ચારેય બચ્ચા પણ મોતને ભેટ્યા હતાં. આમ એક સાથે પાંચ પાંચ મોતની ઘટના બની હતી.
 

ગીરનાં ગોવિંદપુરમાં સાવજોએ 5 દિ' માં 6 પશુનાં મારણ કર્યા

ગીરનાં ગોવિંદપુરમાં સાવજોએ 5 દિ' માં 6 પશુનાં મારણ કર્યા
  • Bhaskar News, Dhari
  • Apr 22, 2016, 00:27 AM IST
ધારી: ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને ગીરકાંઠાના ગામોમા તો દરરોજ રાત્રીના સુમારે સાવજો છેક ગામ સુધી આવી જતા હોય લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ધારીના ગોવિંદપુર ગામે તો છેલ્લા પાંચ દિવસમાં સાવજોએ છ પશુઓના મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
 
- વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો : ગ્રામજનોમાં ફફડાટ

ધારી તાલુકાના ગોવિંદપુર ગામે છેલ્લા પાંચેક દિવસથી સાવજોના આંટાફેરાથી લોકોમા ફફડાટ જોવા મળી રહ્યો છે. ગીર જંગલમાંથી દરરોજ રાત્રીના સુમારે સાવજો ગામ સુધી આવી જતા હોય લોકોમા ભય ફેલાયો છે. અહી બે દિવસ પહેલા જંગલમાથી ત્રણ સાવજો રાત્રીના સુમારે ગામમા આવી ચડયા હતા. અને અહી ત્રણ પશુઓનુ મારણ કરી મિજબાની માણી હતી. જેને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

આ ઉપરાંત ગઇકાલે પણ અહી બેથી ત્રણ સાવજો આવી ચડયા હતા અને અહી રહેતા મનસુખભાઇ ભટ્ટી તેમજ પાંચાભાઇ રબારીની બે ગાય અને એક વાછરડાનું મારણ કરી મિજબાની માણી હતી. સાવજો દરરોજ રાત્રીના સુમારે ગામમા ઘુસી આવતા હોય લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ઘટના અંગે વનવિભાગને જાણ કરવામા આવતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં જ ધામા નાખતા હોવાથી ખેડૂતો વાડીએ જતા પણ ભય અનુભવી રહ્યાં છે. અવારનવાર સાવજો ગામમા ઘુસી દુધાળા પશુઓનુ મારણ કરી રહ્યાં છે. આ ઉપરાંત માણસ પરના હુમલાની પણ ઘટનાઓ બનતી હોવાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

અમરેલીઃ કાળઝાળ ગરમીમાં સિંહણની નદી કાઠે ઠંડકની મજા

અમરેલીઃ કાળઝાળ ગરમીમાં સિંહણની નદી કાઠે ઠંડકની મજા

અમરેલીઃ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. દિવસે ને દિવસે ગરમીનો પારો ઉંચે ચઢી રહ્યો છે. જેના પગલે લોકો તોબા પોકારી રહ્યા છે. બીજી તરફ સૌરાષ્ટ્ર પંથકને પાણી માટે પણ ઉનાળાની સિઝનમાં ફાંફા પડી રહ્યા છે. માનવીઓની જ હાલત કફોડી બની ગઈ છે ત્યારે પશુ ધનને તો પુછવુ જ શું? આવા સંજોગોમાં ગીર પંથકમાં એક સિંહણ નદીકાંઠે પાણીની શોધમાં આવ્યા બાદ ઠંડકની મજા ઉઠાવી રહી છે. જાણે પક્ષીઓને કહી રહી હોય કે તડકો ખુબ જ છે અહીંયા આરામ કરો.  
તસવીર- મનોજ જોષી

અમરેલીઃ ખડાધારમાં યુરીયાવાળું પાણી પી જતાં આઠ નિલગાયનાં મોત


અમરેલીઃ ખડાધારમાં યુરીયાવાળું પાણી પી જતાં આઠ નિલગાયનાં મોત

  • Hirendrasinh Rathod, Khambha
  • Apr 16, 2016, 15:06 PM IST
ખાંભાઃ ખાંભા તાલુકાના ખડાધાર ગામે આવેલ એક વાડીમાં એકસાથે આઠ નિલગાયના મૃતદેહ પડયા હોય આ અંગે વનવિભાગને જાણ થતા અધિકારીઓ સહિત સ્ટાફ અહી દોડી આવ્યો હતો. વનવિભાગની તપાસમાં આ આઠેય નિલગાયોના મોત યુરીયાવાળુ પાણી પીવાથી થયાનુ ખુલ્યુ હતુ. વનવિભાગે વાડી માલિકની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. આઠ નિલગાયના મોતની આ ઘટના ખાંભા તાલુકાના ખડાધાર ગામની સીમમાં બની હતી.
 
- મૃતદેહ મળતા વનવિભાગે વાડી માલિકની અટકાયત કરી પુછપરછ શરૂ કરી
 
અહી આવેલ રમેશભાઇ જીવાભાઇ તલસરીયાની વાડીમાં એકસાથે આઠ નિલગાયના મૃતદેહ પડયા હોવાની વનવિભાગને જાણ થઇ હતી. જેને પગલે ધારીથી ડીએફઓ કરૂપ્પાસામી, રાણપરીયા, હેરમાભાઇ, દોઢીયારભાઇ, વાળા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વનવિભાગે મૃતદેહોનું પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી હતી. 
 
વનવિભાગે વાડી માલિક રમેશભાઇની પુછપરછ કરી હતી. આરએફઓ માળવીએ જણાવ્યું હતુ કે વાડી માલિક રમેશભાઇએ વાડીમા યુરીયાવાળુ પાણી હોવાની કબુલાત આપી હતી. વનવિભાગ રમેશભાઇને આવતીકાલે કોર્ટમા રજુ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે વાડી ખેતરોમાં અવારનવાર વન્યપ્રાણીઓ યુરીયાવાળુ પાણી પીવાથી મોતને ભેટવાની ઘટનાઓ બની રહી છે. ગીરકાંઠા વિસ્તારોમા પણ અનેક વખત આવી ઘટનાઓ ભુતકાળમા પણ બની ચુકી છે.
 
 જિલ્લાના અનેક ગામોમા નિલગાયોની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે મોટેભાગે નિલગાયો વાડી ખેતરોમાં જ આંટાફેરા મારતી હોય છે. જેને પગલે આવી ઘટનાનો ભોગ બનતી જોવા મળી રહી છે. ખેડૂતો પોતાના વાડી ખેતરોમાં કુંડીઓમાં યુરીયાવાળુ પાણી ભરતા હોય અને મોટેભાગે કુંડીઓ ખુલ્લી હોય અનેક વખત પ્રાણીઓ આવુ પાણી પી મોતને ભેટવાની ઘટનાઓ બનતી રહે છે.
 
વાડી માલિકે કબુલાત આપી- આરએફઓ

આરએફઓ માળવીએ જણાવ્યું હતુ કે વાડી માલિક રમેશભાઇએ પોતાની વાડીમાં જ યુરીયાવાળુ પાણી પી નિલગાયો મોતને ભેટયાની કબુલાત આપી છે. રમેશભાઇને આવતીકાલે કોર્ટમા રજુ કરાશે.

અમરેલીઃ કાળઝાળ ગરમીમાં સિંહણની નદી કાઠે ઠંડકની મજા

અમરેલીઃ કાળઝાળ ગરમીમાં સિંહણની નદી કાઠે ઠંડકની મજા
  • Bhaskar News, Amreli
  • Apr 18, 2016, 00:17 AM IST
અમરેલીઃ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. દિવસે ને દિવસે ગરમીનો પારો ઉંચે ચઢી રહ્યો છે. જેના પગલે લોકો તોબા પોકારી રહ્યા છે. બીજી તરફ સૌરાષ્ટ્ર પંથકને પાણી માટે પણ ઉનાળાની સિઝનમાં ફાંફા પડી રહ્યા છે. માનવીઓની જ હાલત કફોડી બની ગઈ છે ત્યારે પશુ ધનને તો પુછવુ જ શું? આવા સંજોગોમાં ગીર પંથકમાં એક સિંહણ નદીકાંઠે પાણીની શોધમાં આવ્યા બાદ ઠંડકની મજા ઉઠાવી રહી છે. જાણે પક્ષીઓને કહી રહી હોય કે તડકો ખુબ જ છે અહીંયા આરામ કરો.  
 
તસવીર- મનોજ જોષી

ધારી: ભરડ ગામની વાડીમાં ખુલ્લામાં સૂતેલી મહિલાને ઉપાડી જઇ સિંહણે ફાડી ખાધી


લાભુબેન પરિવારજનો સાથે રાત્રે ખુલ્લામાં જ ખાટલો નાખીને સુતા હતાં

  • Dilip Raval, Amreli
  • Apr 12, 2016, 15:01 PM IST
લાભુબેન પરિવારજનો સાથે રાત્રે ખુલ્લામાં જ ખાટલો નાખીને સુતા હતાં
ધારી: ધારીના ભરડ ગામની સીમમા આંબાનો બગીચો ભાગવો રાખનાર પરિવારની મહિલા ગઇરાત્રે ખુલ્લામા ખાટલા પર સુતી હતી ત્યારે શિકારની શોધમા નીકળેલી સિંહણ તેને ઢસડીને છેક અડધો કિમી દુર નદીના પટ્ટમા ઉપાડી ગઇ હતી જયાં સિંહણ અને બે પાઠડાએ આ મહિલાને ફાડી ખાધી હતી. ધારી તાલુકાના ડાંગાવદર ગામના ભુરાભાઇ લાખાભાઇ બાંભણીયા ભરડ ગામની સીમમાં આંબાનો બગીચો ધરાવે છે. 
 
ધારી: ભરડની સીમમાં સિંહણ મહિલાને ઉપાડી ગઈ, ફાડી ખાતા ગામમાં ચકચાર
 
અહીના દેવીપુજક લાભુબેન ધીરૂભાઇ સોલંકી (ઉ.વ.50) નામની મહિલાના પરિવારે આંબાનો આ બગીચો ભાગવો વાવવા રાખ્યો છે. તેઓ પરિવાર સાથે જ આંબાવાડીમા રહે છે. ગઇરાત્રે તેનો પરિવાર આંબાવાડીમા જ સુતો હતો. લાભુબેન સોલંકી પણ ખુલ્લામા ખાટલો નાખી સુતા હતા. રાત્રે બારેક વાગ્યા આસપાસ શિકારની શોધમાં નીકળેલી એક સિંહણ અહી ધસી આવી હતી અને લાભુબેનને ગળામાથી પકડી ઢસડીને નાસી હતી. બાજુમા જ સુતેલા તેમના પરિવારના અન્ય ત્રણ સભ્યો જાગી ગયા હતા અને તેમણે દેકારો કરી મુકયો હતો. જો કે સિંહણ તેમને રાતના અંધારામાં ઢસડીને છેક 500 મીટર દુર નદીના પટ્ટમા લઇ ગઇ હતી. 
 
આ સિંહણે લાભુબેનને મારી નાખી બે પાઠડા સાથે તેનો શિકાર કર્યો હતો. સાવજો તેનુ અડધુ શરીર ખાઇ ગયા હતા. રાત્રે ધારીના ડીએફઓ કરૂપ્પાસામીને જાણ કરાતા આરએફઓ રાણપરીયા, એસીએફ મુની વિગેરે સ્ટાફ સાથે દોડી ગયા હતા. સવારે આ મહિલાની લાશ નદીના પટ્ટમાથી અર્ધ ખવાયેલી હાલતમાં મળી હતી. અહી વારંવાર આ પ્રકારે સાવજો દ્વારા માણસ પર હુમલો થઇ રહ્યો હોય અને સાવજો માણસને શિકાર બનાવી રહ્યાં હોય ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.

સાવજો દ્વારા માણસના શિકારની પાંચમી ઘટના

પાછલા ત્રણેક વર્ષમાં સાવજો દ્વારા માણસનો શિકાર કરાયો હોય તેવી આ પાંચમી ઘટના છે. નાગેશ્રીની સીમમાં સાવજે એક બાળકીને ફાડી ખાધી હતી. બેએક વર્ષ પહેલા જાફરાબાદના ધોળાદ્રીમા સિંહ દર્શન માટે લોકો એકઠા થયા હતા ત્યારે સાવજે એક યુવકને જંગલમા ઢસડી જઇ તેના પાંચ ટુકડા કરી નાખ્યા હતા. આગરીયામા પણ સાવજે એક યુવકને ફાડી ખાધો હતો. આંબરડીમા આધેડને અને ભરડમા હવે મહિલાને ફાડી ખાવાની ઘટના બની છે. 

પાઠડો સિંહ પાંજરે પુરાયો

અહી એક સિંહણ તથા બે પાઠડા દ્વારા લાભુબેન સોલંકીનો શિકાર કરવામા આવ્યો હતો. આ વિસ્તારના લોકોમાં વનતંત્રની બેદરકારી સામે રોષ છે. વનતંત્રએ સાવજોને પકડવા ભરડની સીમમાં પાંજરા મુકયા છે. દરમીયાન વહેલી સવારે એક પાઠડો સિંહ પાંજરામા સપડાઇ ગયો હતો. શિકારી સિંહણ અને હજુ એક પાઠડો સિંહ ખુલ્લામા ફરી રહ્યાં હોય ખેડૂતો ફફડી રહ્યાં છે. 
 
અહી દસથી અગિયાર સાવજોનો વસવાટ

ભરડના આગેવાન મધુભાઇ બોરીચાએ જણાવ્યું હતુ કે આ વિસ્તારમાં દસથી 11 સાવજોનો વસવાટ છે. લાભુબેનની દિકરીએ આઠ દસ દિવસ પહેલા બગીચો રાખ્યો હતો.

ગત 18મીએ પણ ખેત મજુરનો થયો હતો શિકાર

ગત 18મી માર્ચે પણ ધારીના આંબરડીની સીમમાં આવી જ ઘટના બની હતી. વાડીમા જેસીબીની મદદથી જમીન લેવલીંગનુ કામ ચાલતુ હોય જેસીબીમાં કામ કરતા મજુરો માટે રસોઇ બનાવવાનુ કામ કરતા આંકડીયા ગામના જીણાભાઇ વાલજીભાઇ મકવાણા નામના આધેડ રાત્રે કાળી શાલ ઓઢીને સુતા હતા ત્યારે એક સિંહ તેમને ઉપાડી ગયો હતો. સવારે તેમના છુટાછવાયા અવશેષો જ હાથ લાગ્યા હતા.