અમરેલીઃ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી
છે. દિવસે ને દિવસે ગરમીનો પારો ઉંચે ચઢી રહ્યો છે. જેના પગલે લોકો તોબા
પોકારી રહ્યા છે. બીજી તરફ સૌરાષ્ટ્ર પંથકને પાણી માટે પણ ઉનાળાની સિઝનમાં
ફાંફા પડી રહ્યા છે. માનવીઓની જ હાલત કફોડી બની ગઈ છે ત્યારે પશુ ધનને તો
પુછવુ જ શું? આવા સંજોગોમાં ગીર પંથકમાં એક સિંહણ નદીકાંઠે પાણીની શોધમાં
આવ્યા બાદ ઠંડકની મજા ઉઠાવી રહી છે. જાણે પક્ષીઓને કહી રહી હોય કે તડકો ખુબ
જ છે અહીંયા આરામ કરો.
તસવીર- મનોજ જોષી
No comments:
Post a Comment