Saturday, March 30, 2019

ઊના પંથકમાં આંબામાં રોગચાળો ફાટી નિકળ્યો

કાળી ફૂગ લાગી જતાં કેરીનો ફાલ ખરી ગયો, ધરતીપુત્રોમાં ચિંતા

Una News - the epidemic erupted in amba diocese in amba 040136
DivyaBhaskar News Network | Updated - Mar 30, 2019, 04:01 AM
ઊના પંથકમાં કેસર કેરીના બગીચાઓ વધુ પ્રમાણમાં હોય અને ઉત્પાદન પણ વધુ થતુ હોય છે. પરંતુ આ વર્ષે શિયાળાની ભારે ઠંડી અને ઝાકળ તેમજ વાદળછાયા વાતાવરણમાં પલ્ટો આવતા આંબાના ઝાડમાં વિવિધ પ્રકારના રોગો ફાટી નિકળેલ હોય ત્યારે કેરીના પાકને નુકસાન થયા હોવાની ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે. આ કેસર કેરીના આંબામાં શિયાળાની ભારે ઠંડી અને ઝાકળના લીધે કાળી ફુગ લાગી જતાં આંબામાં મોર ફુટતા અને મીજ બંધાય તે પહેલાજ રોગ લાગી જતા આંબામાંથી ફાલ ખરી ગયેલ છે. ઊનાના સામતેર ગરાળ, કાણકબરડા, મોઠા, અંજાર, કોઠારી, રામેશ્વર, ઉમેજ, સંજવાપુર સહીત ગામોમાં આવેલા આંબામાં બેકાબુ રોગ થતાં ખેડૂતોને ભારે નુકશાન જોવા મળી રહ્યુ છે. આંબામાં રોગથી કેરીનું ઉત્પાદન સાવ ઓછુ થશે તેમજ પાકનો નાશ થઇ ગયેલ છે. હાલ તો આ સિઝનમાં પોતાના બગીચામાં ખાવા લાયક પણ કેરી ન થાઇ તેવી પરિસ્થીતી જોવા મળી રહી છે. ત્યારે આંબામાં રોગના કારણે ભારે નુકસાન થતા સરકાર દ્વારા આંબાના ખેડૂતોને સહાય ચુકવવા માંગ ઉઠી રહી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-the-epidemic-erupted-in-amba-diocese-in-amba-040136-4223590-NOR.html

જામવાળાનાં બથેશ્વર મંદિરનો માર્ગ વનવિભાગે બંધ કરી દીધો

દર્શનાર્થીઓને 3 કિમી જંગલમાં ચાલીને જવું પડે છે


Una News - the road to the temple of jhama the temple of purnesh stopped 040132
DivyaBhaskar News Network | Updated - Mar 30, 2019, 04:01 AM

ગીરજંગલ વિસ્તારના ગીરગઢડા તાલુકાના જામવાડાથી ત્રણ કિ.મી. અંદર આવેલ પૌરાણીક બથેશ્વર મંદિર જવાનો માર્ગ અચાનક વનવિભાગ દ્વારા એક માસથી બંધ કરી દેવાતા મંદિર પર દર્શનએ આવતા દર્શનાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. મંદિરમાં પુજારીના બાળકોને પણ અભ્યાસ હેતુ અવરજવર કરવા વનવિભાગનો ગેટ ઠેકી જવું પડતુ હોય આ બાબતે પુજારી અને દર્શનાર્થીઓએ ગેઇટ તાત્કાલીક ખોલવા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

પૌરાણીક મંદિર બથેશ્વરના પુજારી બાવાજી વજેરામ જીણારામ હરીયાણીએ વનવિભાગ અને જેતે વિસ્તારના રાજકિય અગ્રણી અને તંત્રને રજુઆત કરી જણાવેલ કે વર્ષો જુના આ મંદિર જામવાળા ત્રણ કિ.મી. જંગલ વિસ્તારમાં આવેલ છે. અને માલીકીની સેટલમેન્ટની જમીનમાં પૌરાણીક મંદિર બથેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત હોવાથી મહાદેવના દર્શને અનેક ધર્મપ્રેમી અને વનવિભાગ સેટલમેન્ટમાં રહેતા લોકો પુજાપાઠમાં પુજારી અને તેના ત્રણ ભાઇઓના પરીવારનું કાયમી રહેઠાણ છે. જમીનમાં ખેતિકામ કરી પોતાના પરીવારનું ભરણ પોષણ કરી રહ્યા છે. મંદિરે ધાર્મિક પ્રવૃતિ માટે આવતા દર્શનાર્થીઓને વન્ય વિભાગ દ્વારા અટકાવી પરેશાન કરવામાં આવે છે. આ વિસ્તારમાં વનવિભાગ શિબીરો પણ યોજે છે. પરંતુ મંદિરે જવાનો મુખ્ય ગેઇટ બંધ કરી આવવા જવાનો માર્ગ છેલ્લા એક માસથી બંધ કરવામાં આવેલ હોય ભારે મુશ્કેલી ઉભી કરી છે. આ માર્ગને કોઇપણ કારણોસર બંધ કરાતા આ અંગે વનવિભાગ કોઇ જવાબ ન આપતા બાળકોને ત્રણ કિમી ચાલી જવું પડતા વન્યપ્રાણીઓના ડરથી બાળકો ભય અનુભવી રહ્યા છે.

વનવિભાગમાં કોઇ સાંભળતુ નથી : પુજારી

બાવાજી પરીવારના ત્રણ ભાઇઓની સટેલમેન્ટની જમીનમાં પૌરાણીક મંદિર પણ હોય રસ્તો બંધ કરી દેવાતા આ પરીવારની રજુઆતો વનવિભાગને અન્ય તંત્ર સાંભળતુ ન હોવાના કારણે પરીવારનો ખેતીવાડી વ્યવસાય પણ નિષ્ફળ જતાં આર્થિક બેરોજગાર બની રહ્યા છે. તસવીર- જયેશ ગોંધીયા
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-the-road-to-the-temple-of-jhama-the-temple-of-purnesh-stopped-040132-4223588-NOR.html

ગમે એટલો વરસાદ હોય, જમીન નિતારવાળી છે એટલે ગિરનારની કેરી બજારમાં વહેલી આવે છે


Vanthali News - whatever rain there is ground is tilted so girnar39s mango comes early in the market 040550

સીઝન

DivyaBhaskar News Network | Updated - Mar 29, 2019, 04:05 AM
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં આજે વ્હેલી સવારે 8 વાગ્યે કેસર કેરીનાં 100 બોક્સની 1000 થી 1500 નાં ભાવે હરરાજી થઇ. એ સાથેજ અહીં કેસર કેરીની સીઝન શરૂ થઇ ગઇ છે. આ કેરી ડુંગરપુરનાં આંબાવાડિયાની છે. વંથલીની કેરી છેક જુન મહિનામાં આવશે. ગિરનાર પાસેનાં આંબાવાડિયાની કેસર કેરી શા માટે બજારમાં સૌથી પહેલાં આવે છે એ સવાલ સહુને થાય એ સ્વાભાવિક છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિ.નાં નિવૃત્ત પ્રાધ્યાપક અને કેરી પર સંશોધન કરનાર ડો. આર. આર. વીરડીયા કહે છે, ગિરનાર પર્વતની આસપાસ જે આંબાનાં બગીચાઓ છે એ બધી જ જમીનો પાણીનાં નિતારવાળી છે. એટલેકે, ગમે એટલો વરસાદ થયો હોય, પણ ચોમાસું જાય એટલે જમીનમાંથી ભેજ પણ જલ્દી ઓછો થઇ જાય છે. કારણકે, જમીનો મોરમવાળી અને ઢોળાવવાળી છે. એટલે આંબાને રેસ્ટીંગ પીરીયડ વધુ મળે અને તેના પર ફ્લાવરીંગ વ્હેલું આવે છે. ભેજ વ્હેલો ચાલ્યો જતાં આંબામાં કાર્બન-નાઇટ્રોજનનું પ્રમાણ મેન્ટેન થાય છે. આમ તાલાલા કરતાં 15 દિવસ વ્હેલી બજારમાં આવી જાય છે.

ભેજને લીધે વંથલીની કેરી છેલ્લે આવે છે

વંથલીની કેરી સૌથી છેલ્લે બજારમાં આવે છે. કારણકે, ત્યાં ચોમાસા પછીયે જમીનમાં ભેજ લાંબા સમય સુધી જળવાયેલો રહે છે. આથી ફ્લાવરીંગ પણ મોડું થાય છે. અને કેરી છેક જુન માસમાં બજારમાં આવે છે. એમ ડો. વીરડીયાએ જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-whatever-rain-there-is-ground-is-tilted-so-girnar39s-mango-comes-early-in-the-market-040550-4216501-NOR.html

વિસાવદરનાં પ્રેમપરાની દીપડાવાડીમાં 3 બચ્ચા સાથે સિંહણનાં ધામા

વિસાવદર પંથકનાં પ્રેમપરા ગામની સીમમાં આંબાજળ નદીનાં કાંઠે પરેશભાઇ ગાઠાણીનું ખેતર આવેલું હોય અને દીપડાનું...

DivyaBhaskar News Network | Updated - Mar 30, 2019, 04:16 AM
વિસાવદર પંથકનાં પ્રેમપરા ગામની સીમમાં આંબાજળ નદીનાં કાંઠે પરેશભાઇ ગાઠાણીનું ખેતર આવેલું હોય અને દીપડાનું રહેઠાણ હોવાથી દીપડાવાડી ઓળખાય છે. ત્યારે અહીંયા છેલ્લા બે દિવસથી સિંહણે તેના ત્રણ બચ્ચા સાથે ધામા નાંખ્યા હોય કુંડીમાં પાણી પીતા અને કેળનાં બગીચામાં બેસેલા નજરે પડી રહયાં છે. સિંહ પરિવારનું લોકો હેરાન ન કરે એ માટે વનતંત્રનાં સ્ટાફે પણ વોચ ગોઠવી દીધી છે. સિંહણે સુવરનું મારણ પણ કર્યુ હતું. સિંહણનાં વસવાટથી અહીંયાથી દીપડાઓ રફુચક્કર બની ગયા છે. તસવીર- ભાસ્કર
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-lioness-dhama-with-3-cubs-in-deepavadi-visavadar39s-love-affair-041656-4223591-NOR.html

અમરેલીનાં ખાંભા તાલુકામાં સિંહોએ એક જ રાતમાં 5 ગાયનું મારણ કરી મિજબાની માણી

Divyabhaskar.com | Updated - Mar 29, 2019, 04:03 PM

  • સિંહો ગામમાં ચડી આવતાં ગ્રામજનોમાં ફફડાટ

અમરેલી:ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ 5 જગ્યાઓ પર સિંહોએ મારણ કરી મીજબાની માણી હતી. સિંહોએ સરાકરડીયામાં 1, નિગાળામાં 3 અને ખાડધારમાં 1 ગાયનું મારણ કર્યું હતું. આ સિંહોએ એક જ રાતમાં આ 5 ગાયોનું મારણ કર્યું હતું. સિંહો મારણ કરવા માટે ગામમાં આવ્યા હોવાના સમચાર મળતાં જ ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગે તમામ મારણ સુરક્ષિત જગ્યાએ ખસેડી દીધા હતા. મહત્વનું છે કે ભર ઉનાળામાં સિંહોને પુરતું પાણી અને ખોરાક ન મળતો હોવાથી ગામમાં આવી ચડતા હોય છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-lions-group-5-cow-in-khamba-amreli-district-gujarati-news-6040530-NOR.html

Friday, March 29, 2019

ગીરના જંગલમાં શિકારની શોધમાં દીપડો વૃક્ષની ટોચ સુધી ચડી ગયો!


વૃક્ષની ટોચ સુધી ચડી ગયેલો દીપડો

DivyaBhaskar.com | Updated - Mar 14, 2019, 11:59 AM
વૃક્ષની ટોચ સુધી ચડી ગયેલો દીપડો જૂનાગઢ: સાસણ ગીરનાં દેવળિયા પાર્કમાં આવેલા એક રાયણનાં ઝાડ પર દીપડો શિકારની શોધ કરતો હોય તેવું જોવા મળ્યું હતું. ઝાડ પર ચડેલો આ દીપડો ચોતરફ નજર કરી આસાનીથી શિકાર કરી શકાય એવાં ચિત્તલ, સાબર, જેવાં પ્રાણીઓ ક્યાં છે અને તેના પર કેવી રીતે ઘાત લગાવી શકાય એની જાણે કે વ્યૂહરચના ગોઠવતો હોય એવું દ્રશ્ય જૂનાગઢની વનવિભાગની ડિવિઝન કચેરીનાં કચેરી અધિક્ષક અને વર્ષો સુધી લશ્કરમાં ફરજ બજાવનાર દિનેશભાઇ જાદવના મોબાઇલમાં કેદ થઇ ગયું હતું.
દીપડો મારણ કરવા ઝાડ પર ચઢ્યો: દીપડો સામાન્ય રીતે શિકારને શોધવા અને શિકાર કર્યા બાદ તેનું મારણ કરવા ઝાડ પર ચડી જવા માટે જાણીતો છે. દીપડાની બીજી એક ખાસિયત એ છે કે, તે ખુલ્લામાં નજરે નથી ચડતો. માનવીની હજુ તો નજર પડે ત્યાં તો ઝાડીમાં સરકીને અલોપ થઇ જાય. ત્યારે આ તસ્વીર વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં કેટલી મહત્વની ગણાય એ સમજી શકાય એવું છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-leopard-on-tree-at-gir-forest-gujarati-news-6034031-NOR.html

જૂનાગઢના ગીરનાર વિસ્તારમાં વસતા સિંહો પાણીની શોધમાં આમતેમ ફરતા

જૂનાગઢના ગીરનાર વિસ્તારમાં વસતા સિંહો પાણીની શોધમાં આમતેમ ફરતા હોય છે અને તરસ સીપાવા ખેડુતોની વાડીમાં પણ ઘુસી...

DivyaBhaskar News Network | Updated - Mar 15, 2019, 02:56 AM 
જૂનાગઢના ગીરનાર વિસ્તારમાં વસતા સિંહો પાણીની શોધમાં આમતેમ ફરતા હોય છે અને તરસ સીપાવા ખેડુતોની વાડીમાં પણ ઘુસી જતા હોય છે જેને લઇને ખેડુતોમાં ભય સેવાઇ રહે છે તે ઉપરાંત ખુલ્લા કુવામાં સિંહો પડવાના બનાવો બનતા રહે છે તેમ છતાં પણ વન વિભાગ દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી. જૂનાગઢ ગીરનાર તેમજ આજુબાજુના ગામડાઓની વાડી વિસ્તારમાં આવેલા ખુલ્લા કુવામાં વન્યપ્રાણીઓ ખાબક્તા હોવાને કારણે મોત નિપજતા હોય છે તેમ છતાં પણ વન વિભાગ કુંભ કર્ણની નિંદ્રામાંથી જાગતું નથી. ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. ગીરનારના જંગલમાં વસતા સિંહ, દિપડા સહિતના વન્ય પ્રાણીઓ પાણીની શોધમાં ખેડુતોના ખેતરો સુધી પહોંચી જાય છે પરંતુ ખેતરોમાં રહેલા ખુલ્લા કુવાઓ સિંહો સહિતના વન્યપ્રાણીઓ માટે મોત બની રહે છે. કુવાઓમાં પડતા વન્ય પ્રાણીઅોને લઇને વન વિભાગ દ્વારા કુવાઓના કાંઠા બાંધવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ જૂનાગઢ વન વિભાગ આ કામગીરી માત્ર ચોપડામાં જ કરી છે. ગિરનાર વિસ્તારોમાં હજુ પણ ખુલ્લા કુવાઓને કારણે વન્ય પ્રાણીઓ ખાબકી રહ્યા છે. 
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-lions-living-in-girnar-area-of-junagadh-walking-around-in-search-of-water-025610-4128136-NOR.html