Friday, March 29, 2019

ગીરના જંગલમાં શિકારની શોધમાં દીપડો વૃક્ષની ટોચ સુધી ચડી ગયો!


વૃક્ષની ટોચ સુધી ચડી ગયેલો દીપડો

DivyaBhaskar.com | Updated - Mar 14, 2019, 11:59 AM
વૃક્ષની ટોચ સુધી ચડી ગયેલો દીપડો જૂનાગઢ: સાસણ ગીરનાં દેવળિયા પાર્કમાં આવેલા એક રાયણનાં ઝાડ પર દીપડો શિકારની શોધ કરતો હોય તેવું જોવા મળ્યું હતું. ઝાડ પર ચડેલો આ દીપડો ચોતરફ નજર કરી આસાનીથી શિકાર કરી શકાય એવાં ચિત્તલ, સાબર, જેવાં પ્રાણીઓ ક્યાં છે અને તેના પર કેવી રીતે ઘાત લગાવી શકાય એની જાણે કે વ્યૂહરચના ગોઠવતો હોય એવું દ્રશ્ય જૂનાગઢની વનવિભાગની ડિવિઝન કચેરીનાં કચેરી અધિક્ષક અને વર્ષો સુધી લશ્કરમાં ફરજ બજાવનાર દિનેશભાઇ જાદવના મોબાઇલમાં કેદ થઇ ગયું હતું.
દીપડો મારણ કરવા ઝાડ પર ચઢ્યો: દીપડો સામાન્ય રીતે શિકારને શોધવા અને શિકાર કર્યા બાદ તેનું મારણ કરવા ઝાડ પર ચડી જવા માટે જાણીતો છે. દીપડાની બીજી એક ખાસિયત એ છે કે, તે ખુલ્લામાં નજરે નથી ચડતો. માનવીની હજુ તો નજર પડે ત્યાં તો ઝાડીમાં સરકીને અલોપ થઇ જાય. ત્યારે આ તસ્વીર વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં કેટલી મહત્વની ગણાય એ સમજી શકાય એવું છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-leopard-on-tree-at-gir-forest-gujarati-news-6034031-NOR.html

No comments: