સીઝન
DivyaBhaskar News Network | Updated - Mar 29, 2019, 04:05 AM
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં આજે વ્હેલી સવારે 8
વાગ્યે કેસર કેરીનાં 100 બોક્સની 1000 થી 1500 નાં ભાવે હરરાજી થઇ. એ
સાથેજ અહીં કેસર કેરીની સીઝન શરૂ થઇ ગઇ છે. આ કેરી ડુંગરપુરનાં
આંબાવાડિયાની છે. વંથલીની કેરી છેક જુન મહિનામાં આવશે. ગિરનાર પાસેનાં
આંબાવાડિયાની કેસર કેરી શા માટે બજારમાં સૌથી પહેલાં આવે છે એ સવાલ સહુને
થાય એ સ્વાભાવિક છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિ.નાં નિવૃત્ત પ્રાધ્યાપક અને
કેરી પર સંશોધન કરનાર ડો. આર. આર. વીરડીયા કહે છે, ગિરનાર પર્વતની આસપાસ જે
આંબાનાં બગીચાઓ છે એ બધી જ જમીનો પાણીનાં નિતારવાળી છે. એટલેકે, ગમે એટલો
વરસાદ થયો હોય, પણ ચોમાસું જાય એટલે જમીનમાંથી ભેજ પણ જલ્દી ઓછો થઇ જાય છે.
કારણકે, જમીનો મોરમવાળી અને ઢોળાવવાળી છે. એટલે આંબાને રેસ્ટીંગ પીરીયડ
વધુ મળે અને તેના પર ફ્લાવરીંગ વ્હેલું આવે છે. ભેજ વ્હેલો ચાલ્યો જતાં
આંબામાં કાર્બન-નાઇટ્રોજનનું પ્રમાણ મેન્ટેન થાય છે. આમ તાલાલા કરતાં 15
દિવસ વ્હેલી બજારમાં આવી જાય છે. ભેજને લીધે વંથલીની કેરી છેલ્લે આવે છે
વંથલીની કેરી સૌથી છેલ્લે બજારમાં આવે છે. કારણકે, ત્યાં ચોમાસા પછીયે જમીનમાં ભેજ લાંબા સમય સુધી જળવાયેલો રહે છે. આથી ફ્લાવરીંગ પણ મોડું થાય છે. અને કેરી છેક જુન માસમાં બજારમાં આવે છે. એમ ડો. વીરડીયાએ જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-whatever-rain-there-is-ground-is-tilted-so-girnar39s-mango-comes-early-in-the-market-040550-4216501-NOR.html
No comments:
Post a Comment