Saturday, March 30, 2019

ઊના પંથકમાં આંબામાં રોગચાળો ફાટી નિકળ્યો

કાળી ફૂગ લાગી જતાં કેરીનો ફાલ ખરી ગયો, ધરતીપુત્રોમાં ચિંતા

Una News - the epidemic erupted in amba diocese in amba 040136
DivyaBhaskar News Network | Updated - Mar 30, 2019, 04:01 AM
ઊના પંથકમાં કેસર કેરીના બગીચાઓ વધુ પ્રમાણમાં હોય અને ઉત્પાદન પણ વધુ થતુ હોય છે. પરંતુ આ વર્ષે શિયાળાની ભારે ઠંડી અને ઝાકળ તેમજ વાદળછાયા વાતાવરણમાં પલ્ટો આવતા આંબાના ઝાડમાં વિવિધ પ્રકારના રોગો ફાટી નિકળેલ હોય ત્યારે કેરીના પાકને નુકસાન થયા હોવાની ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે. આ કેસર કેરીના આંબામાં શિયાળાની ભારે ઠંડી અને ઝાકળના લીધે કાળી ફુગ લાગી જતાં આંબામાં મોર ફુટતા અને મીજ બંધાય તે પહેલાજ રોગ લાગી જતા આંબામાંથી ફાલ ખરી ગયેલ છે. ઊનાના સામતેર ગરાળ, કાણકબરડા, મોઠા, અંજાર, કોઠારી, રામેશ્વર, ઉમેજ, સંજવાપુર સહીત ગામોમાં આવેલા આંબામાં બેકાબુ રોગ થતાં ખેડૂતોને ભારે નુકશાન જોવા મળી રહ્યુ છે. આંબામાં રોગથી કેરીનું ઉત્પાદન સાવ ઓછુ થશે તેમજ પાકનો નાશ થઇ ગયેલ છે. હાલ તો આ સિઝનમાં પોતાના બગીચામાં ખાવા લાયક પણ કેરી ન થાઇ તેવી પરિસ્થીતી જોવા મળી રહી છે. ત્યારે આંબામાં રોગના કારણે ભારે નુકસાન થતા સરકાર દ્વારા આંબાના ખેડૂતોને સહાય ચુકવવા માંગ ઉઠી રહી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-the-epidemic-erupted-in-amba-diocese-in-amba-040136-4223590-NOR.html

No comments: