Thursday, July 30, 2020

સરકાર દ્વારા 108ની જેમ હવે સિંહો માટે એમ્બ્યુલન્સ ફાળવાઇ


Like 108, now an ambulance has been allotted for the lions

  • ઘટના સ્થળે સારવાર મળશે : એક ડોકટર પણ સાથે રાખી તમામ સુવિધા એમ્બ્યુલન્સમાં આપવામાં આવશે

દિવ્ય ભાસ્કર

Jul 29, 2020, 05:30 AM IST

રાજુલા. માનવી માટે સરકાર દ્વારા 108 એમ્બ્યુલન્સ સેવા ફાળવવામા આવી છે. તેવી જ રીતે હવે એશિયાટિક સિંહ માટે રાજય સરકાર દ્વારા એમ્બ્યુલન્સ ફાળવાઇ છે. પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના ડી.સી.એફ નિશા રાજના નેતૃત્વ હેઠળ જાફરાબાદ રેન્જમા સિંહો માટે એમ્બ્યુલન્સની ફાળવણી કરાઇ હતી. અહીં સિંહો બિમાર પડે અથવા તો કોઈ ઇનફાઇટ જેવી બાબતમા ગંભીર ઇજા થાય તાે ઇમરજન્સીમા આ એમ્બ્યુલન્સમા રેસ્ક્યુ ઓપરેશન કરી એમ્બ્યુલન્સ મારફતે સારવાર મળશે. 108મા જે રીતે માણસની સારવાર થાય એ જ રીતે સિંહની પણ સારવાર થશે. એમ્બ્યુલન્સ ફાળવતા અહીંના વનવિભાગના ઓફિસરો કર્મચારીઓમા પણ ઉત્સાહ સાથે ઉમંગ જોવા મળી રહ્યો છે.

કેમ કે ગંભીર રીતે ઘવાતા સિંહોને હવે તાત્કાલિક સારવાર મળી જશે. વનવિભાગ માટે પણ ઝડપી કામગીરી થશે. જેથી વનવિભાગને પણ ઘણી મોટી રાહત મળશે. સાથે સાથે જાફરાબાદ રેન્જમા રેવન્યુ વિસ્તાર ખૂબ મોટો છે. ઉધોગ ગૃહો અને આસપાસ પણ મોટી સંખ્યામા સિંહોનો વસવાટ છે. તેવા સમયે ભૂતકાળમા જાફરાબાદ તાલુકામા માર્ગ અકસ્માતમા અનેક સિંહો ઘાયલ અને મોતને પણ ભેટ્યા છે. ત્યારે આવી ઘટનાઓમા પણ આ સિંહ માટે ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘણી ફાયદાકારક સાબિત થાય તેવી શકયતા જાેવાઇ રહી છે. એમ્બ્યુલન્સ સાથે એક ડોકટર પણ હાજર હશે.

રસ્તામાં જ સિંહની સારવાર શરૂ થઈ જશે
સાવજો માટેની આ એમ્બ્યુલન્સમાં ડોકટર પણ સાથે હોવાથી એમ્બ્યુલન્સમા સિંહ અંદર પુરાશે ત્યારથી રસ્તા વચ્ચે સારવાર શરૂ થઇ જશે. વહેલી સારવાર શરૂ થતાં સાવજોના બચવાના ચાન્સ વધી જશે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/rajula/news/like-108-now-an-ambulance-has-been-allotted-for-the-lions-127560991.html

ધારીના પાણિયામાં બાળક પર દીપડાનો હુમલો : વન વિભાગે 3 પાંજરા ગોઠવ્યા


દીપડાએ ઇજા પહોંચાડેલ બાળક
દીપડાએ ઇજા પહોંચાડેલ બાળક

  • માથાના ભાગે ઇજા સારવાર માટે થતાં પ્રથમ ધારી બાદ અમરેલી ખસેડાયો

દિવ્ય ભાસ્કર

Jul 30, 2020, 04:00 AM IST

ધારી. ધારી ગીરના પાણીયા ગામે ગતરાત્રી દરમિયાન મજુર પરિવારનો સાડ ત્રણ વર્ષનો રાજવીર સુનિલભાઈ વાડીમાં આવેલ મકાન પાસે જમી રહ્યો હતો. ત્યારે બાળક પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. જો કે માતાએ હાંકલા પડકારા કરી કિશોરને દીપડાના મો માંથી છોડાવ્યો હતો. દીપડાના હુમલામાં કિશોરને માથાના ભાગે અને પીઠના ભાગે ઇજા પહોંચી હતી. જે બાદ બાળકને પ્રથમ ધારી અને બાદમાં અમરેલી સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પાણીયામાં બાળક પર દીપડાના હુમલાની જાણ થતાં વન વિભાગ ઘટના આર.એફ.ઓ.સીડા સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી દીપડાને પકડવા માટે 3 પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હતા.

દીપડાના પુરવા વન વિભાગે 3 પાંજરા ગોઠવ્યા
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/dhari/news/leopard-attack-on-a-child-in-dhari-water-forest-department-arranged-3-cages-127563778.html

સાવજનું સ્વચ્છ ભારત અભિયાન, ખેતરમાંથી પ્લાસ્ટિક બહાર ફેંક્યું


Savaj's Swachh Bharat Abhiyan, threw plastic out of the farm

દિવ્ય ભાસ્કર

Jul 30, 2020, 04:00 AM IST

અમરેલી. ગીરના સાવજો જાણે સ્વચ્છ ભારતનો લોકોને સંદેશ આપી રહ્યા હોય તેમ ગીર ગઢડા તાલુકાના ખાપટ ગામની સીમમાં ખેડૂતના ઉભા પાકની વચ્ચે પડેલા બિનજરૂરી પ્લાસ્ટિકને એક સિંહણે પોતાના મોં વડે ખેતર બહાર ખસેડી દીધું હતું. ધારીના ડીએફઓ અંશુમન શર્માએ આજે આ તસવીર ટ્વિટ કરી હતી.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/savajs-swachh-bharat-abhiyan-threw-plastic-out-of-the-farm-127565555.html

1 સપ્તાહમાં 2 સિંહના મોત બાદ તંત્ર હાંફળું ફાંફાળું, 4 સાવજને રેસ્ક્યુ કરી સક્કરબાગ મોકલાયા

  • ફરી સાવજ પર બીમારીનો ખતરો
  • રાજુલા, જાફરાબાદના સાવજો પર તંત્રની નજર
  • હાલ રામપરા ટોરેન્ટ વિસ્તારના 2 અને જાફરાબાદ બોર્ડર નજીકથી 2 મળી કુલ ચાર સાવજોની જૂનાગઢમાં સારવાર કરાશે

દિવ્ય ભાસ્કર

Jul 30, 2020, 04:00 AM IST

રાજુલા. અગાઉથી સીડીવી અને બેબેસીયાના રોગચાળાએ મોટી સંખ્યામાં સાવજોનો ભોગ લીધા બાદ હાલમાં પણ સાવજો પર રોગચાળાનો વધુ એક ખતરો તોળાઈ રહ્યો છે. રાજુલા જાફરાબાદ પંથકમાં બે સાવજોના બીમારીમાં મોત થયા બાદ વનતંત્ર દોડતું થઇ ગયું છે. અને અહીંના ચાર સાવજોને રેસ્ક્યુ કરી આરોગ્ય ચકાસણી માટે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં મોકલવામાં આવ્યા છે.

ગીર તુલસીશ્યામ રેન્જમા બેબેસિયા નામનો રોગ આવ્યો હતો
ગીર જંગલ વિસ્તારમા પ્રથમ સીડીવી નામનો રોગચાળો સિંહોમાં આવ્યો હતો અને સિંહોના ટપોટપ મોત થયા હતા. ત્યાર બાદ તાજેતરમા ગીર તુલસીશ્યામ રેન્જમા બેબેસિયા નામનો રોગ આવ્યો હતો અને કેન્દ્રમાંથી ટીમો પણ તપાસ અર્થે આવી હતી. હવે રાજુલા જાફરાબાદ રેવન્યુ વિસ્તારના અતિ તંદુરસ્ત મનાતા સિંહો પર ગંભીર બીમારીના સંકટના વાદળો ઘેરાયા છે. અહીં તાજેતરમા રાજુલા જાફરાબાદ બોડર વિસ્તારમાથી પ્રથમ કોહવાયેલો સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ એજ અઠવાડિયામા નાગ નામથી ઓળખાતા સિંહનો મૃતદેહ તે જ બોર્ડર નજીકથી મળી આવ્યો હતો. નાગ નામનો આ સિંહ કોલર આઈ.ડી.વાળો અને અતિ તંદુરસ્ત હતો. આ ઘટનાની જાણ સ્થાનિક વનવિભાગ દ્વારા ઉચ્ચ કક્ષાએ કરાઇ હતી.

ક્યા ક્યા સિંહો નબળા અને બીમાર છે તેને લઈ વનવિભાગના અધિકારી દ્વારા સર્વે
પાલીતાણા શેત્રુંજી ડિવિઝન નીચે આવતી બંને રેન્જના વનવિભાગ દ્વારા સિંહોની આરોગ્ય ચકચણી કરવા માટે અધિકારીઓ અને કર્મચારીઓ કામે લાગ્યા છે. ક્યા ક્યા સિંહો નબળા અને બીમાર છે તેને લઈ વનવિભાગના અધિકારીઓ સર્વે કરી રહ્યા છે. ધારીના દલખાણીયા અને ખાંભાના સિંહના રોગચાળાના અનુભવ બાદ અહી પણ ગંભીરતા દાખવી રોગચાળાની આશંકાના આધારે સિંહોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સિંહોના હેલ્થની ચકચણી કરવા માટે તેમને રેસ્ક્યુ કરાઇ રહ્યા છે. સિંહોને રેસ્ક્યુ બાદ જૂનાગઢ સકકરબાગ ખાતે લઇ જવાયા છે. અને ત્યા સિંહોને સારવાર આપવામા આવેશે. આ વિસ્તારમાં સિંહોની મુવમેન્ટ પર વનવિભાગ નજર રાખી રહ્યુ છે. હાલમાં રામપરા ટોરેન્ટ વિસ્તારના 2 સિંહોના રેસ્ક્યુ કરી જૂનાગઢ લય જવાયા છે જાફરાબાદ બોડર નજીકથી પણ 2 સિંહને રેસ્ક્યુ કરાયા છે. જૂનાગઢ સીસીએફ દુષ્યંત વસાવડા અને પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના ડી.સી.એફ.નિશા રાજના માર્ગદર્શન હેઠળ રાજુલા આરએફઓ હિતેન્દ્ર સિંહ વાઘેલા, જાફરાબાદ આરએફઓ વાઘેલા, ફોરેસ્ટ સ્ટાફ, રેસ્ક્યુ ટીમ સહિતના લોકો નજર રાખી રહ્યા છે.

ચારેય સિંહો એજ વિસ્તારમાં આવી જશે
વનવિભાગના સીસીએફ દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું કે એક જ વિસ્તારમા 2 સિંહોના મોત થયા હતા એટલે સિંહોના આરોગ્યની ચકાસણી કરાઈ છે. અન્ય સિંહોમા કોઈ બીમારી તો નથી તે જાણવા માટે હાલમા 4 સિંહોને રેસ્ક્યુ કર્યા છે. આ સાવજો ફરી વાર એ જ વિસ્તારમા આવી જશે. - દુષ્યંત વસાવડા, સીસીએફ

24 કલાક ફિલ્ડમાં સ્ટાફની દોડધામ શરૂ
એશિયાટિક સિંહો પર મોટુ સંકટ ન આવે તે માટે રાજુલા જાફરાબાદ બંને રેન્જના આરએફઓ સહિત વનવિભાગનો તમામ સ્ટાફ 5 દિવસથી સતત 24 કલાક ફિલ્ડમા કામગીરી કરી રહ્યો છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/rajula/news/after-the-death-of-2-lions-in-1-week-the-system-was-in-full-swing-127563763.html

ઢોર ચરાવવા ગયેલા 10 વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કર્યો, ઈજાગ્રસ્ત

બાળકના માથા અને આંખના ભાગે ઇજા પહોંચી છે
બાળકના માથા અને આંખના ભાગે ઇજા પહોંચી છે

  • ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે ખસેડાયો

દિવ્ય ભાસ્કર

Jul 30, 2020, 03:30 PM IST

ધારી. અમરેલી જિલ્લાના ધારીના અભિયારણ્ય વિસ્તારમાં ઢોર ચરાવવા ગયેલા 10 વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કરતા ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની વિગત અનુસાર 10 વર્ષીય સાગર કરશનભાઈ ચાવડા સવારે ઢોર ચરાવવા માટે અભિયારણ્ય વિસ્તારમાં ગયો હતો. જે દરમિયાન દીપડાએ પાછળથી અચાનક હુમલો કર્યો હતો. જેમાં 10 વર્ષીય બાળકને આંખ અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

(અરૂણ વેગડા, ધારી)

https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/leopard-attack-on-10-year-old-boy-near-dhari-127566896.html

તાલાલામાં આજે એક ઈંચ વરસાદ વચ્ચે બપોર પછી 3.44 વાગ્યે 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

  • વરસાદ વચ્ચે ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ

દિવ્ય ભાસ્કર

Jul 30, 2020, 04:38 PM IST

તાલાલા. સૌરાષ્ટ્રમાં આજે વરસાદી માહોલ જામ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં 1થી 2 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. ત્યારે તાલાલામાં આજે ગુરૂવારે બપોર બાદ 3.44 વાગ્યે 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તાલાલામાં આજે ધોધમાર એક ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ભૂકંપના આંચકાથી તાલાલની ધરા ધ્રુજી છે.

(જયેશ ગોંધિયા, ઉના)

Tuesday, June 30, 2020

પ્રકૃતિ પ્રેમ / પવિત્ર ગરબો બન્યો પક્ષીઓનું રહેઠાણ


ગરબામાંથી ચકલીનાં માળા બનાવતા કાર્યકરો.
ગરબામાંથી ચકલીનાં માળા બનાવતા કાર્યકરો.

  • જનમત ફાઉન્ડેશને 2,400 ગરબાના માળા બનાવી લગાવ્યા

દિવ્ય ભાસ્કર

Jun 01, 2020, 05:00 AM IST

જૂનાગઢ. સામાન્ય રીતે નવરાત્રી પૂર્ણ થયા બાદ મોટાભાગના લોકો માતાજીનો ગરબો મંદિરે મુકી આવતા હોય છે. દરમિયાન આવા પવિત્ર ગરબા અનેક પક્ષીઓનું રહેઠાણ - માળા બન્યા છે. આ અંગે જનમત ગૃપના કૃણાલભાઇ ચોવટીયાએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થા જનમત ગૃપ દ્વારા 2,500 જેટલા ગરબા એકઠા કરવામાં આવ્યા હતા. બાદમાં સંસ્થાના ચિંતન કયાડા, ઇરફાન સિદીકી, દિપક સોલંકી, હરેશ ડોબરીયા, નરેન્દ્ર સોનરત, દર્શન રાદડીયા, વિપુલ વાજા, પરેશ લોઢીયા, અરવિંદ પાઘડાર અને અંકિત કાપડીયા વગેરેએ શહેરના જાહેર રસ્તાઓ, મંદિરો, ગાર્ડન તેમજ સરકારી કચેરીઓમાં આવેલ વૃક્ષો પર કે જ્યાં વધુ પક્ષીઓ એકઠા થાય છે.

ત્યાં 2,200 જેટલા ગરબા લગાવી દીધા છે. આમ, પવિત્ર ગરબો પક્ષીઓનું રહેઠાણ - માળો બની ગયો છે. ખાસ કરીને ભવનાથના લાલઢોરીમાં વધુ પક્ષીઓ આવતા હોય ત્યાં મોટી સંખ્યામાં વૃક્ષોમાં ગરબાના માળા લગાવ્યા છે. હજુ જિલ્લા કલેકટર કચેરી, શહિદ પાર્ક સહિતના વૃક્ષોમાં ગરબાના માળા લગાવવામાં આવશે. આમ, લોક ડાઉનનો સાચો ઉપયોગ કરી 2 - 2ની ટીમ બાઇક લઇ ગરબાના માળા લગાવતી હતી જેમાં ટીંબાવાડીથી ભવનાથ અને લાલઢોરીનો વિસ્તાર આવરી લીધો છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/sacred-pride-became-the-habitat-of-birds-127361445.html