- જનમત ફાઉન્ડેશને 2,400 ગરબાના માળા બનાવી લગાવ્યા
દિવ્ય ભાસ્કર
Jun 01, 2020, 05:00 AM ISTજૂનાગઢ. સામાન્ય રીતે નવરાત્રી પૂર્ણ થયા બાદ મોટાભાગના લોકો માતાજીનો ગરબો મંદિરે મુકી આવતા હોય છે. દરમિયાન આવા પવિત્ર ગરબા અનેક પક્ષીઓનું રહેઠાણ - માળા બન્યા છે. આ અંગે જનમત ગૃપના કૃણાલભાઇ ચોવટીયાએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થા જનમત ગૃપ દ્વારા 2,500 જેટલા ગરબા એકઠા કરવામાં આવ્યા હતા. બાદમાં સંસ્થાના ચિંતન કયાડા, ઇરફાન સિદીકી, દિપક સોલંકી, હરેશ ડોબરીયા, નરેન્દ્ર સોનરત, દર્શન રાદડીયા, વિપુલ વાજા, પરેશ લોઢીયા, અરવિંદ પાઘડાર અને અંકિત કાપડીયા વગેરેએ શહેરના જાહેર રસ્તાઓ, મંદિરો, ગાર્ડન તેમજ સરકારી કચેરીઓમાં આવેલ વૃક્ષો પર કે જ્યાં વધુ પક્ષીઓ એકઠા થાય છે.
ત્યાં 2,200 જેટલા ગરબા લગાવી દીધા છે. આમ, પવિત્ર ગરબો પક્ષીઓનું રહેઠાણ - માળો બની ગયો છે. ખાસ કરીને ભવનાથના લાલઢોરીમાં વધુ પક્ષીઓ આવતા હોય ત્યાં મોટી સંખ્યામાં વૃક્ષોમાં ગરબાના માળા લગાવ્યા છે. હજુ જિલ્લા કલેકટર કચેરી, શહિદ પાર્ક સહિતના વૃક્ષોમાં ગરબાના માળા લગાવવામાં આવશે. આમ, લોક ડાઉનનો સાચો ઉપયોગ કરી 2 - 2ની ટીમ બાઇક લઇ ગરબાના માળા લગાવતી હતી જેમાં ટીંબાવાડીથી ભવનાથ અને લાલઢોરીનો વિસ્તાર આવરી લીધો છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/sacred-pride-became-the-habitat-of-birds-127361445.html
No comments:
Post a Comment